માત્ર SMSથી જાણી શકશો, તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે કે નહીં

News18 Gujarati
Updated: March 6, 2018, 4:41 PM IST
માત્ર SMSથી જાણી શકશો, તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે કે નહીં
સૌથી પહેલા આધારકાર્ડની વેબસાઇટ https://resident.uidai.gov.in પર જાવ. તે પછી UIDAI ના આધાર ઓથેન્ટિફિકેશન હિસ્ટ્રી પેજ પર જાવ. અને પોતાનો આધાર નંબર અને કેપ્ચા કોડ નાંખો.

આ સુવિધા હેઠળ વપરાશકર્તા SMS દ્વારા એ જાણી શકશે કે, તેમનો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયો છે કે નહીં...

  • Share this:
UIDAIએ તમામ દૂરસંચાર કંપનીઓને પોતાના ગ્રાહકોને એવી સુવિધા આપવાનો આદેશ કર્યો છે કે, જેના દ્વારા ગ્રાહક જાણી શકે કે, તેનો નંબર આધાર કાર્ડ સાથે લિંક થયો છે કે નહી.

UIDAIને માનવું છે કે, આ પહેલથી સિમકાર્ડનો દુરઉપયોગ થતાં અટકી જશે. UIDAI સામે એ રીતની ઘટના સામે આવી છે કે, કેટલાક છૂટક વિક્રતા, ઓપરેટર અને દૂરસંચાર કંપનીઓના એજન્ટ નવા સીમ જાહેર કરવા, નંબરોનું પુનસત્યાપન કરવા માટે આદારકાર્ડનો દુઉપયોગ કરી રહ્યા છે અને તે લોકો અન્યના આધારકાર્ડ દ્વારા સીમકાર્ડ આપી રહ્યા છે, અથવા બીજાનું વેરિફિકેશન કરી રહ્યા છે.

UIDAIએ દૂરસંચાર કંપનીઓને ચેતવણી આપી કે, તે લોકો સુનિશ્ચિત કરે કે તેમનો છૂટક વેપારી કે એજન્ટ આ પ્રકારની ગડબડી ના કરે.

આ સુવિધા હેઠળ વપરાશકર્તા SMS દ્વારા એ જાણી શકશે કે, તેમનો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયો છે કે નહીં. આ રીતે એ પણ જાણી શકાશે કે, તેમના આધાર નંબર પર કેટલા મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે, અથવા વેરિફાઈડ છે.

UIDAIએ સીઈઓ અજય ભૂષણને જણાવ્યું કે, તમામ દૂરસંચાર કંપનીઓને 15 માર્ચ સુધીમાં પોતાના તમામ ગ્રાહકોને આ સેવા આપવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે, દેશમાં 1.2 અબજથી પણ વધારે લોકોનું આધાર માટે નામાંકન થઈ ગયું છે. જે 12 આંકડાની વિશિષ્ટ સંખ્યા છે.
First published: March 6, 2018, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading