મોટા સમાચારઃ Video Call અને Meeting Appના ઉપયોગ પર લાગી શકે છે ISD ચાર્જ

ટેલીકોમ કંપનીઓએ કહ્યું કે જો કસ્ટમર ઝૂમ, બ્લૂ જીન્સ, જિયો મીટ જેવી ઓનલાઇન વીડિયો કોલ કે મીટિંગ એપ માટે ટોલ-ફ્રી નંબરનો ઉપયોગ નથી કરતા તો તેમનું બિલ આંતરરાષ્ટ્રીય કોલિંગ દરના હિસાબથી આવી શકે છે

ટેલીકોમ કંપનીઓએ કહ્યું કે જો કસ્ટમર ઝૂમ, બ્લૂ જીન્સ, જિયો મીટ જેવી ઓનલાઇન વીડિયો કોલ કે મીટિંગ એપ માટે ટોલ-ફ્રી નંબરનો ઉપયોગ નથી કરતા તો તેમનું બિલ આંતરરાષ્ટ્રીય કોલિંગ દરના હિસાબથી આવી શકે છે

 • Share this:
  નવી દિલ્હીઃ ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ કહ્યું છે કે વીડિયો કોલિંગ દરમિયાન ગ્રાહકોને ISD ચાર્જના હિસાબથી ચાર્જ ચૂકવવો પડી શકે છે. જો તમે પણ વીડીયો કોલ કરો છો તો આપને સાવધાની રાખવાની જરૂર છે. એવામાં ગ્રાહકોને વીડિયો કોલિંગમાં તકેદારી રાખવાની જરૂર છે. ટેલીકોમ કંપનીઓએ કહ્યું છે કે જો કસ્ટમર ઝૂમ (Zoom) અને માઇક્રોસોફ્ટ ટીમ્સ (Microsoft Teams), બ્લૂ જીન્સ (Blue Jeans), જિયો મીટ (Jio Meet) જેવી ઓનલાઇન વીડિયો કોલ (Online Video Call) કે મીટિંગ એપ (Meeting App) માટે ટોલ-ફ્રી નંબરનો ઉપયોગ નથી કરતા તો તેમનું બિલ આંતરરાષ્ટ્રીય કોલિંગ દરના હિસાબથી આવી શકે છે.

  ટેલીકોમ કંપનીઓને આવી રહ્યું છે ઘણું મોટું બિલ

  TRAIના આદેશ બાદ ગ્રાહકોને SMS દ્વારા એલર્ટ મોકલવામાં આવ્યા હતા. ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જણાવી રહી છે કે આ એપ્સમાં ડાયલ-ઇન ફીચરનો ઉપયોગ કરતાં ઇન્ટરનેશનલ નંબરો પર વીડિયો કોલ દરમિયાન ISD ચાર્જ લાગશે. ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ટેલીકોમ કંપનીઓએ ગત થોડા દિવસોમાં સતત ઘણા વધુ બિલ આવવાની ફરિયાદ કરી છે. ત્યારબાદ TRAI એસએમએસ દ્વારા એલર્ટ મોકલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સબ્સક્રાઇકર ડાયલિંગ એટલે કે આઈએસડી ચાર્જ એ હોય છે જે આંતરરાષ્ટ્રીય કોલ કરતા લાગે છે.

  આ પણ વાંચો, યુવકે ઝેર ભેળવેલો આઇસ્ક્રીમ ખવડાવી નાની બહેનની કરી હત્યા, કારણ જાણી પોલીસ ચોંકી ગઈ

  કેવી રીતે લાગે છે ISD ચાર્જ?

  જો કોઈ પોતાના લેપટોપ/ડેસ્કટોપથી લોગ ઇન કરે છે અને બિલ્ટ ઇન ઓડિયોનો ઉપયોગ કરે છે તો તે ઠીક છે પરંતુ જો મોબાઇલ ફોનથી થાય છે તે તેનો ચાર્જ લાગી શકે છે. વીડિયો કોલમાં આઈએસડી ચાર્જથી બચવા માટે લેપટોપ કે ડેસ્કટોપ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરવો જરૂરી છે અને સાથોસાથ બિલ્ટ-ઇન વીડિયોનો ઓપ્શન પણ પસંદ કરવો પડશે.

  આ પણ વાંચો, હેલ્મેટ બનાવતી કંપની Steelbirdએ લૉન્ચ કર્યું હેન્ડ્સ ફ્રી ફેસ શીલ્ડ, જાણો કિંમત અને ફીચર્સ

  જો કોલ સ્માર્ટફોનથી કરવામાં આવે છે અને એક આંતરરાષ્ટ્રીય નંબર કે પ્રીમિયમ નંબર ડાયલ કરવામાં આવે છે, જ્યારે સ્માર્ટફોન એક સેલ્યૂલર નેટવર્ક સાથે જોડાયેલો હોય છે તો ISD ચાર્જ જ લાગશે.
  Published by:Mrunal Bhojak
  First published: