Instagram shuts down Boomerang: ઇન્સ્ટાગ્રામે બૂમરેંગને 2014માં લોન્ચ કર્યું અને યુઝર્સને 10 શોટ્સથી મિની વિડીયો બનાવવાની સુવિધા આપી હતી. 301 મિલિયન લાઇફટાઈમ ગ્લોબલ ડાઉનલોડ સાથે બૂમરેંગ એક ફેમસ એપ હતી અને લોકો તેને હટાવવાના સમયે પણ ડાઉનલોડ કરી રહ્યા હતા.
Instagram shuts down Boomerang: IGTV એપ્લિકેશન માટે સપોર્ટ બંધ કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ (Instagram)એ યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. એપએ પોતાના સ્ટેન્ડઅલોન બૂમરેંગ (Bomerang) ઉપરાંત Appleના એપ સ્ટોર અને Google Play પરથી હાઇપરલેપ્સ એપ્સ (Hyperlapse Apps)ને પણ રિમૂવ કરી નાખી છે. ઇન્સ્ટાગ્રામના સ્પોક્સપર્સન ક્રિસ્ટીન પઇ (Christine Pi)એ ધ વર્જને આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે, ‘અમે મુખ્ય એપ પર પોતાના એફર્ટને વધારવા માટે સ્ટેન્ડઅલોન બૂમરેંગ અને હાઇપરલેપ્સ એપ્સ માટે સપોર્ટ હટાવી દીધો છે. સ્ટોરીઝ અને બૂમરેંગ હજુ પણ ઇન-એપ સપોર્ટેડ છે અને લેઆઉટ સ્ટોરમાં એક સ્ટેન્ડઅલોન એપ બનેલી છે. અમે લોકોના ક્રિએટીવ હોવાની અને ઇન્સ્ટાગ્રામ પર એન્જોય કરવાની નવી રીતો પર કામ કરવાનું ચાલુ રાખશું.’
ઇન્સ્ટાગ્રામે બૂમરેંગને 2014માં લોન્ચ કર્યું અને યુઝર્સને 10 શોટ્સથી મિની વિડીયો બનાવવાની સુવિધા આપી હતી. 301 મિલિયન લાઇફટાઈમ ગ્લોબલ ડાઉનલોડ સાથે બૂમરેંગ (Boomerang Instagram) એક ફેમસ એપ હતી અને લોકો તેને હટાવવાના સમયે પણ ડાઉનલોડ કરી રહ્યા હતા.
2014માં રજૂ થયેલ હાઇપરલેપ્સ યુઝર્સને પ્રોફેશનલ દેખાતા ટાઈમ-લેપ્સ (Time-lapse) વિડીયો બનાવવાની સુવિધા આપતું હતું અને ખાસ તો ઇફેક્ટીવ વિડીયો ઇમોબિલાઈઝેશન રજૂ કરતું હતું. આ વચ્ચે ઇન્સ્ટાગ્રામ ફીડમાં વિડીયો માટે ઓટોમેટિક કેપ્શન રજૂ કરી રહ્યું છે. આ ક્રિએટિવ માટે પણ ડિફોલ્ટ રીતે એનેબલ હશે.
ઓટો-જનરેટેડ કેપ્શન શરૂઆતમાં ‘સિલેક્ટેડ’ ભાષાઓમાં ઉપલબ્ધ થશે પરંતુ ઇન્સ્ટાગ્રામ તેમને વધુ ભાષાઓમાં ડિલીવર કરવાની અપેક્ષા રાખે છે. કેપ્શન પાછળનું એઆઈ (AI) ફ્લોલેસ નહીં હોય. જો કે, ઇન્સ્ટાગ્રામને ક્વોલિટીમાં સુધારો ચાલુ રહેવાની અપેક્ષા છે કારણકે એઆઈ લર્ન કરે છે.
આ ઉપરાંત સાંભળી ન શકતા કે ઓછું સાંભળતા યુઝર્સ માટે એક્સેસમાં સુધારો થવો જોઈએ, જેમની પાસે સ્પોકન-વર્ડ વિડીયો માટે વધુ વિકલ્પ હશે. મેકર્સને ઓટો કેપ્શન જોડવાની જરૂર રહેશે નહીં. જો કે, Instagramએ પણ નોંધ્યું છે કે આનાથી તે લોકોને મદદ મળવી જોઈએ જે ફક્ત સાઉન્ડ સાથે વિડિઓ જોવાનું પસંદ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર