Home /News /tech /ટેલિકોમ કંપનીને યુઝરનો મોબાઇલ નંબર બ્લોક કરવાનું ભારે પડ્યું, હવે ભરવો પડશે 50 હજાર રૂપિયાનો દંડ! જાણો સમગ્ર મામલો
ટેલિકોમ કંપનીને યુઝરનો મોબાઇલ નંબર બ્લોક કરવાનું ભારે પડ્યું, હવે ભરવો પડશે 50 હજાર રૂપિયાનો દંડ! જાણો સમગ્ર મામલો
આયોગે ટેલિકોમ કંપનીને 50,000 રૂપિયાનો દંડ અને તેના સાત ટકા વ્યાજ કન્ઝ્યુમરને આપવા જણાવ્યું છે. (પ્રતીકાત્મક ફોટો)
Vodafone Fined for Banning Phone Number: વોડાફોને (Vodafone) એક કન્ઝ્યુમરનો નંબર બ્લોક અને બંધ કરી નાખ્યો હતો. કંપનીએ દલીલ કરી હતી કે ગ્રાહકે તેના નંબરનો ઉપયોગ ટેલિમાર્કેટિંગ માટે કર્યો છે. જો કે, આ દલીલને કન્ઝ્યુમર કોર્ટે ફગાવી દીધી હતી.
Vodafone Fined for Banning Phone Number: કન્ઝ્યુમરના મોબાઈલ નંબરને બ્લોક અને બંધ કરવા પર એક ટેલિકોમ કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને વોડાફોન (Vodafone)ને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ ગ્રાહકને ડેમેજ તરીકે આપવો પડશે. કંપની પર આરોપ છે કે તેણે કન્ઝ્યુમરનો નંબર બ્લોક અને બંધ કરી નાખ્યો. કંપનીએ દલીલ કરી હતી કે ગ્રાહકે તેના નંબરનો ઉપયોગ ટેલિમાર્કેટિંગ માટે કર્યો છે. વોડાફોને તેના બચાવમાં જે દલીલ કરી, તેને કન્ઝ્યુમર કોર્ટે ફગાવી દીધી હતી.
એક મીડિયા રિપોર્ટ મુજબ, સુરતના રહેવાસી નિર્મલ કુમાર મિસ્ત્રીને ઓક્ટોબર 2014માં તેમના સર્વિસ પ્રોવાઈડર તરફથી એક મેસેજ મળ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે અમને અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ સર્વિસ તરફથી કોમર્શિયલ/પ્રમોશનલ SMS અને કોલ્સ મળ્યા છે. તમારા ફોન નંબરને ટર્મિનેટ કરવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી. આ પછી એ ગ્રાહકે કંપનીના એક આઉટલેટથી સિમ કાર્ડને બદલી નાખ્યો, પરંતુ તેનાથી પણ કોઈ ફરક પડ્યો નહીં.
ત્યારબાદ ગ્રાહકે કંપનીને લીગલ નોટિસ મોકલી. તેનો જવાબ મળ્યો કે તેમના નંબરનો ઉપયોગ અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ માટે કરવામાં આવી રહ્યો હતો અને કંપનીને ગડબડ થયાની ફરિયાદો મળી હતી. જો કે, ફરિયાદો અંગે જણાવવા માટે કંપનીએ ફક્ત એક નંબર સામે રાખ્યો.
નંબર ડિસ્કનેક્ટ કરવા સામે નિર્મલ કુમાર મિસ્ત્રીએ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ ફોરમ, સુરતનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ એક સોફ્ટવેર ડેવલપર છે અને ટેલીમાર્કેટર તરીકે કામ નથી કરતા. તેમણે કહ્યું કે જ્યારે તેનો નંબર બ્લોક કરવામાં આવ્યો ત્યારે તેને 3.5 લાખ રૂપિયાનું કારોબારી નુકસાન થયું. તેની ભરપાઈ થવી જોઈએ. 2016માં કમિશને તેમની ફરિયાદને ફગાવી દીધી અને કંપનીના બચાવને સ્વીકાર્યો હતો કે ગ્રાહકનો નંબર અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ સર્વિસ તરીકે ઓપરેટ થાય છે. ત્યારપછી નિર્મલ કુમાર મિસ્ત્રીએ સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં ફરિયાદ કરી હતી.
તેમણે કહ્યું કે કોઈના નંબરને બ્લોક કરવા માટે એ વ્યક્તિની ફરિયાદ પણ જરૂરી છે, જેને ટેલિમાર્કેટિંગ સંબંધિત મેસેજ મોકલવામાં આવ્યા હોય. તેમના જણાવ્યા મુજબ વોડાફોન પાસે આવી કોઈ ફરિયાદ નથી આવી. આવા મેસેજ ક્યારેય કોઈને મોકલવામાં આવ્યા ન હતા. કમિશનને ગ્રાહકની દલીલો યોગ્ય લાગી. તેણે વોડાફોનને 50,000 રૂપિયાનો દંડ અને તેના સાત ટકા વ્યાજ કન્ઝ્યુમરને આપવા જણાવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર