પુલવામા હુમલા માટે વર્ચ્યૂઅલ સિમકાર્ડ વપરાયું હોવાનો ખુલાસો

પ્રતિકાત્મક તસવીર

જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા હુમલા માટે વર્ચ્યૂઅલ સિમકાર્ડનો ઉપયોગ કર્યો હતો, જાણો શું છે વર્ચ્યૂઅલ સીમકાર્ડ

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. એક અહેવાલ મુજબ, આ આતંકવાદી હુમલાને અંજામ આપનારા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા વર્ચ્યુઅલ સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  અહેવાલ મુજબ, જૈશ-એ-મોહમ્મદે કાશ્મીરના ફિદાયીન હુમલાવર આદિલ ડારને એક વર્ચ્યૂઅલ સીમકાર્ડ પુરૂ પાડ્યુ હતું જેના દ્વારા તે પાકિસ્તાન સ્થિત પોતાના આકાઓ સાથે સંપર્કમાં હતો. આ સીમકાર્ડ અમેરિકન સીમકાર્ડ પ્રોવાઇડ દ્વારા જનરેટ કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ સીમકાર્ડનો ઉપયોગ એટલે થતો હોય છે કે તેને ટ્રેસ કરવું શક્ય નથી.

  શું છે વર્ચ્યુઅલ સીમકાર્ડ
  વર્ચ્યુઅલ સીમકાર્ડ સામાન્ય સીમકાર્ડ કરતા અલગ હોય છે, જે ઑનલાઇન જનરેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે યૂઝર્સને ક્લાઉડ બેઝ્સ્ડ નંબર આપવામાં આવે છે. આ સીમકાર્ડમાંથી કૉલિંગ કરવા માટે યૂઝર્સે એપ ડાઉનલૉડ કરવાની રહે છે. વર્ચ્યુઅલ સીમકાર્ડને કોઈ એપની મદદથી વાપરી શકાય છે. વર્ચ્યુઅલ સીમકાર્ડનો ઉપયોગ માત્ર મોબાઇલ ફોન જ નહીં પરંતુ કમપ્યુટર, ટેબલેટ કે લેપટોપ દ્વારા પણ કરી શકાય છે.

  આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: અખનુરમાં સેનાએ નષ્ટ કર્યો પાકિસ્તાની સેનાનો કેમ્પ- જુઓ વીડિયો

  ખાસિયત
  વર્ચ્યુઅલ સીમકાર્ડની ખાસિયત એ છે કે તેના દ્વારા લોકલ નંબર પર પણ કૉલ થઈ શકે છે અને કૉલ રિસિવ થઈ શકે છે. વર્ચ્યુઅલ સીમનો ઉપયોગ 50 દેશમાં ગમે ત્યાં કરી શકાય છે. વર્ચ્યુઅલ સીમ એક્ટિવેટ કરવા માટે યૂઝરને તેમના જ ફૉનમાં એક કોડ સેન્ડ કરવામા આવે છે.

  પકડથી દૂર
  વર્ચ્યુઅલ સીમકાર્ડ દ્વારા કરવામાં આવેલી વાતચીતને પકડી શકાતી નથી. કદાચ એટલા માટે જ પુલવામાં હુમલા બાદ તપાસ અધિકારીઓએ અમેરિકા સુધી તાર લંબાવ્યા છે, જેથી તેઓ સીમકાર્ડ કોણે ઇશ્યુ કરાવ્યું હતું તેની વિગતો મેળવી શકે.
  Published by:Jay Mishra
  First published: