ફેસબુક, ટ્વિટર એકાઉન્ટ Delete મારતા પહેલા આ સુપર સિક્રેટ વાંચી લો

News18 Gujarati
Updated: August 25, 2018, 4:24 PM IST
ફેસબુક, ટ્વિટર એકાઉન્ટ Delete મારતા પહેલા આ સુપર સિક્રેટ વાંચી લો
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
તમને શું લાગે છે કે ફેસબુક, ટ્વિટર, ઇસ્ટ્રાગ્રામ અને સ્નેપચેટમાં તમે એકાઉન્ટ ડિલિટ કરશો અને તમારું એકાઉન્ટ ડિલિટ થઇ જશે? શું આ તેટલું સરળ છે? જો તમે આમ માનતા હોવ તો તમે ભ્રમમાં છો! કારણ કે આમાંથી ધણાં એકાઉન્ટને હંમેશા માટે ડિલિટ કરતા પહેલા તમારે તેને ડિએક્ટિવેટ કરવા પડે છે. અને તે પછી થોડા સમય બાદ તે હંમેશા માટે ડિલિટ થાય છે. ત્યારે જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હોવ તો આ ખબર તમારે વાંચવી જ રહી.

ધણાં યુઝર્સ માને છે કે એપ ડિલિટ કર્યું તો એકાઉન્ટ પણ ડિલિટ થઇ ગયું. પણ તેવું નથી એકાઉન્ટ ડિલિટ કરવા માટે તેમને વેબ બ્રાઉઝરની જરૂર પડશે. સ્નેપચેટ પર તમારું એકાઉન્ટ ત્યારે જ ડિલિટ થશે જ્યારે તે 30 દિવસ સુધી ડિએક્ટિવેટ રહે. તમે Snapchat ના વેબ પોર્ટલની મદદ લઇને તમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરાવી શકો છો.

Instagram

જો તમે તમારું Instagram એકાઉન્ટ ડિલિટ કરો છો તો સાથે જ તમારા ફોલોવર્સ, ફોટોઝ, વીડિયોઝ અને મેસેજીસ પણ ડિલિટ થઇ જાય છે. આ સિવાય ફરી તમે તે યુઝર નેમનો પણ ઉપયોગ નથી કરી શકતા.
સેન્પચેટની જેમ Instragram એકાઇન્ટ પણ એપ દ્વારા ડિલિટ નથી થતું. તે માટે તમારે તેના પોર્ટલ પર જવું પડશે. અહીં તમારે યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરવું પડશે. અને તે પછી સેટિંગમાં જઇ એકાઉન્ટ ડિલિટ કરવાના બટન પર ક્લિક કરવું પડશે. તે તમને પુછશે કે કેમ તમે એકાઉન્ટ ડિલિટ કરવા માંગો છો? જો કારણ નહીં આપો તો તે તમારું એકાઉન્ટ નહીં ડિલિટ કરે. આ પછી ફરી તમારે તમારો પાસવર્ડ નાંખવો પડશે. અને Permanently delete my account બટન દબાવવું પડશે. આ ક્લિક કરતા જ તમારું એકાઇન્ટ હંમેશા માટે ડિલિટ થઇ જશે.

TwitterTwitter એકાઉન્ટ ડિલિટ કરવા માટે તમારે પહેલા તેને ડિએક્ટિવ કરવું પડશે. પછી ટ્વિટર તમારા એકાઉન્ટને ડિલિટ કરવા માટે 30 દિવસનો સમય લેશે. એકાઉન્ટ ડિલિટ માટે તમારે Setting અને Privacy ઓપ્શન ક્લિક કરવો પડશે. અહીં ડ્રોપ ડાઉન મેન્યુમાં તમને Account સેક્શન બતાવશે. તે પછી Deactive your account બટન પર ક્લિક કરવું પડશે.તે પછી તમારે તમારું એકાઉન્ટ ડિલિટ કરવું છે તેવું પુછવામાં આવશે. હા પાડ્યા પછી ફરી એક વાર તમારો પાસવર્ડ પુછશે. અને આ પ્રક્રિયાના 30 દિવસ પછી તે તમારું એકાઉન્ટ ડિલિટ કરશે.

Facebook

Facebookમાં તમારું એકાઉન્ટ ડિલિટ કરવા માટે 2 સપ્તાહથી લઇને 1 મહિના જેટલો સમય લાગી શકે છે. તે માટે યુઝર્સે એકાઉન્ટ ડિલિટ કરવાની રિક્વેસ્ટ મોકલવી પડશે. જે પછી 14 દિવસો પછી Facebook તેની પ્રક્રિયા શરૂ કરશે. ફેસબુક, ડિલિટ બટન દબાવ્યા પછી 90 દિવસ સુધીનો સમય તમારી પાસેથી લઇ શકે છે. ફેસબુકના સેટિંગમાં જઇને તમે Your Facebook Information ઓપ્શન પર ક્લિક કરો. અહીં એકાઉન્ટ ડિલિટ કરવાથી લઇને ડિએક્ટિવેટ નો ઓપશન છે.
First published: August 25, 2018, 1:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading