13MP કેમેરા, 32GB સ્ટોરેજ, તો પણ માત્ર રૂ. 9000 કિંમતનો છે આ સ્માર્ટ ફોન

13MP કેમેરા, 32GB સ્ટોરેજ, તો પણ માત્ર રૂ. 9000 કિંમતનો છે આ સ્માર્ટ ફોન
ટેક્નો મોબાઈલે ગુરૂવારે સેલ્ફિ કેમેરા સ્માર્ટફોન Camon-i લોન્ચ કરી દીધો...

ટેક્નો મોબાઈલે ગુરૂવારે સેલ્ફિ કેમેરા સ્માર્ટફોન Camon-i લોન્ચ કરી દીધો...

  • Share this:
    ટેક્નો મોબાઈલે ગુરૂવારે સેલ્ફિ કેમેરા સ્માર્ટફોન Camon-i લોન્ચ કરી દીધો છે. કંપનીએ Camon-i સીરિઝના ફોનની કિંમત રૂ. 8990 રાખી છે. આ ફોનમાં 5.65 ઈંચનું HD ડિસપ્લે આપવામાં આવ્યું છે, જે 18:9 ફુલ વ્યૂ IPSથી સજ્જ છે. આ પોનની સૌથી મોટી ખાસીયત એ છે કે, આમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરા છે, જે ઓછી કિંમતમાં પણ 13 મેગાપિક્સલની એક્સપીરિઅંસ આપશે. આનો સેલ્ફિ કેમેરા ડ્યુઅલ ફ્લેશ સાથે 13 મેગાપિક્સલ અને રિયર કેમેરા ક્વાડ-LED ફ્લેશ સાથે 13 મેગાપિક્સલ છે.

    ટ્રાંજન હોલ્ડિંગ્સના ઉપાધ્યક્ષ લી ક્વિંગે એક નિવેદનમાં કહ્યું છે કે, 2018માં ભારતીય બજાર માટે તેમની મુખ્ય રણનીતિ કેમેરા અને ફૂલસ્ક્રીનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ટેક્નોને ભારતીય બજારમાં ઉભા રહેવા માટે Camon-i મહત્વુપૂર્ણ ભૂમિકા અદા કરશે. આ મોબાઈલમાં સ્ક્રીન ફ્લેશ અથવા એલઈડી ફ્લેશ સાથે 80 ડીગ્રી મુવમેન્ટ સાથે સેલ્ફી લઈ શકાશે. 4 ગણી ફ્લેશ સાથે રિયર કેમેરામાં નાઈટ શૂટ માટે અંધારામાં સારો ફોટો લઈ શકાશે.



    ક્વિને કહ્યું કે, Camon કેટેગરીના મોબાઈલ ફોનની સહાયતાથી ટેક્નો ટુંક સમયમાં ભારતીય માર્કેટમાં સ્માર્ટફોન બનાવનાર કંપનીઓમાં તે સામેલ થઈ જશે. આ પોનમાં મીડિયાટેક 6737એચ ક્વાડ-કોર 1.3 ગીગાહટ્ઝ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 32જીબી રેમ અને 32જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. કંપની Camon-iને ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયાથી વેંચવા મુકશે.
    Published by:News18 Gujarati
    First published:January 20, 2018, 16:31 IST

    ટૉપ ન્યૂઝ