Alert! તમારું Gmail અકાઉન્ટ કોઈ બીજું તો યુઝ નથી કરી રહ્યું ને? આ સરળ Trickથી જાણો
Alert! તમારું Gmail અકાઉન્ટ કોઈ બીજું તો યુઝ નથી કરી રહ્યું ને? આ સરળ Trickથી જાણો
જો તમારું જીમેલ અકાઉન્ટ હેક થઈ ગયું તો એ તમારા માટે મોટી મુશ્કેલી બની શકે છે.
Tech Tips and Tricks: આપણે જે પણ એપ ડાઉનલોડ કરીએ છીએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, ત્યાં આપણા જીમેલ (Gmail) અકાઉન્ટ્સ અને પાસવર્ડ યુઝ થાય છે. આ એક બહુ મોટું કારણ છે કે તમારે પોતાનું જીમેલ અકાઉન્ટ સુરક્ષિત (security) રાખવું જોઈએ.
Gmail Security Tips: આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે એક ઈમેઈલ આઇડી (Email ID) હોય છે અને મોટેભાગે લોકો Gmailનો જ ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ જીમેલનો ઉપયોગ કરતા હો, તો આ સિક્યોરીટી ટ્રિક (Tech Tips and Tricks) તમને ઘણી કામ આવી શકે છે. આ ટ્રિકનો ઉપયોગ કરીને તમે જાણી શકો છો કે તમારા સિવાય તમારું જીમેલ અકાઉન્ટ (Gmail Account) કોણ એક્સેસ કરી રહ્યું છે.
Gmail અકાઉન્ટને રાખો સુરક્ષિત
જો તમારું જીમેલ પર અકાઉન્ટ છે તો તમે જાણતા હશો કે જીમેલ આઈડી અને પાસવર્ડ અન્ય એપ્સથી લિંક્ડ હોય છે. આપણે જે પણ એપ ડાઉનલોડ કરીએ છીએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, ત્યાં આપણા જીમેલ અકાઉન્ટ્સ અને પાસવર્ડ યુઝ થાય છે. આ એક બહુ મોટું કારણ છે કે તમારે પોતાનું જીમેલ અકાઉન્ટ સિક્યોર કે સેફ રાખવું જોઈએ. જો તમારું જીમેલ અકાઉન્ટ હેક (Gmail Account Hacked) થઈ ગયું તો એ તમારા માટે મોટી મુશ્કેલી બની શકે છે.
જો તમે જાણવા માગો છો કે તમારા સિવાય કોણ તમારું જીમેલ અકાઉન્ટ એક્સેસ કરી રહ્યું છે તો આ સરળ ટ્રિકનો ઉપયોગ કરો. સૌથી પહેલા જીમેલમાં જઈને ‘સિક્યોરીટી’ના ઓપ્શન પર ક્લિક કરો. ‘મેનેજ ડિવાઈસીઝ’ને સિલેક્ટ કરો અને ચેક કરો કે કયા-કયા ડિવાઇસ પર તમારું જીમેલ અકાઉન્ટ લોગ્ડ-ઇન છે. જો તમને અહીં કોઈ એવું ડિવાઇસ દેખાય જેને તમે જાણતા ન હો, તો તેને તરત જ ત્યાંથી રિમૂવ કરો અને પોતાની જીમેલ આઈડીને એ ડિવાઇસથી હટાવો.
આ ટ્રિક પણ બહુ કામની છે. આનાથી તમે જાણી શકશો કે તમારું અકાઉન્ટ કોઈએ Open તો નથી કર્યું ને અને કયા સમયે ઓપન કર્યું છે. તમે પોતાના main page પર સૌથી નીચે ‘લાસ્ટ અકાઉન્ટ એક્ટિવિટી’ ઓપ્શન પર ક્લિક કરીને Detailમાં જઈને Time, IP address અને Browserની જાણકારી મેળવી શકશો. તમે જાણી શકો છો કે તમારા જીમેલ અકાઉન્ટને છેલ્લે ક્યારે એક્સેસ કરવામાં આવ્યું હતું. જો એ સમયે તમે જીમેલ ન ખોલ્યું હોય, તો તમને ખ્યાલ આવી જશે કે કયા લોકેશનથી તમારું અકાઉન્ટ એક્સેસ કરવામાં આવ્યું છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર