Home /News /tech /Elon Muskએ લોકોને પૂછ્યું- ટ્વિટર પર જોઈએ Edit બટન? CEO પરાગ અગ્રવાલે આપ્યો આવો જવાબ
Elon Muskએ લોકોને પૂછ્યું- ટ્વિટર પર જોઈએ Edit બટન? CEO પરાગ અગ્રવાલે આપ્યો આવો જવાબ
Teslaના સીઇઓ એલન મસ્ક અને Twitterના સીઇઓ પરાગ અગ્રવાલ
Elon Musk Twitter Poll: એલન મસ્કે એક ટ્વીટમાં પૂછ્યું કે, ‘શું તમે એક એડિટ બટન ઇચ્છો છો?’ મસ્કના આ પોલના રિપ્લાયમાં ટ્વિટરના સીઇઓ પરાગ અગ્રવાલે (Twitter CEO Parag Agrawal) કરેલી ટ્વીટ વાયરલ બની છે.
Elon Musk Twitter Poll: ટેસ્લા ઇંક (Tesla Inc.)ના ચીફ એક્ઝિક્યુટિવ એલન મસ્ક (Elon Musk)ની એક પોસ્ટ ખૂબ ચર્ચામાં છે. વાત એમ છે કે, મસ્કએ ટ્વિટર પોલ (Twitter poll) પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે યુઝર્સને પૂછ્યું કે શું તેઓ એક એડિટ બટન (Edit Button) ઇચ્છે છે. તમને જણાવી દઈએ કે એલન મસ્કે સોમવારે ટ્વિટર (Twitter)નો 9.2 ટકા સ્ટેક ખરીદવાનો ખુલાસો કર્યો હતો, જેની કિંમત લગભગ 3 અબજ ડોલર છે. આ સાથે જ તેઓ માઈક્રો-બ્લોગિંગ સાઈટના સૌથી મોટા શેરહોલ્ડર (shareholder) બની ગયા છે.
મસ્કએ ટ્વિટમાં યુઝર્સને પૂછ્યું કે, 'શું તમે એક એડિટ બટન ઇચ્છો છો?' મસ્કના આ પોલ પર જવાબ આપતા ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે (Twitter CEO Parag Agrawal) ટ્વીટ કર્યું કે આ પોલના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ હશે. તેમણે કહ્યું, 'કૃપા કરીને સાવધાનીપૂર્વક વોટ કરો.'
ટ્વિટરે 1 એપ્રિલના રોજ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર એક મેસેજ ટ્વીટ કર્યો, જેમાં જણાવ્યું હતું કે તે મોસ્ટ અવેઈટેડ 'એડિટ' ફીચર (Twitter Edit Feature) પર કામ કરી રહ્યું છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ મજાક છે, તો કંપનીએ કહ્યું હતું કે, ‘અમે અત્યારે આની પુષ્ટિ અથવા ઇનકાર કરતા નથી, પરંતુ અમે અમારા સ્ટેટમેન્ટને પાછળથી એડિટ કરી શકીએ છીએ.’
મસ્કે ટ્વિટરમાં હિસ્સો ખરીદ્યો છે
સોમવારેજ ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સ (SpaceX) જેવી કંપનીઓના માલિક એલન મસ્કે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સમાચાર બાદ પ્રી-માર્કેટ ટ્રેડમાં ટ્વિટરના શેરોમાં લગભગ 28 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો.
The consequences of this poll will be important. Please vote carefully. https://t.co/UDJIvznALB
ટ્વિટરે જણાવ્યું કે એલન મસ્કે તેમના એક ટ્રસ્ટ દ્વારા ટ્વિટરમાં પેસિવ સ્ટેક (હિસ્સો) ખરીદ્યો છે. પેસિવ સ્ટેકનો અર્થ એ છે કે શેરહોલ્ડર કંપનીના રોજિંદા કામકાજમાં દખલ કરતો નથી અને શેરમાંથી લાંબા ગાળાના ફાયદાને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરે છે.
ટ્વિટરના ટીકાકાર રહ્યા છે મસ્ક
એલન મસ્ક પોતે ટ્વિટર પર ખૂબ સક્રિય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ટ્વિટર હવે તેના વાણી સ્વતંત્રતાના સિદ્ધાંતો પર કાયમ રહ્યું નથી અને આમ કરીને તે લોકશાહીને જોખમમાં મૂકી રહ્યું છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર