Home /News /tech /IOT: આવનારા ભવિષ્યમાં મહત્વનો ભાગ ભજવશે 'Internet of Things', દરેક કામ તમારા ઈશારે થશે

IOT: આવનારા ભવિષ્યમાં મહત્વનો ભાગ ભજવશે 'Internet of Things', દરેક કામ તમારા ઈશારે થશે

ઘરના તમામ ગેજેટ્સ ઈન્ટરનેટ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હશે.

Internet of Things: આજે આપણે કમ્પ્યુટર વિષે જાણીએ છીએ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. ભારતના દરેક ગામમાં લોકો મોબાઈલ દ્વારા તેનો ઉપયોગ કરી રહ્યા છે અને ભવિષ્યમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પણ આ જ રીતે દરેક ક્ષેત્રમાં ફેલાઈ જશે.

  Internet of Things: ઈન્ટરનેટ ઓફ થિંગ્સ શું છે? ઈન્ટરનેટ ઓફ થિંગ્સ વિષે ઘણીવાર ટેકનોલોજીમાં રસ ધરાવતા લોકો વાત કરે છે. આ શબ્દ બહુ જૂનો નથી, પણ સામાન્ય જીવનમાં હજુ આવ્યો નથી. આવનારા કેટલાક વર્ષોમાં લોકો તેના વિશે માત્ર જાણતા જ નહિ હોય પરંતુ તેનો ઉપયોગ પણ કરતા હશે. ક્યાંક તે વહેલું આવશે, ક્યાંક તેને આવતાં હજુ થોડાં વર્ષ લાગશે. પરંતુ, તે ચોક્કસ છે કે દરેક તેનાથી પરિચિત હશે. યુગ ટેક્નોલોજીનો છે અને ટેક્નોલોજીના આધારે જીવનને સરળ બનાવવાની સતત પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા હેઠળ, આ ટેક્નોલોજીનું નામ આવ્યું જેને આપણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) કહીએ છીએ.

  આજે આપણે કમ્પ્યુટર વિષે જાણીએ છીએ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. ભારતના દરેક ગામમાં લોકો મોબાઈલ દ્વારા તેનો ઉપયોગ કરી રહ્યા છે અને ભવિષ્યમાં IOT પણ આ રીતે દરેક ગામમાં ફેલાઈ જશે અને એને જ ભવિષ્ય માનવામાં આવે છે.

  આ પણ વાંચો:એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓએ શરૂ કરી ચાની કિટલી, જાણો શાં માટે?

  પ્રણેતા કેવિન એશ્ટન


  ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો સૌપ્રથમ ઉપયોગ કેવિન એશ્ટન દ્વારા કરવામાં આવ્યો હતો. 1999માં બ્રિટિશ ટેક્નોલોજી પ્રણેતા કેવિન એશ્ટને, MIT ઑફસાઈટ લિંક ખાતે ઑટ આઈડી લેબોરેટરીના સહ-સ્થાપકે એક સિસ્ટમનું વર્ણન કરવા માટે "ધ ઈન્ટરનેટ ઑફ થિંગ્સ ઑફસાઈટ લિંક" શબ્દની શોધ કરી હતી, જ્યાં ઈન્ટરનેટ સર્વવ્યાપક સેન્સર દ્વારા ભૌતિક વિશ્વ સાથે જોડાયેલ છે. રેડિયો-ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ઑફસાઇટ લિંક પણ જોડાયેલ છે.

  આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ


  સરળ શબ્દોમાં કહીએ તો ઘરના તમામ ગેજેટ્સ ઈન્ટરનેટ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હશે. આ તમામ AI (આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા કામ કરશે. આ રીતે બધા જરૂરિયાત મુજબનું કામ કરશે અને એ પણ શક્ય છે કે તમારી ગેરહાજરીમાં પણ કાર્ય થશે અને ગેજેટ્સ પોતાની જાત નિર્ણય લઇ શકશે. અથવા તમને તેને દૂરથી પણ સંદેશો મોકલી કાર્ય કરાવી શકશો.

  આ પણ વાંચો:મોટા સમાચાર: શિક્ષણ મંત્રાલયે લીધો મોટો નિર્ણય, IIT, NITમાં પ્રવેશ લેનારાઓને મોટી રાહત

  આનું એક દૂરગામી પરિણામ એ પણ શક્ય છે કે ટેક્નોલોજી મજબૂત થવાના કિસ્સામાં અન્ય રીતે પડકાર રૂપ પણ બને. કારણકે, આને લીધે હાલની સમાજ વ્યવસ્થામાં ઘણા બધા બદલાવ આવે અને કેટલાકને સમસ્યાઓનો સામનો કરવો પડે તો કેટલાક માટે તે વરદાન રૂપ સાબિત થાય.


  IOTના ઉદાહરણો


  - સ્માર્ટ હોમ સિક્યુરિટી સિસ્ટમ્સ

  - સ્વાયત્ત ખેતી સાધનો

  - સ્માર્ટ ફેક્ટરી સાધનો

  - શિપિંગ કન્ટેનર અને લોજિસ્ટિક્સ ટ્રેકિંગ

  - સ્માર્ટ ડ્રાઈવીંગ

  - સ્માર્ટ હેલ્થ કેર ડિવાઇસ
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Engineering and Technology, Internet, Technology news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन