Home /News /tech /

Digilocker: ડ્રાઇવિંગ લાયસન્સને ડિજિલોકરમાં કઈ રીતે એડ કરવું, જાણો શું છે પ્રોસેસ

Digilocker: ડ્રાઇવિંગ લાયસન્સને ડિજિલોકરમાં કઈ રીતે એડ કરવું, જાણો શું છે પ્રોસેસ

ડિજિલોકર દરેક જગ્યાએ ડોક્યુમેન્ટ લઈ જવાની જરૂરિયાતને ખતમ કરે છે. (Image- shutterstock)

DigiLocker દરેક જગ્યાએ દસ્તાવેજો લઈ જવાની જરૂરિયાતને દૂર કરે છે. અહીં અમે તમને જણાવીશું કે તમે ડિજીલોકરમાં તમારું ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) કેવી રીતે સ્ટોર કરી શકો છો.

    Driving License in Digilocker: ડિજિટલ ઇન્ડિયા (Digital India) પહેલ હેઠળ ભારત સરકારે ડિજિલોકર (Digilocker) સુવિધા શરૂ કરી છે. આ દેશના નાગરિકોને ફિઝિકલ પેપરની મુશ્કેલી વિના પોતાના જરૂરી અને ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સને ડિજિટલ રૂપે સિક્યોર ફોર્મમાં સ્ટોર કરવાની સુવિધા આપે છે. ડિજિલોકર દરેક જગ્યાએ ડોક્યુમેન્ટ લઈ જવાની જરૂરિયાતને ખતમ કરે છે. સૌથી મહત્વના ડોક્યુમેન્ટ્સ પૈકી એક હંમેશ સાથે રહેતું ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) છે. જોકે, કોઈ કારણથી ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ન હોય તો તમારે ચલણ ભરવું પડે છે. માટે અમે તમને જણાવશું કે તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સને ડિજિલોકરમાં કઈ રીતે સ્ટોર કરી શક્શો.

    ડિજિલોકરની ઓફિશિયલ વેબસાઇટ www.digilocker.gov.in પર જાઓ અને તમારા ફોન નંબરનો ઉપયોગ કરીને સાઇન અપ કરો. તમને એક ઓટીપી (વન-ટાઇમ પાસવર્ડ) મળશે, જેને એન્ટર કરીને તમે અકાઉન્ટ માટે એક યુઝર નેમ અને પાસવર્ડ બનાવી શક્શો. તમે એક એમપિન પણ સેટ કરી શક્શો, જે ફ્યુચરમાં કે પછી અમુક એવી કન્ડીશનમાં ફાસ્ટ લોગિનને સરળ બનાવી શકે છે જ્યાં તમને તમારા ડોક્યુમેન્ટને જલ્દી જ સોર્સ કરવાની જરૂરિયાત રહે છે.

    આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ લાવ્યું બે નવા ફીચર્સ, પ્રોફાઈલ પર કંટ્રોલ કરી શકશો ફીડ અને પોસ્ટ

    ડિજીલોકરમાં ડ્રાઇવિંગ લાયસન્સ કેવી રીતે એડ કરવું

    1. પોતાનું એકાઉન્ટ બનાવ્યા પછી તમારા આધાર કાર્ડને તમારા DigiLocker એકાઉન્ટ સાથે લિંક કરો.

    2. અહીં તમે એપ્લિકેશન પર 'પુલ પાર્ટનર્સ ડોક્યુમેન્ટ્' સેક્શનને એક્સેસ કરી શક્શો. આ સેક્શનમાં તમે તમારો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર દાખલ કરી શકો છો અને એપ એપ્લિકેશનને લાયસન્સ આપશે.

    3. ‘પુલ ડોક્યુમેન્ટ' સિલેક્ટ કર્યા પછી તમારે તે પાર્ટનર સિલેક્ટ કરવો પડશે જેના દ્વારા તમે ડોક્યુમેન્ટનો સોર્સ મેળવવા માગો છો. ઉદાહરણ તરીકે આ મામલામાં માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, તમામ રાજ્યનો વિકલ્પ મળે છે.

    4. ડોક્યુમેન્ટ ટાઈપમાં ડ્રાઇવિંગ લાયસન્સ શોધો અને તેના પર ટેપ કરો.

    આ પણ વાંચો: Microsoftની ખાસ ટ્રિક! Word પર ખાલી અથવા એક્સ્ટ્રા પેજને સરળતાથી કરી શકો છો ડિલીટ

    5. એકવાર તમે તમારા નામ અને સરનામા સહિતની તમામ જરૂરી વિગતો ભરી લેશો તે પછી એપ્લિકેશન પસંદ કરેલા પાર્ટનર પાસેથી ડોક્યુમેન્ટ લેશે અને તેને એપમાં સ્ટોર કરશે. દરેક એપ યુઝરને તેમના ડોક્યુમેન્ટ્સ સ્ટોર કરવા માટે 1 GB સ્પેસ મળે છે.

    6. તમામ સરકારી વિભાગોને હવે નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ ડિજીલોકર માટે પ્રાપ્ત દસ્તાવેજોનું પાલન કરે અને કોઈપણ સરકારી પ્રક્રિયા માટે તેનો ઉપયોગ કરે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Tech

    આગામી સમાચાર