Telegramના એવા પાંચ ફીચર જે WhatsAppમાં પણ નથી મળતા, અહીં જાણી લો તેની ખાસિયત

પ્રતિકાત્મક તસવીર

વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ છે. જોકે વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીના કારણે અનેક યુઝર્સને તકલીફ પડી છે

  • Share this:
નવી દિલ્હી : વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ છે. જોકે વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીના કારણે અનેક યુઝર્સને તકલીફ પડી છે. આવી સ્થિતિમાં અન્ય મેસેજિંગ એપ પણ પુર બહારમાં ખીલી ગયા છે. ટેલિગ્રામ અને સિગ્નલ તરફ ઘણા લોકો વળ્યા છે.

ટેલિગ્રામ અને સિગ્નલ એપ્લિકેશનનો ઉપયોગ વધી રહ્યો છે. ટેલિગ્રામમાં કેટલાક ખાસ ફીચર અપાય છે. જેનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. આ ફીચરના કારણે આકર્ષાયેલા યુઝર્સની સંખ્યા વધી છે. આજે આપણે ટેલિગ્રામમાં પાંચ એવા ફીચર અંગે વાત કરીશું જે વોટ્સએપમાં નથી.

કલાઉડ સ્ટોરજ: ટેલિગ્રામના યુઝર્સ ફાઇલ્સ, ફોટો, ડોક્યુમેન્ટ અને મેસેજ કલાઉડમાં સ્ટોરજ કરી શકે છે. આ સુવિધા યુઝર્સ માટે મહત્વની બની છે. કલાઉડ સ્ટોરેજનો ઉપયોગ કર્યા બાદ યુઝર્સ ગમે ત્યાંથી લોગઈન કરી શકે છે. આ કલાઉડમાં અનલિમિટેડ સ્ટોરેજનો ઉપયોગ કરી શકાય છે. અત્યારે વોટ્સએપમાં આ ફીચર આપવામાં આવતું નથી.

 આ પણ વાંચોCorona Vaccination: કોરોના રસી લેતા પહેલા અને લીધા બાદ શું કરવું અને શું ના કરવું? આ રીતે શોધો રસીકરણ કેન્દ્ર? કેવી રીતે નોંધણી કરાવવી?

ગ્રુપની કેપેસિટી: ટેલિગ્રામ યુઝર્સને ગ્રુપ ચેટ માટે ગ્રુપ, સુપરગ્રુપ અને ચેનલ જેવા ફીચર મળે છે. ટેલિગ્રામ ગ્રુપમાં યુઝર 2 લાખ મેમ્બર રાખી શકે છે. સુપરગ્રુપમાં 200 મેમ્બરને જોડી શકાય છે. જ્યારે ચેનલ ફીચરનો ઉપયોગ કરીને યુઝર બ્રોડકાસ્ટિંગ કરી શકે છે. બીજી તરફ વોટ્સએપ માત્ર 250 મેમ્બર સુધી જ મેમ્બર જોડી શકાય છે.

ચેટ સિક્યુરિટી: સિક્રેટ ચેટ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરને એન્ડ ટુ એન્ડ ઇન્ક્રીપટેડને ચાલુ કરવાનું રહેશે. જેમાં યુઝર દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં સેલ્ફ ડિસ્ટ્રાક્ટ ટાઇમર પણ લગાવી શકો છો. સિક્રેટ ચેટને કોઈ અન્યને મોકલી શકાતું નથી. જો કોઈ સ્ક્રીનશોટ લે તો યુઝરને તેનું નોટિફિકેશન આવે છે. વોટ્સએપમાં આવી કોઈ સુવિધા અપાતી નથી.

આ પણ વાંચોઘરમાં કોઈ Corona પોઝિટિવ, તો અન્ય સભ્યોને સંક્રમણ થવાનો ખતરો 50%, આ રીત અપનાવી કરો સારસંભાળ

ફાઇલ શેરિંગ: વોટ્સએપમાં યુઝર માત્ર 100 MB સુધીની ફાઇલ શેર કરી શકે છે. જ્યારે ટેલિગ્રામમાં 1.5 GB સુધી ફાઇલ મોકલવાની સુવિધા મળે છે. આ ખાસ ફિચરના કારણે ટેલિગ્રામને ઘણા લોકો વધુ પસંદ કરે છે.

મલ્ટી પ્લેટફોર્મ સપોર્ટ: ટેલિગ્રામમાં યુઝર કોઈપણ ડિવાઇસના માધ્યમથી પોતાના નામ અને પાસવર્ડથી લોગઇન થઈ શકે છે. બીજી તરફ વોટ્સએપમાં યુઝર એક સાથે ફોન અને વેબ એમ માત્ર બે ડિવાઇસમાં જ લોગઇન થઈ શકે છે.
First published: