Home /News /tech /

ખાલી 8,699 રૂપિયામાં મળી રહ્યો છે 6000mAh બેટરીવાળો 64GB સ્ટોરેજનો ફોન

ખાલી 8,699 રૂપિયામાં મળી રહ્યો છે 6000mAh બેટરીવાળો 64GB સ્ટોરેજનો ફોન

Tecno Spark 6 Air

કંપનીએ પોતાના નવા વેરિયંટની કિંમત 8,699 રૂપિયા રાખી છે.

    ભારતમાં બજેટ ફોનને લઇને અનેક પોપ્યુલર કંપની આગળ આવી રહી છે. ત્યારે જાણીતી કંપની Tencho એ ભારતમાં પોતાનો નવો મોબાઇલ Tecno Spark 6 Airનું નવું વેરિયંટ લોન્ચ કર્યું છે. જુલાઇમાં લૉન્ચ આ ફોનને પહેલા જ્યાં ગ્રાહક ખાલી બે વેરિંયન્ટ 2GB + 32GB અને 3GB + 32GB વેરિયંટમાં જ ખરીદી શકતા હતા. તેનું હવે ત્રીજું વેરિયંટ 3GB + 64 GB રજૂ કરવામાં આવ્યું છે. આ ફોનની ખાસિયતએ છે કે તેમાં 6000mAh બેટરી છે અને 7 ઇંચનું મોટું ડિસ્પલે મળે છે.

    કંપનીએ પોતાના નવા વેરિયંટની કિંમત 8,699 રૂપિયા રાખી છે. તેના 2GB RAM + 32GB વેરિયંટની કિંમત 7,999 રૂપિયા અને 3GB + 32GB વેરિયંટ ની કિંમત 8,499 રૂપિયા છે. જે પણ બજારમાં ઉપલબ્ધ છે. જાણકારી માટે કહી દઇએ કે ટેક્નો સ્પાર્ક 6 એરનું નવું વેરિયંટને ગ્રાહકો 25 સપ્ટેમ્બરથી એમેઝોન પર ખરીદી શકશે.



    ટેક્નો સ્પાર્ક 6 એર સ્માર્ટફોનમાં 7 ઇંચની મોટું HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનું રેજોલૂશન 720x1640 પિક્સલ છે. આ સસ્તો ફોન એન્ડ્રોઇડ 10 Go એડિશન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં ગ્રાહકોને 3 સ્ટોરેજ વેરિયંટ ઓપ્શન મળે છે. જેમાં માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. આ સિવાય આ ફોનમાં મીડિયાટેક હીલિયો A22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં રિયર ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

    કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં ટ્રિપલ રેર કેમેરા પણ આપવામાં આવ્યા છે. રિયર કેમેરામાં 13 મેગાપિક્સલ પ્રાઇમ સેન્સર, 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર અને એક AI લેન્સ આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.



    પાવર માટે ફોનમાં 6000mAh બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે 4G LTE, ડ્યૂલ-બેન્ડ વાઇફાઇ, બ્લૂટૂથ v5.0 આપવામાં આવ્યું છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Smart phone, ટેક ન્યૂઝ, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन