Home /News /tech /નાના શહેરોમાં આ ટાઇપના સ્માર્ફોનની હાલમાં છે જોરદાર ડિમાન્ડ, જાણો બજેટ અને વિગત

નાના શહેરોમાં આ ટાઇપના સ્માર્ફોનની હાલમાં છે જોરદાર ડિમાન્ડ, જાણો બજેટ અને વિગત

સ્માર્ટ ફોન

ભારત એન્ટરટેન્મેન્ટ અને મિડીયા માર્કેટ માટે એક ઝડપથી વિકસતું બજાર બની રહ્યું છે. 5G આવ્યા પછી વધારે પ્રમાણમાં ઝડપથી માર્કેટમાં તેજી આવશે, પરંતુ નવા રિપોર્ટના આંકડા તમને ચોંકાવી દે એવા છે. ફોન અને સ્માર્ટફોવોચ બનાવતી કંપની ITEL ઇન્ડિયાના સીઇઓ Arijeet Talapatra એ જણાવ્યું હતુ કે કોરોના પછી લોકોની લાઇફસ્ટાઇલમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે. વર્ક ફ્રોમ હોમથી લઇને ઓનલાઇન વિડીયો જોનારા લોકોની ડિમાન્ડ ધણી એવી વધી ગઇ છે. આ સિવાય યુઝર્સ ઓનલાઇન ગેમ અને OTT કન્ટેન્ટને પણ કન્ફ્યૂઝન કરવા લાગ્યા છે.

વધુ જુઓ ...
    ભાગદોડભરી જીંદગીમાં સ્માર્ટફોન અનેક લોકો માટે જરૂરિયાત બની ગયો છે. સ્માર્ટફોન વગર લોકોની જીંદગી અધૂરી છે એમ કહીએ તો પણ એમાં પણ કંઇ ખોટું નથી. અનેક કામો એવા હોય છે જેમાં સ્માર્ટફોનની જરૂર વધારે પ્રમાણમાં પડતી હોય છે અને સ્માર્ટફોન વગર કામ અટકી પડે છે. જો કે આજના આ સમયમાં મોટાભાગના લોકોની પહેલી પસંદગી પ્રિમીયમ ફોનની હોય છે. પરંતુ ઘણાં ખરા લોકોની કમાણી ઓછી હોવાને કારણે મોંધા ફોન એમના બજેટમાં હોતા નથી અને તેઓ ખરીદી શકતા નથી.

    એક અહેવાલ અનુસાર એન્ટ્રી લેવલ સ્માર્ટફોન સિવાય આજની આ ફાસ્ટ લાઇફમાં ફિચર ફોન પણ લોકોની પહેલી પસંદગી બની ગયો છે. હવે જ્યારે 5G સ્માર્ટફોન લોન્ચ થવાની તૈયારીમા છે ત્યારે એવા ઘણાં ખરા નોન-મેટ્રો શહેરોમાં 4G ફીચર ફોનનો ક્રેઝ હાલમાં પણ ઘણો વધારે છે. સ્માર્ટફોન ખરીદીની વાત કરીએ તો હાલમાં ટિયર-2 અને ટિયર-3 જેવી જગ્યાઓ પર વધુ થઇ રહ્યું છે.

    તમને જણાવી દઇએ કે ભારત એન્ટરટેન્મેન્ટ અને મિડીયા માર્કેટ માટે એક ઝડપથી વિકસતું બજાર બની રહ્યું છે. 5G આવ્યા પછી વધારે પ્રમાણમાં ઝડપથી માર્કેટમાં તેજી આવશે, પરંતુ નવા રિપોર્ટના આંકડા તમને ચોંકાવી દે એવા છે. ફોન અને સ્માર્ટફોવોચ બનાવતી કંપની ITEL ઇન્ડિયાના સીઇઓ Arijeet Talapatra એ જણાવ્યું હતુ કે કોરોના પછી લોકોની લાઇફસ્ટાઇલમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે. વર્ક ફ્રોમ હોમથી લઇને ઓનલાઇન વિડીયો જોનારા લોકોની ડિમાન્ડ ધણી એવી વધી ગઇ છે. આ સિવાય યુઝર્સ ઓનલાઇન ગેમ અને OTT કન્ટેન્ટને પણ કન્ફ્યૂઝન કરવા લાગ્યા છે.

    ઓનલાઇનમાં ઓફર્સમાં મળે છે અનેક લાભ


    ઓનલાઇન ઇ-કોમર્સ સાઇટ્સમાં તમે સરળતાથી તમારા માટે સસ્તામાં ફોન ખરીદી શકો છો. ઇ-કોમર્સ કંપનીઓમાં બેન્ક ડિસ્કાઉન્ટ પણ આપે છે. આ સિવાય યુઝર્સને નો-કોસ્ટ ઇએમઆઇ, એક્સેચેન્જ ઓફર, ઇન્સ્ટ્ન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ અને પે લેટર જેવા અનેક ઓપ્શન પણ આપવામાં આવે છે. જો કે ઘણાં લોકો એવા હોય છે જે ઓનલાઇન ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે.

    મિડ રેન્જ સ્માર્ટફોન કે જેની કિંમત 20 હજાર રૂપિયાથી વધારે છે એ ફોનના વેંચાણમાં ઘણો એવો ઉછાળો જોવા મળ્યો છે. જો કે 10 હજાર રૂપિયાથી ઓછા બજેટના ફોન પણ હાલમાં વધુ પ્રમાણમાં વેંચાઇ રહ્યા છે. ઓનલાઇન રિટેલર્સના જણાવ્યા અનુસાર ટિયર-2 અને 3માં સ્માર્ટફોન સેલના બજેટમાં ટિયર-1 શહેરથી 3 ઘણું વધારે છે. ટિયર-2 અને 3 શહેરોમાં 70 ટકા એન્ટ્રી લેવલના ફોનનું વેચાણ થાય છે. આમ, InMobiના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતમાં 60 ટકા લોકો 2025 સુધી સ્માર્ટફોન યુઝ કરવા લાગશે
    Published by:Margi Pandya
    First published:

    Tags: Phone, Phone sale, સ્માર્ટફોન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन