Home /News /tech /

મેસેજિંગ એપ Telegram 1 અબજ વખત થઈ ડાઉનલોડ, વધી રહ્યું છે ચલણ

મેસેજિંગ એપ Telegram 1 અબજ વખત થઈ ડાઉનલોડ, વધી રહ્યું છે ચલણ

Telegram ક્લાઉડ આધારિત સર્વિસ છે અને તે સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. તેમાં વ્હોટ્સએપની જેમ ગ્રુપ બનાવવાની સુવિધા પણ આમાં ઉપલબ્ધ છે.

Telegram ક્લાઉડ આધારિત સર્વિસ છે અને તે સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. તેમાં વ્હોટ્સએપની જેમ ગ્રુપ બનાવવાની સુવિધા પણ આમાં ઉપલબ્ધ છે.

અન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ Telegram લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ તરીકે ઓળખાય છે. Telegram એપ દ્વારા ઝડપ અને સુરક્ષા બંનેનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યારે હવે આ એપની લોકપ્રિયતામાં જોરદાર ઉછાળો આવ્યો છે. વૈશ્વિક કક્ષાએ આ એપ્લિકેશન 1 અબજ વખત ડાઉનલોડ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Telegram ક્લાઉડ આધારિત સર્વિસ છે અને તે સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. તેમાં વ્હોટ્સએપની જેમ ગ્રુપ બનાવવાની સુવિધા પણ આમાં ઉપલબ્ધ છે. આ સિવાય તેમાં ચેનલ્સ પણ બનાવી શકાય છે. જે આજે શિક્ષણનો મોટો સ્ત્રોત બની રહ્યું છે. 2013 લોન્ચ થયેલી Telegramનું હેડક્વાર્ટર દુબઇમાં છે.

ભારત સૌથી મોટું બજાર

વર્તમાન સમયે ઈન્ટરનેટ બાબતે ભારત સૌથી ઝડપથી વિકસતા માર્કેટ પૈકીનું છે. ભારતીય બજારને કબ્જે કરવા માટે Telegram દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. Telegram સમયાંતરે નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. આ ફીચર્સ તેને વોટ્સએપ કે અન્ય હરીફ મેસેજિંગ એપ કરતા વધુ આકર્ષક બનાવે છે.

આ પણ વાંચો- વારંવાર લો થઈ જાય છે Laptopની બેટરી? મિનિટોમાં જાણો બેટરીનું સ્ટેટસ, સરળ થઇ જશે કામ

TechCrunchના અહેવાલ મુજબ ભારત Telegram માટે સૌથી મોટું બજાર છે. જ્યાં Telegramના કુલ ઈન્સ્ટોલ્સ 22 ટકા થયા છે. ત્યારબાદ 10 ટકા સાથે રશિયા બીજા નંબરે છે. જ્યારે 8 ટકા સાથે ઇન્ડોનેશિયા ત્રીજા નંબરે આવે છે.

વ્હોટ્સએપના યુઝર્સ Telegram તરફ વળ્યા

Telegram વૈશ્વિક સ્તરે 1 અબજ ડાઉનલોડ સુધી પહોંચ્યું હોવા છતાં તેનો અર્થ એ નથી કે, તેના 1 અબજથી વધુ એક્ટિવ યુઝર્સ છે. Telegramમાં આ વર્ષની શરૂઆતમાં આશરે 500 મિલિયન મંથલી એક્ટિવ યુઝર્સ હતા. જોકે, વ્હોટ્સએપ તેની અપડેટ કરેલી ટર્મ એન્ડ કન્ડિશન બાબતે કેટલાક વિવાદોમાં ફસાઈ ગયા પછી Telegramના યુઝર્સમાં વધારો થયો છે. 2021ના પ્રથમ ભાગમાં ટેલિગ્રામના 214.7 મિલિયન ઈન્સ્ટોલ થયા હતા. જે ગત વર્ષની સરખામણીએ 61 ટકા વધુ હતા.

આ પણ વાંચો- China News: ચીનના બાળકો હવે અઠવાડિયામાં 3 કલાકથી વધુ ઓનલાઇન ગેમ નહીં રમી શકે, જાણો કેમ બદલાયો નિયમ

સમયાંતરે અપડેટ મળ્યા

આખા વર્ષ દરમિયાન Telegramમાં યુઝર્સને અપડેટ્સ પ્રાપ્ત થયા છે. તાજેતરમાં જ ગ્રુપ વિડીયો કોલ્સ, સ્ક્રીન શેરિંગ અને એનિમેટેડ બેકગ્રાઉન્ડને સપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. માર્ચમાં ક્લબહાઉસ ટ્રેન્ડને અનુસરીને Telegramએ વોઈસ ચેટ્સ સર્વિસ ઉમેરી હતી.

1 અબજ વખત ડાઉનલોડ થઈ હોય તેવી આ 15મી એપ્સ

1 અબજથી વધુ વખત ડાઉનલોડ થઈ હોય તેવી એપ્સમાં Telegramનો ક્રમ 15મો છે. વ્હોટ્સએપ, મેસેન્જર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, જેવી એપ્લિકેશન આ યાદીમાં છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Technology news, Telegram, Whatsapp

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन