Telegramના નોટિફિકેશન ફીચરથી પરેશાન છો? આ Settingsને ઓફ કરીને મેળવો છુટકારો

આ સરળ સ્ટેપ્સ અપનાવીને ટેલિગ્રામ નોટિફિકેશનના ત્રાસથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો

આ સરળ સ્ટેપ્સ અપનાવીને ટેલિગ્રામ નોટિફિકેશનના ત્રાસથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો

  • Share this:
    વોટ્સએપ (WhatsApp)ની નવી પોલિસી આવ્યા બાદ કેટલાક લોકો તેને પસંદ નથી કરી રહ્યા. એવામાં સિક્યુરિટી માટે લોકો સિગ્નલ (Signal) અને ટેલિગ્રામ (Telegram)ની તરફ જઈ રહ્યા છે. પરંતુ ટેલિગ્રામ એપ (Telegram App)માં કેટલાક એવા ફીચર્સ છે, જે ઘણી વાર પરેશાન કરે છે. ઘણા બધા લોકો ફોનના નકામા નોટિફિકેશન (telegram notification)થી ખૂબ પરેશાન રહે છે, અને આ મામલામાં ટેલિગ્રામ આપની મુશ્કેલીઓને વધારી દે છે.

    ટેલિગ્રામમાં જ્યારે પણ કોઈ નવા યૂઝર જોઇન કરે છે, દરેક વખતે તેનું નોટિફિકેશન મળે છે. એટલે કે જો આપના ફોનમાં 230 લોકોના કોન્ટેક્ટ છે, અને એક દિવસમાં કોઈ 5 લોકો ટેલિગ્રામ ઇન્ટોેcલ કરે છે તો આપના ફોનમાં તે તમામના નોટિફિકેશન આવે છે. આ ઉપરાંત તેમાં નવા કોન્ટેક્ટની ચેટ વિન્ડો ટેલિગ્રામમાં ઓપન થઈ જાય છે.

    આ પણ વાંચો, મોંઘવારી! તેલ, સાબુ અને ટૂથપેસ્ટના વધવાના છે ભાવ, જાણો શું છે કારણ

    પરંતુ સારી વાત એ છે કે યૂઝર્સ આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે એન્ડ્રોઇડ અને એપલમાં સેટિંગ્સ આપવામાં આવ્યા છે. તેના માટે આપને કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

    - તેના માટે સૌથી પહેલા Telegram ઓપન કરીને સ્રીિ નની નીચે આપેલા નેવિગેશન ટેબમાંથી Settingsમાં જાઓ.
    - ત્યારબાદ Notifications and Soundમાં જાઓ, ત્યાર બાદ નીચે સ્ક્રોલ કરીને New Contact પર ટેપ કરો.
    - અહીં Toggle Off કરો. (ધ્યાન રહે કે આ ગ્રીન કલરમાં ન હોય પરંતુ ગ્રે કલરમાં રહે.)

    આ પણ જુઓ, Viral Video: ટ્રક ખીણમાં ખાબકી, બહાર કાઢવા ગામ લોકોએ અજમાવી આ વિશેષ યુક્તિ

    - ત્યારબાદ આપને નવા કોન્ટેક્ટના જોઇન થવાનું નોટિફિકેશન મળવાનું બંધ થઈ જશે. જોકે તેનાથી ચેટ સિંક થવાનું બંધ નહી; થાય, એટલે કે ચેટ ઓપન કરતાં આપને નવું ચેટ બોક્સ દેખાશે. ટેલિગ્રામને હકીકતમાં પોતાના કોન્ટેક્ટ સિન્કિંગને અપગ્રેડ કરવાની જરૂર છે અને એ પણ જોવાનું છે કે નવા કોન્ટેક્ટ નોટિફિકેશનને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે.
    Published by:Mrunal Bhojak
    First published: