Tecno Phantom X: એપ્રિલમાં ભારત આવી રહ્યો છે Tecno નો પ્રીમિયમ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
Tecno Phantom X: એપ્રિલમાં ભારત આવી રહ્યો છે Tecno નો પ્રીમિયમ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
Tecno Phantom X એપ્રિલમાં ભારત આવી શકે છે.
Tecno Phantom X ફોનને ગ્લોબલી ગયા વર્ષે જૂનમાં રજૂ કરવામાં આવ્યો હતો, અને એવું માનવામાં આવે છે કે તે ભારત (India)માં પણ એ જ RAM અને સ્ટોરેજ વેરિઅન્ટ સાથે આવશે. તેને સમર સનસેટ અને સ્ટારી નાઇટ બ્લુ કલરમાં રજૂ કરવામાં આવશે.
Tecno Phantom X India: ટેક્નો (Tecno) તેનો નવો ફોન ફેન્ટમ X (Phantom X) ભારતમાં એપ્રિલ 2022 એટલે કે આ મહિને લાવી શકે છે. આ કંપનીનો પહેલો પ્રીમિયમ ફોન છે, જેમાં 50 મેગાપિક્સલનો કેમેરા અને 48 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. PassionateGeekzના નવા અહેવાલ મુજબ, Tecno Phantom X બે કલર ઓપ્શન - સમર સનસેટ અને સ્ટારી નાઇટ બ્લુમાં રજૂ કરવામાં આવશે.
Tecno Phantom X Price and Storage
આ ફોનને ગ્લોબલી ગયા વર્ષે જૂનમાં રજૂ કરવામાં આવ્યો હતો, અને એવું માનવામાં આવે છે કે તે ભારત (India)માં પણ એ જ RAM અને સ્ટોરેજ વેરિઅન્ટ સાથે આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં તેના 8GB + 256GB વેરિઅન્ટની કિંમત 25,000 રૂપિયાની આસપાસ રાખવામાં આવશે. જણાવી દઈએ કે Tecno Phantom Xનું ગ્લોબલ વેરિઅન્ટ 8GB LPPDDR4x RAM અને 256GB UFS 2.1 સ્ટોરેજ સાથે આવે છે.
Tecno Phantom Xમાં 6.7-ઇંચની AMOLED ડિસ્પ્લે અને ડ્યુઅલ સેલ્ફી કેમેરા સિસ્ટમ હશે. તે કર્વ્ડ એજ ડિઝાઇન સાથે આવે છે. તેની સ્ક્રીન ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે આવે છે. આ ફોન HiOS ફ્લેવર વાળા Android 11 OS પર કામ કરે છે. Phantom X MediaTek Helio G95 ચિપસેટ, 8 GB RAM સાથે આવે છે.
મળશે ડ્યુઅલ સેલ્ફી કેમેરા (Tecno Phantom X Camera)
કેમેરાની વાત કરીએ તો Tecno Phantom Xના રિયર પેનલમાં લેસર ઓટોફોકસ સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા મળે છે. તે એક13-મેગાપિક્સલ ટેલિફોટો કેમેરા સાથે 2x ઓપ્ટિકલ ઝૂમ, એક 8-મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ કેમેરા અને ક્વોડ-એલઇડી ફ્લેશ સાથે રજૂ થવાની શક્યતા છે. સેલ્ફી માટે તેમાં 48-મેગાપિક્સલનો પ્રાઇમરી સેલ્ફી કેમેરા અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં હશે.
પાવર માટે, Tecno Phantom Xમાં 4700mAhની બેટરી(Tecno Phantom X Battery) આપવામાં આવશે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. ટેકનોના આ ફોનમાં સિક્યોરીટી માટે ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવશે. કનેક્ટિવિટી ઓપ્શન્સની વાત કરીએ તો તેમાં 4G VoLTE, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi 802.11, બ્લૂટૂથ 5, GPS + GLONASS અને USB Type-Cનો સમાવેશ થાય છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર