Home /News /tech /Tecno Phantom X: 108MP કેમેરા સાથે આવે છે આ મિડ-રેન્જ સ્માર્ટફોન, મળશે સુંદર કર્વ્ડ ડિસ્પ્લે

Tecno Phantom X: 108MP કેમેરા સાથે આવે છે આ મિડ-રેન્જ સ્માર્ટફોન, મળશે સુંદર કર્વ્ડ ડિસ્પ્લે

Tecno Phantom X સુંદર કર્વ્ડ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે, જે મિડ-રેન્જમાં પહેલો ફોન છે.

Tecno Phantom X લોન્ચ થઈ ગયો છે. આ ફોનનું વેચાણ 4 મે 2022થી શરુ થવાનું છે. ગ્રાહકોને આ ફોન સાથે બ્લુટૂથ સ્પીકર મળશે જેની કિંમત 2,999 રૂપિયા છે, અને સાથે જ વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ મળે છે. જાણો ટેક્નો ફેન્ટમ એક્સ ફોનની કિંમત અને ફીચર્સ.

વધુ જુઓ ...
    Tecno Phantom X: ટેક્નોનો લેટેસ્ટ ફ્લેગશિપ ડિવાઇસ ટેક્નો ફેન્ટમ એક્સ (Tecno Phantom X) લોન્ચ થઈ ગયો છે. આ ફોન સુંદર કર્વ્ડ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે, જે મિડ-રેન્જમાં પહેલો ફોન છે. આ ઉપરાંત, ટેક્નો ફેન્ટમ X માં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા એક Helio G95 પ્રોસેસર જેવા ફીચર પણ મળે છે. કંપનીએ ટેક્નો ફેન્ટમ Xની કિંમત 25,999 રૂપિયા રાખી છે. આ ફોનને પહેલી વખત 4 મે 2022ના સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રાહકોને આ ફોન સાથે બ્લુટૂથ સ્પીકર મળશે જેની કિંમત 2,999 રૂપિયા છે, અને સાથે જ વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ મળે છે.

    Tecno Phantom Xમાં 6.7-ઇંચની FHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 91% સ્ક્રીન ટુ બોડી રેશિયો અને 90Hz રિફ્રેશ રેટ છે. ટેક્નોના આ સ્માર્ટફોનની રિયર અને ફ્રન્ટ પેનલને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5થી પ્રોટેક્ટ કરવામાં આવી છે, જે સ્ક્રેચ રેઝિસ્ટન્સને પણ સારું બનાવે છે.

    આ પણ વાંચો: 50MP કેમેરા, MediaTek પ્રોસેસર સાથે Poco M4 5G લોન્ચ, 15,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળે છે દમદાર ફીચર્સ

    TECNO Phantom Xમાં 8 GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. રેમને 5GB સુધી વધારી શકાય છે. આ રીતે આ ફોનમાં કુલ 13 GB મળે છે. માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરીને સ્ટોરેજ 512 GB સુધી વધારી શકાય છે.

    મળશે 108 મેગાપિક્સલ કેમેરા

    કેમેરાની વાત કરીએ તો, Tecno Phantom X સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે, જેમાં 13 મેગાપિક્સલનો 50mm પ્રોફેશનલ પોર્ટ્રેટ લેન્સ અને ડ્યુઅલ-કોર લેસર ફોકસ છે. TECNO Phantom Xનો કેમેરા 108MPના અલ્ટ્રા HD મોડમાં પણ તસવીરો લઈ શકે છે. દાવો છે કે આનાથી ફોટોઝમાં સારી ડિટેલ્સ મળે છે. ફેન્ટમ Xના બેકમાં ટ્રીપલ કેમેરા છે જેમાં એક ઇન્ડસ્ટ્રી-લીડિંગ 1/1.3-ઇંચ GN1 લાઇટ સેન્સિટિવિટી સેન્સર સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-નાઇટ કેમેરા સામેલ છે.

    આ પણ વાંચો: પહેલી વાર આટલી ઓછી કિંમતના ફોનમાં મળે છે Fingerprint Lock, ભારત આવ્યો આ જોરદાર સ્માર્ટફોન

    Tecno Phantom X ના ફ્રન્ટમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે જેમાં 105° વાઈડ લેન્સ અને 48 મેગાપિક્સલનો મેઇન લેન્સ સામેલ છે. ફ્રન્ટ કેમેરાથી 4K રેઝોલ્યુશનમાં વિડીયો રેકોર્ડ કરી શકાય છે. પાવર માટે, Tecno Phantom X માં 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4700mAh બેટરી આપવામાં આવી છે. એવો દાવો છે કે આ ફોન ગેમિંગથી લઈને મલ્ટીટાસ્કિંગ સુધી સારી રીતે ચાલે છે. ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની ખાસિયત પણ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Android smartphone, Gadgets News, Gujarati tech news, Mobile and Technology, Smartphones

    विज्ञापन
    विज्ञापन