WhatsApp પોલિસી વિવાદથી Telegram થયો ફાયદો, એશિયામાં સબ્સક્રાઇબર 50 કરોડને પાર

છેલ્લા 72 કલાકમાં Telegram સાથે 2.5 કરોડ નવા યૂઝર જોડાયા, નવા યૂઝર્સમાં 38 ટકા એશિયાથી

છેલ્લા 72 કલાકમાં Telegram સાથે 2.5 કરોડ નવા યૂઝર જોડાયા, નવા યૂઝર્સમાં 38 ટકા એશિયાથી

  • Share this:
    નવી દિલ્હીઃ વોટ્સએપ (WhatsApp)ની નવી પ્રાઇવસી પોલિસી બાદ સતત હોબાળો મચેલો છે. નવી પોલિસીથી ગુસ્સે ભરાયેલા લોકો વોટ્સએપ છોડીને બીજી મેસેજિંગ એપ તરફ વળી રહ્યા છે. આ વિવાદની વચ્ચે મેસજિંગ સર્વિસ ટેલિગ્રામ (Telegram)ને ફાયદો થયો છે. ટેલિગ્રામના સબ્સક્રાઇબરની સંખ્યા 50 કરોડને પાર જતી રહી છે.

    72 કલાકમાં જોડાયા 2.5 કરોડ નવા યૂઝર્સ

    ટેલિગ્રામે એક નિવેદનમાં જણાવ્યું કે છેલ્લા 72 કલાકમાં તેમની સાથે 2.5 કરોડ નવા યૂઝર જોડાયા છે. તેમણે કહ્યું કે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં તેમના કુલ સબ્સક્રાઇબર 50 કરોડને પાર જતા રહ્યા અને સતત વધી રહ્યા છે.

    આ પણ વાંચો, Telegramના નોટિફિકેશન ફીચરથી પરેશાન છો? આ Settingsને ઓફ કરીને મેળવો છુટકારો

    જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે તેને ભારતમાં કેટલા નવા યૂઝર મળ્યા છે. તેમણે કહ્યું કે તેમના નવા યૂઝર્સમાં 38 ટકા એશિયાથી છે. આ ઉપરાંત યૂરોપથી 27 ટકા, લેટિન અમેરિકાથી 21 ટકા અને પશ્ચિમ એશિયા તથા ઉત્તર આફ્રિકાથી 8 ટકા નવા યૂઝર્સ આવ્યા છે. સેન્સર ટાવરના આંકડાઓના હવાલાથી કેટલાક અખબારોમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 6થી 10 જાન્યુઆરી દરમિયાન ટેલિગ્રામને 15 લાખ નવા ડાઉનલોડ મળ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, ભારત દુનિયાનું સૌથી મોટું દૂરસંચાર બજાર અને ડેટાનો ઉપયોગ કરે છે. દેશમાં 30 ઓક્ટોબર 2020 સુધી કુલ 117 કરોડથી વધુ ટેલીફોન કનેક્શન, જેમાં 115 કરોડ મોબાઇલ કનેક્શન હતા.

    આ પણ વાંચો, SpiceJetની શાનદાર ઓફરઃ માત્ર 899 રૂપિયામાં કરો હવાઈ યાત્રા, ઉઠાવો ઓફરનો લાભ

    શું છે WhatsAppની નવી પોલિસી?

    હાલમાં જ વોટ્સએપે (WhatsApp) પોતાની પ્રાઇવસી પોલિસીને અપડેટ કરી છે. આ પ્રાઇવસી પોલિસી 8 ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે. વોટ્સએપે તેમાં જણાવ્યું કે તેઓ કેવા યૂઝર્સને ડેટાને પ્રોસેસ કરે છે અને તેમને (ડેટાને) ફેસબુકની સાથે કેવી રીતે શૅર કરે છે. અપડેટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વોટ્સએપની સર્વિસનો ઉપયોગ ચાલુ રાખવા માટે યૂઝર્સને 8 ફેબ્રુઆરી 2021 સુધી નવી શરતો તથા નીતિ (New Terms and Policy)થી સહમત થવું પડશે.
    Published by:Mrunal Bhojak
    First published: