ટેલીગ્રામ (Telegram)એ પોતાના મેસેજિંગ પ્લેટફોર્મ (Messaging Platform Telegram) માટે નવા અપડેટ રજૂ કર્યા છે. તેની સાથે યૂઝર્સ માટે અનેક નવા ફીચર્સ પણ આવ્યા છે. નવા ફીચર્સમાં સૌથી ખાસ ફીચર વિશે વાત કરીએ તો હવે ગ્રુપ વીડિયો કોલમાં 1000 સુધી પાર્ટિસિપન્ટ્સ (યૂઝર્સ) જોડાઈ શકે છે. આ ઉપરાંત ટેલિગ્રામ પર હવે યૂઝર્સ સ્નેપચેટની જેમ ‘video messages’ને હાઇ ક્વોલિટીમાં રેકોર્ડ પણ કરી શકશે. સાથોસાથ રેગ્યૂલર વીડિયોને યૂઝર્સ 0.5 કે 2x સ્પીડ પર જોઈ શકે છે.
તેમાં વીડિયો કોલ્સ માટે સાઉન્ડની સાથે સ્ક્રીન શેરિંગને પણ જોડવામાં આવ્યું છે. આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને એવું સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ ટેલિગ્રામનું લેટેસ્ટ વર્ઝન ઉપયોગ કરી રહ્યા છે.
વાત કરીએ ગ્રુપ વીડિયો કોલની તો કંપનીનું કહેવું છે કે 30 લોકો સુધી બ્રોડકાસ્ટ વીડિયો રૂમ અને સ્રી કનની સાથે કરી શકાય છે. અને બીજી તરફ હજાર પાર્ટિસિપન્ટ્સ, વીડિયો સ્ટ્રીમિંગના માધ્યમથી જોઈ શકાય છે. આ ફીચરનો ઉદ્દેશ્ય e-learning અને બાકી ઓનલાઇન કોમ્યનિકેશનને સરળ બનાવવાનો છે.
ગ્રુપ વીડિયો કોલ શરુ કરવા માટે સૌથી પહેલા કોઈ પણ ગ્રુપને ઇન્ફો પેજ પર વોઇસ ચેટ ક્રિએટ કરો, અને પછી વીડિયોને ઓન કરી દો. Telegram એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી યૂઝર્સ વીડિયો, ફોટોઝ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મોકલે છે.
Telegram એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી યૂઝર્સ વીડિયો, ફોટોઝ અને અન્ય દસ્તાવેજ મોકલે છે. ટેલીગ્રામે હાલમાં યૂઝર્સ માટે કંઈક ખાસ ફીચરને સામેલ કર્યા છે, જેને કારણે યૂઝર્સ ટેલીગ્રામ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. આ ફીચર્સમાં વીડિયો મેસેજ મોકલવા સામેલ છે, જે ખુબ જ નાના વીડિયો છે જેને યૂઝર ટેલીગ્રામ પર ચેટ કરતી વખતે મોકલી શકે છે.
" isDesktop="true" id="1120302" >
ટેલીગ્રામ યૂઝર્સને તેમના દ્વારા અનેકવાર મોકલવામાં આવેલા ટેક્સ્ટ મેસેજને એડિટ કરવાની સુવિધા પણ આપે છે. તેની સાથે જ ટેલીગ્રામમાં યૂઝરને એકથી વધુ પ્રોફાઇલ પિક્ચર સેટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર