Home /News /tech /

New Technology: 2022ના વર્ષમાં આ ટેક્નોલોજીનો વિકાસ બદલી દેશે તમારું જીવન

New Technology: 2022ના વર્ષમાં આ ટેક્નોલોજીનો વિકાસ બદલી દેશે તમારું જીવન

ટેક્નોલોજી ફેરફાર (પ્રતીકાત્મક તસવીર)

New Technologies in 2022: આગામી વર્ષમાં ટેક્નોલોજીનો વિકાસ (Technology Development) બમણો બને તેવી શક્યતા છે. વર્ષ 2022માં આવનારી ટેક્નોલોજી માણસના જીવનને વધુ ગુણવત્તા અને સુવિધાસભર બનાવશે. તો ચાલો નજર કરીએ આ ટેક્નોલોજીના લીસ્ટ પર.

વધુ જુઓ ...
  મુંબઇ. New Technologies in 2022: વર્ષ 2021 પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો (Year Ending 2021) બાકી રહ્યા છે. આ વર્ષ ઘણા ક્ષેત્રો માટે પરીવર્તન અને વિકાસનું વર્ષ રહ્યુ. પરંતુ આગામી નવું વર્ષ 2022 વિવિધ ક્ષેત્રોમાં (New Technologies in 2022) હજુ પણ ક્રાંતિ સર્જશે. તેમાં પણ ટેક્નોલોજીનો વિકાસ (Technology Development) બમણો બને તેવી શક્યતા છે. વર્ષ 2022માં આવનારી ટેક્નોલોજી માણસના જીવનને વધુ ગુણવત્તા અને સુવિધાસભર બનાવશે. તો ચાલો નજર કરીએ આ ટેક્નોલોજીના લીસ્ટ પર:

  સસ્તા ઇલેક્ટ્રિક વાહનો

  હાલ ઇલેક્ટ્રિક વાહનોનો કોન્સેપ્ટ માર્કેટમાં નવો હોવાથી ઈ-વાહનો ખૂબ મોંઘા મળી રહ્યા છે. પરંતુ 2022ના અંત સુધીમાં યુએસમાં કાર ખરીદનારાઓ પાસે વિવિધ 100થી વધુ ઇલેક્ટ્રિક કાર મોડલના વિકલ્પ હશે અને ઘણા મોડલ પહેલા કરતા વધુ સસ્તા બનશે.

  ટકાઉ ડિવાઇસ

  ટેક્નિકલ ડિવાઇસનું નિર્માણ કરતી કંપનીઓ ટૂંકા સમય સુધી ચાલે તેવા ડિવાઇસનું નિર્માણ કરે છે. પરંતુ 2022માં આ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાશે. માઇક્રોસોફ્ટ દરિયામાંથી બહાર કાઢેલા પ્લાસ્ટિકમાંથી માઉસ બનાવશે. જ્યારે એપલના iPhone અને iPad મોડલ્સ રીસાયકલ કરેલા મટિરીયલ્સમાંથી બનાવાશે. એમેઝોનનું નવું ઇકો ડિસ્પ્લે, રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલું છે, જે બંધ હશે ત્યારે ઊર્જા બચાવશે. કહેવાઇ રહ્યું છે કે એપલ સેલ્ફ- સર્વિસ રીપેર પ્રાગ્રામ 2022માં લોન્ચ કરી શકે. આવા અનેક બદલાવો મોબાઇલ, કમ્પ્યુટર અને ટેબ્લેટ્સમાં આવશે.

  કિડપ્રૂફિંગ સોશિયલ મીડિયા

  ટીકટોક ઈન્સ્ટાગ્રામ જેવી એપ્સમાં દર્શાવાતું અમુક કન્ટેન્ટ અને ફીચર્સ બાળકોને ગેરમાર્ગે દોરી શકે છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર પેરેન્ટ કન્ટ્રોલ ટૂલ્સ લોન્ચ થશે. સેન્સ. એડ માર્કી (ડી. માસ.) અને બિલ કેસિડી (આર. લા.) એ ચિલ્ડ્રન એન્ડ ટીન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ અથવા કોપ્પા 2.0 ફરીથી રજૂ કર્યો છે, જે 13 થી 15 વર્ષની વયના યુઝર્સ માટે વર્તમાન પ્રાઇવસીને વિસ્તારશે, બાળકો માટે પ્રાઇવેટ જાહેરાતો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો વગેરે.

  ચિપ્સની અછત

  મહામારીના કારણે વિશ્વભરના દેશોમાં સ્માર્ટફોન, કમ્પ્યુરટર, લેપટોપની ચિપ્સની અછત ઊભી થઇ હતી. આ અછતને ક્યારે પૂરી કરી શકાશે તે અંગે જણાવવું મુશ્કેલ છે. પરંતુ 2023 સુધીમાં તેની ભરપાઇ થઇ શકે છે. જોકે, હાલ પુરતા ડિવાઇસ ઉપલબ્ધ છે.

  હોમ રોબોટ

  હોમ રોબોટ્સ કે જે તમારા સ્માર્ટ સ્પીકર અને રોવિંગ વેક્યુમથી વધુ ઉત્તમ હશે અને તમે તેને કંપનીમાં પણ રાખી શકશો. એમેઝોનનો એલેક્સા-ઇન્ટિગ્રેટેડ હાઉસ રોબોટ એસ્ટ્રો, તમારા ઘરમાં ફરવા સેન્સરનો ઉપયોગ કરે છે. એલેક્સાની જેમ તે તમામ વસ્તુઓ કરી શકે છે.

  વર્ચ્યુઅલ રિયાલીટી

  વર્ષ 2022માં વર્ચ્યુઅલ રિયાલીટી ક્ષેત્રે પણ ઘણા બદલાવો આવશે. જેમાં તમે વર્ચ્યુઅલ દુનિયાનો અનુભવ કરી શકશો. મેટા (ફેસબુક) તેના વર્તમાન ક્વેસ્ટ 2 કરતાં વધુ આધુનિક અને મોંઘુ હેડસેટ રિલીઝ કરવાનું આયોજન કરી રહ્યું છે. એક અહેવાલ અનુસાર એપલ પણ વર્ષ 2022માં એપલ મિક્સ્ડ રિયાલીટી હેડસેટ રીલીઝ કરી શકે છે.

  હેલ્થ સેન્સર

  હાલ આપણે સૌ ફીટનેસ બેન્ડનો ઉપયોગ આપણે સ્વાસ્થ્ય વિશે જાણવા માટે કરીએ છીએ. પરંતુ આગામી સમયમાં આવનાર સ્ક્રીનલેસ ઓરા રિંગ હૃદયના ધબકારા, બ્લડ ઓક્સિજન અને ત્વચાના તાપમાનને માપવા માટે મિની સેન્સરથી સજ્જ હશે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ એપલ શરીરનું તાપમાન માપવા અને શરીરની દેખરેખ રાખવા માટે એરપોડ્સ લોન્ચ કરવાનું આયોજન બનાવી રહી છે.

  ફ્યુચર ઓફ સ્ક્રિન્સ

  જો તમને લાગે છે કે તમારા ફોન અથવા સ્માર્ટવોચનું ડિસ્પ્લે તમારા લેપટોપ, ટીવી અથવા કારના ડેશબોર્ડ પરના ડિસ્પ્લે કરતાં વધુ બ્રાઇટ છે, તો તે ડિસ્પ્લે ટેક્નોલોજીમાં સૌથી મોટી ક્રાંતિ સર્જનારી ટેક્નોલોજી છે. MicroLED એ આધુનિક ડિસ્પ્લે ટેક્નોલોજી છે, જે એક દિવસ OLEDનો પર્યાય બની શકે છે.

  આ પણ વાંચો: Year Ender 2021: Metaverseથી માંડીને Web3 સુધી, ટેક્નોલોજી જેના વિશે તમારે જાણવું જોઈએ

  પાસવર્ડ ફ્રી લોગીન

  પાસવર્ડ દ્વારા લોગીન ક્યારેક હેક અથવા ભુલાઇ થઇ શકે છે, તેથી હેક્સને રોકવા માટે પાસવર્ડ મેનેજર્સ યુનિક લોગિન જનરેટ કરે છે. જોકે, 2022માં પાસવર્ડ મેથડનો અંત થશે એવું નથી, પરંતુ અમુક નવી ટેક્નિકો તેની જગ્યા લેશે. જે વધુ સુરક્ષિત હશે.

  ઈન્ટરનેટ સ્પીડ

  આગામી વર્ષે યુ.એસ. કેરિયર્સ સુપરફાસ્ટ પાંચમી પેઢી 5G માટે તેમના જૂના થર્ડ-જનરેશન સેલ્યુલર નેટવર્કને બંધ કરી રહ્યા છે. એટલે કે તે 3G ડિવાઇસને ટૂંક સમયમાં નિષ્ક્રિય કરશે. (AT&T માટે ફેબ્રુઆરી, T-Mobile માટે જુલાઈ અને Verizon માટે ડિસેમ્બરની અંતિમ તારીખો છે.) ટેલીકોમ કંપનીઓ આગામી વર્ષે નેટવર્કને વધુ વિસ્તારવાનું વિચારી રહી છે. આ સાથે 5જી ટેક્નોલોજી અને ઇન્ટરનેટને પણ વેગ મળશે.

  ક્રિપ્ટોકરન્સી

  ક્રિપ્ટોકરન્સી છેલ્લા થોડા વર્ષોથી લોકોને ભારે આકર્ષિ રહી છે. 2022માં તમે હાલ જે ડિજિટલ એપ્સનો ઉપયોગ કરો છો, તેના દ્વારા તમે ભવિષ્યમાં ખરીદી, વેચી અને પૈસા મોકલી શકો છો. તેમાં કોઇ શંકાને સ્થાન નથી કે આવનારા સમયમાં ક્રિપ્ટોકરન્સી અને NFTનું માર્કેટ વધુને વધુ વિસ્તૃત બનશે.

  આ પણ વાંચો:  Xiaomi લોન્ચ કરી શકે છે દમદાર બેટરી ટેક્નોલોજી, મળશે 100 મિનિટનો વધારાનો પાવર

  ડિલીવરી મશીન

  ડ્રોન દ્વારા વિવિધ વસ્તુઓની ડિલિવરી વિશ્વના અનેક દેશોમાં ટ્રાયલ અને શરૂઆતી તબક્કામાં આવી ચૂકી છે. વર્ષ 2022માં તમને આ રીતે પહેલી ડિલિવરી મળે તો આશ્ચર્ય નથી. એક ઇઝરાયલી સ્ટાર્ટ અપ ફ્લાયટ્રેક્સ નોર્થ કેલિફોર્નિયામાં 3 ડિલિવરી સ્ટેશન શરૂ કરી રહી છે. તેને એક-માઇલ ત્રિજ્યામાં ડિલિવરી કરવા માટે FAA મંજૂરી મળી છે. કંપનીએ જણાવ્યું હતું કે આનાથી તે વોલમાર્ટ સહિત વિવિધ રિટેલર્સ પાસેથી 10,000થી વધુ ઘરોમાં સામાન લઈ જઈ શકશે. આ સિવાય મેડિકલ અને આરોગ્યને સંબંધિત વસ્તુઓની ડિલિવરી કરવાની પણ તૈયારીઓ કરાઇ રહી છે.
  First published:

  Tags: Year Ender 2021, ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

  આગામી સમાચાર