Home /News /tech /સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવતા ટીનેજર્સ હોઈ શકે છે સાઇબર બુલિંગમાં શામેલ: સ્ટડી

સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવતા ટીનેજર્સ હોઈ શકે છે સાઇબર બુલિંગમાં શામેલ: સ્ટડી

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

સંશોધકોનું કહેવું છે કે, જ્યારે કિશોરો ઓનલાઇન હોય છે અને પોતાના મિત્રો સાથે વાત કરતા હોય છે, ત્યારે તેઓ સામાજિક માનદંડોથી અલગ વ્યવહાર કરે છે.

    નવી દિલ્હી: અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો કિશોરો ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને ટીકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સમય વિતાવતા હોય તો તેઓ સાઇબર બુલિંગમાં શામેલ હોઈ શકે છે. જર્નલ ઑફ ચાઈલ્ડ એન્ડ એડોલસેન્ટ કાઉન્સેલિંગમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ, વધુ સોશિયલ મીડિયાની લત, સોશિયલ મીડિયા પર વિતાવેલો વધુ સમય અને તેમની પુરુષ તરીકેની તેમની ઓળખથી કિશોરો પર સાઇબર બુલિંગના ગુનાનો અંદાજ લગાવાયો છે.

    યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના પ્રોફેસર અને સંશોધક અમાંડા જિયોર્ડનોએ કહ્યું કે, 'ઘણા લોકો એવા છે જેઓ ગુમનામીના કારણે ઓનલાઇન સાઇબર બુલિંગ કરતા થયા છે. જોકે, આ તથ્યનો કોઈ પ્રતિકાર નથી.' આ કિશોરો સંજ્ઞાત્મક વિકાસમાં છે. આ દરમિયાન આપણે તેમને એવી ટેક્નોલોજીમાં ધકેલી રહ્યા છીએ, જેમાં આખી દુનિયા દર્શક છે અને બાદમાં આપણે તેમની પાસેથી સારી આશા રાખીએ છીએ.

    આ પણ વાંચો: 1 રૂપિયાનો આવો સિક્કો તમને બનાવી શકે છે કરોડપતિ! ફટાફટ તમારું કલેક્શન તપાસી લો

    ઉલ્લેખનીય છે કે, સાઇબર બુલિંગ ઘણા પ્રકારનું હોય છે. તેમાં પર્સનલ એટેક, ઉત્પીડન અથવા ભેદભાવ, માનહાનિપૂર્ણ જાણકારી ફેલાવવી, લોકોને ઓનલાઇન ખોટી જાણકારી આપવી, કોઈની વ્યક્તિગત માહિતી ફેલાવવી, સામાજિક બહિષ્કાર અને સાઇબર સ્ટોકિંગનો સમાવેશ થાય છે.

    આ અભ્યાસ માટે સંશોધકોએ 13થી 19 વર્ષની વયના 428 કિશોરોનું સર્વેક્ષણ કર્યું. જેમાંથી 50% એટલે કે 214 કિશોરીઓ હતી, 49.1% એટલે કે 210 કિશોરો અને 0.9% એટલે કે 4 અન્ય કિશોર વયના લોકો હતા. સંશોધકોનું કહેવું છે કે, જ્યારે કિશોરો ઓનલાઇન હોય છે અને પોતાના મિત્રો સાથે વાત કરતા હોય છે, ત્યારે તેઓ સામાજિક માનદંડોથી અલગ વ્યવહાર કરે છે. મોટાભાગે તેઓ સોશિયલ મીડિયા પર વધુ પડતા આક્રમક હોય છે, કારણ કે તેઓ ગુમનામીને કારણે ઓનલાઇન હોય છે અને તેમની પાસે બદલાથી બચવાની ક્ષમતા હોય છે.

    આ પણ વાંચો: સુરત: 10 લોકોની ટોળકીએ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો, બ્લેકમેલ કરી 1.26 પડાવી લીધા
    " isDesktop="true" id="1085059" >

    આ પણ વાંચો: રાજકોટ: AC કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટને કારણે આગ ભભૂકી, આગાસી પર કપડાં સૂકવતી ગૃહિણી થયા ભડથું

    એટલું જ નહીં આ પ્રકારના બિહેવિયરમાં સાઇબર ગુનેગારોને ઓછો પસ્તાવો થાય છે, કારણ કે તેઓ પોતાના કામનો પ્રત્યક્ષ પ્રભાવ નથી જોઈ શકતા કે નથી અનુભવી શકતા. ઉલ્લેખનીય છે કે, આ અભ્યાસ દરમિયાન તેમાં ભાગ લેનારા લોકોએ દિવસના લગભગ 7 કલાક ઓનલાઇન વિતાવ્યા હતા. જેમાં પ્રતિદિવસ લગભગ તેમણે સરેરાશ 12 કલાક ઓનલાઇન વિતાવ્યા હતા. અધ્યયનમાં જાણવા મળ્યું કે, મહિલા કિશોરીઓ કરતા પુરુષ કિશોરો સાઇબર ગુનાઓમાં વધુ સંડોવાયેલા હોય છે.
    First published:

    Tags: CYBER CRIME, Instagram, Internet, Research, Social media, Tiktok, અભ્યાસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો