Tips and Tricks: Instagram પરથી આ રીતે ડાઉનલોડ કરી શકો છો Reels, જુઓ પૂરી પ્રોસેસ
Tips and Tricks: Instagram પરથી આ રીતે ડાઉનલોડ કરી શકો છો Reels, જુઓ પૂરી પ્રોસેસ
ઇન્સ્ટાગ્રામ પરથી રીલ્સ (Instagram Reels) ડાઉનલોડ કરવી ખૂબ સરળ છે.
How to download Instagram Reels: ઇન્સ્ટાગ્રામ પર કોઇપણ યુઝર દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટને તમે સરળતાથી સેવ કરી શકો છો, પરંતુ જ્યારે રીલ્સની વાત આવે છે તો નવા યુઝર્સને આમાં મુશ્કેલી થાય છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પરથી રીલ્સ (Insta Reels) ડાઉનલોડ કરવી ખૂબ સરળ છે.
How to download Instagram Reels: ઇન્સ્ટાગ્રામ (Instagram) દુનિયામાં સૌથી પોપ્યુલર ફોટો અને વિડીયો શેરિંગ એપ છે. એપ તેના યુઝર્સ માટે ફોટો અને વિડીયોને ક્રિએટીવિટી સાથે શેર કરવા માટે ઘણાં બધા ફીચર્સ ઉપલબ્ધ કરાવે છે. જેમાં IGTV વિડીયો, સ્ટોરીઝ, લાઈવ વિડીયો અને રીલ્સ (Reels) સામેલ છે.
Instagram પર કોઇપણ યુઝર દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટને તમે સરળતાથી સેવ કરી શકો છો, પરંતુ જ્યારે રીલ્સની વાત આવે છે તો નવા યુઝર્સને આમાં મુશ્કેલી થાય છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પરથી રીલ્સ ડાઉનલોડ કરવી ખૂબ સરળ છે. જાણો Instagram Reels ડાઉનલોડ કરવાની રીત.
તમારામાંથી જે ઇન્સ્ટાગ્રામથી સારી રીતે વાકેફ નથી, તેમને જણાવી દઈએ કે રીલ 60-સેકન્ડના વિડીયો છે જેમાં ઓડિયો, એઆર ઇફેક્ટ્સ અને અન્ય ક્રિએટિવ ટૂલ છે, જેને યુઝર્સ શેર કરી શકે છે. તમે રીલ્સને ક્લિપની એક સિરીઝમાં અથવા બધાને એક સાથે રેકોર્ડ કરી શકો છો. રીલના રૂપમાં શેર કરવા માટે તમે પોતાની ગેલેરીથી વિડીયો અપલોડનો પણ ઉપયોગ કરી શકો છો. આમ જોઇએ તો રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર ટિકટોક જેવું જ એક ફીચર છે.
સ્ટેપ 1: એપમાં રાઇટ સાઇડ સ્વાઈપ કરો અને સ્ક્રીનની નીચે રીલ ઓપ્શન પર ક્લિક કરો. વૈકલ્પિક રૂપે એપમાં સૌથી ઉપર પ્લસ આઇકન પર ટેપ કરો અને પછી રીલ્સ વિકલ્પ પર ટેપ કરો. સ્ટેપ 2: વિડીયો રેકોર્ડ કરવા માટે વિડીયો પ્લેયર આઇકનને વચમાં પ્રેસ કરી રાખો. સ્ટેપ 3: એક સૂટેબલ સ્પીડ પસંદ કરો અને રીલમાં ફોટો, સ્ટિકર અને મ્યુઝિક એડ કરો. સ્ટેપ 4: રીલને શેર કરતા પહેલા તેને જોવા માટે પ્રિવ્યુ બટન પર ટેપ કરો. સ્ટેપ 5: તેને પોતાના તમામ ફોલોઅર્સ સાથે શેર કરવા માટે ‘Share’ વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા રીલ્સ ડાઉનલોડર એપ ડાઉનલોડ કરો. સ્ટેપ 2: પોતાના સ્માર્ટફોનમાં ઇન્સ્ટાગ્રામ ઓપન કરો અને એપમાં રીલ્સ સેક્શનમાં જાઓ. સ્ટેપ 3: હવે રીલની લિંક કોપી કરો, જેને તમે ડાઉનલોડ કરવા માંગો છો. સ્ટેપ 4: હવે રીલ ડાઉનલોડર એપ ખોલો જેને તમે સ્માર્ટફોનમા ડાઉનલોડ કરી છે. તેમાં રીલની લિંક પેસ્ટ કરો જેને તમે પહેલા કોપી કરી હતી. સ્ટેપ 5: હવે ડાઉનલોડ બટન પર ટેપ કરો. આમ કરતા જ રીલ તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ થવાની શરુ થઈ જશે. તમે તમારા ફોનની ગેલેરીમાં તેને એક્સેસ કરી શકશો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર