Home /News /tech /WhatsApp ની બોલતી બંધ કરી દેશે Telegram, એપમાં જોવા મળ્યા આ જોરદાર ફિચર્સ, લોકો કરી રહ્યા છે ડાઉનલોડ

WhatsApp ની બોલતી બંધ કરી દેશે Telegram, એપમાં જોવા મળ્યા આ જોરદાર ફિચર્સ, લોકો કરી રહ્યા છે ડાઉનલોડ

સ્માર્ટફોનનો યુઝ ખૂબ વધી ગયો છે.

Telegram Update: દરેક લોકોના ફોનમાં વોટ્સએપ તમને જોવા મળે છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે ટેલિગ્રામમાં આ ધાંસૂ ફિચર્સને કારણે લોકો ધડાધડ ડાઉનલોડ કરી રહ્યા છે. આ ફિચર્સ જાણીને તમે પણ ડાઉનલોડ કરી લેશો.

Telegram Update: વોટ્સએપ એક પોપ્યુલર મેસેજિંગ એપ છે. મોટાભાગના લોકોના ફોનમાં તમને વોટ્સએપ જોવા મળશે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે ટેલિગ્રામ હવે વધારે પાછળ નથી. વોટ્સએપનને પણ હવે મોટી ટક્કર આપી શકે છે. ટેલિગ્રામ એપમાં ધાંસૂ ફિચર્સને કારણે અનેક લોકો ધડાધડ ડાઉનલોડ કરી રહ્યા છે. આમ કહી શકાય કે ટેલિગ્રામના આ જોરદાર ફિસર્ચને કારણે વોટ્સએપની બોલતી બંધ થઇ શકે છે. અનેક પ્રકારની સુવિધાઓને પૂરજોશમાં ટેલિગ્રામ એપ લોકો ડાઉનલોડ કરી રહ્યા છે.

આ પણ વાંચો:આ કૂલરની સામે મોંધા એસી પણ નહીં ટકી શકે

Power saving mode


લેટેસ્ટ અપડેટની સાથે ટેલીગ્રામ પાવડર સેવિંગ મોડમાં અપગ્રેડ કર્યુ છે. અપડેટ પછી તમારી બેટરીના એક નિશ્વિત % ટકા પહોંચવા પાર પાવર સેવિંગ મોડને ઓટમેટિકલી ચાલુ કરવા માટે સેટ કરી શકો છો. તમને જણાવી દઇએ કે યુઝર્સને વોટ્સએપમાં આ પ્રકારના ફિચર્સ મળતા નથી.

આ માટે તમારે ટેલિગ્રામના સેટિંગમાં જવાનું રહેશે. પછી પાવર સેવિંગમાં પાવર સેવિંગ મોડને ટોગલ કરવુ પડશે. આ નથી તો તમે ઓટોપ્લે, એનિમેશ અને ઇફેક્ટ્સ માટે અલગ-અલગ સેટિંગ્સ પણ કરી શકો છો.

આ પણ વાંચો:જાણો અહીં..કયુ વોશિંગ મશીન તમારા માટે બેસ્ટ છે

Playback speed


ટેલિગ્રામ યુઝર્સ વીડિયો. પોડકાસ્ટ, અવાજ અને વિડીયો મેસેજની પ્લેબેક સ્પીડને બદલી શકશો. હવે તમે 0.2x–2.5x ની વચ્ચે તમે પણ કોઇ પણ સ્પિડની પસંદગી કરીને 2x બટર દબાવીને વધારે સુવિધાઓ મેળવી શકો છો.

Read time


ટેલિગ્રામના જે ગ્રુપમાં 100થી ઓછા મેમ્બર છે એમાં તમને રીડ રીસિપ્ટ જોવા મળશે. એટલે કે આ પરથી તમે જાણી શકો છો કે મેસેજ કયા લોકોએ વાંચી લીઘો છે.


Auto-send invite links


ટેલિગ્રામ યુઝર્સ હવે એ કંટ્રોલ કરી શકે છે કે એમને કયા ગ્રુપમાં જોઇન્ટ થવુ છે અને કયા ગ્રુપમાં નહીં. આમ, તમે કોઇ રેસ્ટ્રિક્સ વ્યક્તિને ઇનવાઇટ કરી રહ્યા છો તો હવે તમે એમને એક મેસેજના રૂપમાં એક ઇન્વાઇટ લિંક મોકલી  શકો છો.
First published:

Tags: Technology news, Telegram, WhatsApp Account