Telegramએ એડ કર્યા નવા ફીચર્સ, સેન્ડ કરી શકાશે વિડીયો મેસેજ, જાણો સમગ્ર પ્રોસેસ

Telegramએ એડ કર્યા નવા ફીચર્સ, સેન્ડ કરી શકાશે વિડીયો મેસેજ, જાણો સમગ્ર પ્રોસેસ
Telegram પર કેવી રીતે મોકલશો વીડિયો મેસેજ અને મલ્ટીપલ પ્રોફાઇલ ફોટો કેવી રીતે મૂકશો? ટેક્સ્ટ પણ કરી શકો છો એડિટ

Telegram પર કેવી રીતે મોકલશો વીડિયો મેસેજ અને મલ્ટીપલ પ્રોફાઇલ ફોટો કેવી રીતે મૂકશો? ટેક્સ્ટ પણ કરી શકો છો એડિટ

  • Share this:
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) ટેલિગ્રામ (Telegram) દ્વારા યુઝર્સ વિડીયો (Users Video), ફોટોઝ (Photos) અને અન્ય ડૉક્યુમેન્ટ્સ (Documents) અન્ય યુઝર્સને સેન્ડ કરી શકે છે. વ્હોટ્સેપ (WhatsApp)ની નવી પ્રાઇવસી પોલિસી આવી ત્યારબાદથી ટેલિગ્રામના ઉપયોગમાં વધારો થયો છે. આ વર્ષે આ એપના ઘણી વાર વધુ ડાઉનલોડ થઇ રહ્યા છે. સેન્સર ટાવરના એક અહેવાલ મુજબ, 2021ના પ્રથમ ચાર મહિનામાં ટેલિગ્રામના યુઝર્સમાં 98 ટકા વધારો થતાં કુલ 161 મિલિયન યુઝર્સ થયા છે. આ દરમિયાન જાન્યુઆરીથી એપ્રિલમાં વ્હોટ્સએપના યુઝર્સમાં વિશ્વભરમાં 43% ઘટાડો થયો છે.

ત્યારે ટેલિગ્રામે તેના યુઝર્સ માટે એપમાં કેટલાક નવા ફીચર શામેલ કર્યા છે, જેને લઈને યુઝર્સની સંખ્યા વધી રહી છે. આ ફીચર્સમાં વિડીયો મેસેજનો પણ સમાવેશ થાય છે. યુઝર ટેલિગ્રામ પર ચેટ દરમિયાન વિડીયો મેસેજ મોકલી શકે છે. ટેલિગ્રામ યુઝર્સને તેમના દ્વારા અનેક વખત મોકલાયેલા ટેક્સ્ટ મેસેઝ એડિટ કરવાની સુવિધા પણ આપી રહ્યું છે.



આ પણ વાંચો, ગંગામાં વહેતા લાકડાના બોક્સમાંથી મળી માસૂમ બાળકી, નવજાતની સાથે મૂકી હતી કુંડળી

સાથે જ યુઝરને એક સાથે એકથી વધુ પ્રોફાઈલ પિક્ચર સેટ કરવાનો વિકલ્પ પણ આપે છે. અહીં તમને જણાવીશું કે ટેલિગ્રામના આ ફીચર્સનો ઉપયોગ કેવી રીતે કરવો.

વિડીયો મેસેજ કેવી રીતે સેન્ડ કરવો?

- સૌથી પહેલાં ટેલિગ્રામ એપ ખોલો.
- ટેલિગ્રામમાં કોઈપણ ચેટ પર જાઓ.
- માઇક પર ટેપ કરો અને કેમેરા મોડ ખોલો.
- કેમેરા આઈકનને ટેપ કરી, હોલ્ડ કરો અને વિડીયો રેકોર્ડ કરો.
- વિડીયોના અંતે આઈકોન છોડો અને પોતાનો વિડીયો મેસેજ સેન્ડ કરી દો.

આ પણ વાંચો, Reliance Jioનો વધુ એક ધમાકો, લૉન્ચ કર્યું ‘જિયોફાઇબર પોસ્ટપેડ’

ટેલિગ્રામ પર થીમ કેવી રીતે લગાવશો?

ટેલિગ્રામ પર ઘણી લાઈટ મોડથી લઈને ડાર્ક મોડ સુધીની ઘણી થીમ્સ છે.

- ડાબી બાજુના મેનુ આઇકન અથવા 3 ડોટ્સ પર ટેપ કરો.
- પછી સેટિંગ્સ પર ટેપ કરો.
- નીચે ડિસ્પ્લેનો વિકલ્પ મળશે, તેના પર ટેપ કરો અને ડિસ્પ્લે થિમ પસંદ કરો.
- તમારી પસંદ મુજબ થીમ પસંદ કરો અને સેટ કરો.
એક કરતા વધારે પ્રોફાઇલ ફોટો કેવી રીતે લગાવશો?
- ટેલિગ્રામ સેટિંગ્સ ખોલો.
- ફોટો લેવા માટે કેમેરા આઇકોન પર ટેપ કરો.
- થોડા સમય સુધી આઇકન પર ટેપ કરો અને ફોન ગેલેરીથી ફોટોઝ પસંદ કરો.

ટેલિગ્રામ પર ટેક્સ્ટ એડિટ અને ડિલીટ કેવી રીતે કરવા?

- જે મેસેજ એડિટ કરવા માંગતા હોય તેના પર ટેપ કરો.
- અહીં યુઝરને પેન્સીલના આકરનું આઇકન જોવા મળશે, જેની મદદથી યુઝર ટેક્સ્ટ એડિટ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આઇફોન યુઝરને ટેક્સ્ટ પર ટેપ કરીને એડિટ કરવાની સુવિધા મળે છે.
- ટેક્સ્ટને એડિટ કર્યા બાદ પછી ચેકમાર્ક પર ક્લિક કરો.
Published by:News18 Gujarati
First published:June 16, 2021, 12:48 pm

ટૉપ ન્યૂઝ