5,499 રુપિયામાં લોન્ચ થયા આ સ્માર્ટફોન, સાથે 799ના બ્લૂટૂથ હેડફોન ફ્રી

ટેક્નોએ ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જાણો આ ફોનની વિશેષતાઓ અને કિંમત.

News18 Gujarati
Updated: August 29, 2019, 5:08 PM IST
5,499 રુપિયામાં લોન્ચ થયા આ સ્માર્ટફોન, સાથે 799ના બ્લૂટૂથ હેડફોન ફ્રી
ટેક્નોએ ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જાણો આ ફોનની વિશેષતાઓ અને કિંમત.
News18 Gujarati
Updated: August 29, 2019, 5:08 PM IST
Tecnoએ ભારતમાં તેના બે નવા બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોન Tecno Spark Go અને Tecno Spark 4 Air છે. આમાં એન્ટ્રી લેવલ ડિવાઇસીસમાં ડોટ નોચ ડિસ્પ્લે અને એઆઈ ફ્રન્ટ ફ્લેશ જેવી સુવિધાઓ છે. સ્પાર્ક ગોની કિંમત 5,499 રૂપિયા અને સ્પાર્ક 4 એરની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સાથે કંપની સ્પાર્ક ગો સાથે 799 રૂપિયા બ્લૂટૂથ ઇયરફોન પણ મફત આપી રહી છે. જો કે આ મર્યાદિત સમયની ઓફર છે.

Tecno Spark Goની વિશિષ્ટતાઓ

આ સ્માર્ટફોનમાં 6.1 ઇંચની એચડી + ડોટ નોચ ડિસ્પ્લે છે અને તેમાં 2.0GHz ક્વાડ કોર મીડિયાટેક હેલિઓ એ 22 પ્રોસેસર છે. તેમાં 2GB રેમની સાથે 16GBની ઇન્ટરનલ મેમરી છે. ઉપરાંત કાર્ડની મદદથી તેને 256GB સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.0 આધારિત હાઇઓએસ 5.0 પર ચાલે છે.

આ પણ વાંચો: ફ્કત 2999 રુપિયામાં ઘરે લાવો દેશની પહેલી ઇલેક્ટ્રિક બાઇક, બોલવાથી થશે સ્ટાર્ટ



ફોટોગ્રાફી માટે તેના પાછળના ભાગમાં ડ્યુઅલ ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો એઆઈ કેમેરો આપવામાં આવ્યો છે. તો સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ગ્રાહકોને ફ્લેશનો સપોર્ટ પણ મળશે. આ ફોનમાં બેટરી 3,000 એમએએચ છે. સુરક્ષા માટે એઆઈ આધારિત અનલોક સુવિધા અહીં આપવામાં આવી છે. ગ્રાહકોને નેબ્યુલા બ્લેક અને રોયલ પર્પલ કલરના બે ઓપ્શનમાં બંને સ્માર્ટફોન મળશે.
Loading...

Tecno Spark 4 Airની વિશિષ્ટતાઓ

આ ડિવાઇસમાં 6.1 ઇંચ એચડી પ્લસ ડોટ નોચ ડિસ્પ્લે સાથે ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો એ 22 પ્રોસેસર છે, આમાં ગ્રાહકોને 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. તેની મેમરી 256GB સુધી વધારી શકાય છે. આ ઉપરાતં તેમાં એન્ડ્રોઇડ 9 પાઇ આધારિત હાઈઓએસ 5.0 આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે અહીં પાછળના ભાગમાં 13 મેગાપિક્સલ અને વીજીએ એઆઈ કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરો છે. તેની બેટરી 3,000 એમએએચ છે. ઉપરાતં કંપનીએ પાછળના ભાગમાં એન્ટી ઓઇલ ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે.
First published: August 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...