ભારતમાં નેટ ન્યૂટ્રેલિટીને મંજૂરી, તમારી જિંદગી પર થશે આવી અસર

News18 Gujarati
Updated: July 12, 2018, 12:14 PM IST
ભારતમાં નેટ ન્યૂટ્રેલિટીને મંજૂરી, તમારી જિંદગી પર થશે આવી અસર
News18 Gujarati
Updated: July 12, 2018, 12:14 PM IST
ટેલિકોમ્યુનિકેશન વિભાગની સર્વોચ્ચ બોડી ટેલિકોમ કમીશને નેટ ન્યૂટ્રેલિટીને લઈ TRAIની ભલામણને મંજૂરી આપી દેવામાં આવી છે. નેટ ન્યૂટ્રેલિટી હેઠળ દરેકને હવે ઓનલાઈન બરાબરનું એક્સેસ મળશે અને કોઈ પણ ભેદભાવ નહીં કરવામાં આવે. માત્ર કેટલાક ક્ષેત્રોને અપવાદ તરીકે નેટ ન્યૂટ્રેલિટીથી બહાર રાખવામાં આવ્યા છે. જેમાં autonomous driving, tele-medicine અથવા remote-diagnostic services. આના માટે હાલની સ્પીડથી ફાસ્ટ ઈન્ટરનેટની જરૂરત પડી શકે છે, જેથી આ ઈમરજન્સી સેવાઓને આ સિસ્ટમથી બહાર રાખવામાં આવી છે.

આ ક્ષેત્રો સિવાય પહેલાની જેમ ટેલિકોમ ઓપરેટર્સ પોતાના યૂઝર્સને ક્લોઝ્ડ ક્મ્યુનિકેશન નેટવર્ક (ઈંટ્રાનેટ) દ્વારા સુવિધા આપવાનું ચાલુ રાખશે. નેટ ન્યૂટ્રેલિટીના સિદ્ધાંતમાં જે પણ વેબસાઈટને ટેલિકોમ ઓપરેટર દ્વારા અલગથી સ્પીડ આપવાનો વિરોધ કરવામાં આવે છે, તે હજુ પણ લાગૂ રહેશે, અને differential pricing regulation પર રોક પહેલાની જેમ જ રહેશે. જેનો મતલબ છે કે, જે પણ ઈંટરનેટ પર ઉપલબ્ધ છે તેના પર કોઈ પણ ટેલિકોમ કંપની પોતાના સબસ્ક્રાઈબર્સ પાસે કોઈ પણ પ્રકારના ખાસ ટાઈ-અપ દ્વારા વધારે પૈસા નહીં લઈ શકે અને તેમને અલગથી ફાસ્ટ સ્પીડ નહી આપી શકે.

જ્યારે તમામ નિયમ તૈયાર થઈ જશે તો ઓપરેટર્સ વિશેષ સેવાઓ માટે ફાસ્ટ ઈટંરનેટ આપી શકશે. પરંતુ આ બધી બાબતમાં એ વસ્તુ પણ ધ્યાન પર આવી છે કે, તે નોર્મલ સર્વિસિસ માટે પણ પર્યાપ્ત બેંડવિથ આપતી રહે. આમ તો સ્પેશ્યલ સર્વિસિસ માટે નોર્મલ સર્વિસિસની સ્પીડ બિલકુલ ધીમી નહીં કરવામાં આવે અને ઈંટરનેટની સ્પીડ અકબંધ રાખવામાં આવશે. સ્પેશ્યલ સર્વિસ એ છે કે, જેની જરૂરિયાત માનવ હિતમાં અને ઈમરજન્સીમાં થશે. ઉદાહરણ રીતે જોઈએ તો, જો ઈંટરનેટથી વાતચીત કરીને ઓપરેશન કરવામાં આવી રહ્યું હોય તો બેંડવિથમાં કોઈ પણ પ્રકારની કટોતી નહીં કરવામાં આવે. આ જ વસ્તુ ડ્રાઈવર વગરની કાર માટે પણ લાગૂ થશે.

એક અન્ય ક્ષેત્ર છે જેને નેટ ન્યૂટ્રેલિટીથી બહાર રાખવામાં આવ્યા છે. જેમ કે, કોન્ટેંટ ડિલિવરી નેટવર્ક. આ ટેલિકોમ કંપનીઓ અને નેટવર્ક ઓપરેટર્સ જેમકે ફેસબુક અને યૂ-ટ્યૂબ વચ્ચે ટાઈ-અપ જેવું છે. Traiએ પોતાની ભલામણોમાં કહ્યું હતું કે, દેશમાં આ નેટવર્ક પર કોંટેટ ખાસુ લોકપ્રિય છે, જેથી આ નેટવર્ક યૂઝર્સ માટે દેશમાં ટેલિકોમ ઓપરેટર્સના સહયોગથી સર્વર સેટ અપ કરી શકે છે, જેથી ક્વોલિટીને વધારવા અને સેવાઓને ફાસ્ટ બનાવવામાં આવી શકે. ઉલ્લેખનીય છે કે, ટેલિકોમ ઓપરેટર્સ અને નેટવર્ક ઓપરેટર્સ વચ્ચે આ એગ્રીમેંટનું પારદર્શી હોવું જરૂરી છે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...