લોન્ચ થઇ સસ્તી કિંમતની શાનદાર Smartwatch, સિંગલ ચાર્જમાં મળશે 10 દિવસની બેટરી લાઇફ

લોન્ચ થઇ સસ્તી કિંમતની શાનદાર Smartwatch, સિંગલ ચાર્જમાં મળશે 10 દિવસની બેટરી લાઇફ
ફાઈલ તસવીર

TicWatch GTH smartwatch: આ સ્માર્ટવોચ RTOS સોફ્ટરવેર પર કામ કરે છે. આ ઉપરાંત તેમાં Spo2 અને હાર્ટ રેટ મોનિટરિંગ જેવા ફિચર્સ પણ છે. આ વોચને કંપનીએ સિંગલ કલર ઓપ્શન સાથે લોન્ચ કરી છે, જેમાં 24 કલાક સ્કિન ટેમ્પરેચર મોનિટરિંગનું ફીચર પણ રહેલું છે.

  • Share this:
Mobvoiએ પોતાની વિયરેબલ Tic Watch GTH સ્માર્ટ વોચને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ સ્માર્ટ વોચમાં (Smart watch) 1.55 ઇંચની ટચસ્ક્રિન ટીએફટી ડિસ્પ્લે (Touchscreen TFT display) આપી છે, આ સ્માર્ટવોચ RTOS સોફ્ટરવેર પર કામ કરે છે. આ ઉપરાંત તેમાં Spo2 અને હાર્ટ રેટ મોનિટરિંગ જેવા ફિચર્સ પણ છે. આ વોચને કંપનીએ સિંગલ કલર ઓપ્શન સાથે લોન્ચ કરી છે, જેમાં 24 કલાક સ્કિન ટેમ્પરેચર મોનિટરિંગનું ફીચર પણ રહેલું છે. Mobvoiની આ સ્માર્ટ વોચમાં નેવિગેશન ફીચર (Navigation feature) પણ ઉપલબ્ધ છે, જેના માટે વોચમાં જમણી બાજુ એક બટન પણ આપ્યું છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટવોચ સિંગલ ચાર્જમાં 10 દિવસની બેટરી લાઇફ આપી શકે છે.

જાણો શું છે ફીચર્સ?


આ વોચ 1.55 ઇંચની ટચસ્ક્રિન TFT(360x320 પિક્સલ) ડિસ્પ્લે સાથે આવે છે, જે RTOS સોફ્ટવેર પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટવોચમાં બ્લૂટૂથ વી5.1 આપવામાં આવ્યું છે.

10 દિવસની બેટરી લાઇફ
આ સ્માર્ટ વોચમાં 260mAhની બેટરીનો ઉપયોગ કરાયો છે, જેને ફુલ ચાર્જ થવામાં 2 કલાકનો સમય લાગે છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટ વોચ ફુલ ચાર્જમાં 10 દિવસ સુધીની બેટરી લાઇફ આપી શકે છે. આ સ્માર્ટ વોચ 5ATM વોટર રેઝિસ્ટન્ટ છે.

આ પણ વાંચોઃ-જો તમારા ફોનમાં આ 10 હરકતો જોવા મળે તો સમજી લો કે હેક થઈ ગયો છે તમારો સ્માર્ટફોન!

14 સ્પોર્ટ્સ મોડ છે વોચમાં
કંપનીએ આ વોચમાં 14 સ્પોર્ટ્સ મોડ સામેલ કર્યા છે, જેમાં આઉટડોર સાઇકલિંગ, ઇન્ડોર સાઇકલિંગ, રોપ સ્કિપિંગ, સ્વિમિંગ, વોકિંગ, રોઇંગ, ફ્રિસ્ટાઇલ, જિમ્નાસ્ટિક્સ, સોકર, બાસ્કેટબોલ, યોગા અને માઉન્ટેન ક્લાઇંબિંગ, આઉટડોર રન અને ઈનડોર રન સામેલ છે. આ સ્માર્ટ વોચમાં SpO2 (બ્લડ ઓક્સિજન), સ્કિન ટેમ્પરેચર, હાર્ટ રેટ મોનિટરિંગ અને સ્ટ્રેસ ટ્રેકિંગ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-TikTok ભારતમાં ફરી આવશે? જાણો આ વખતે કયા નામથી કરશે એન્ટ્રી

કોરોના ટ્રેકિંગ સેન્સર પર કામ ચાલુ
કંપનીનું કહેવું છે કે હાલ તેઓ Carnegie Mellon University(CMU)ના વૈજ્ઞાનિકની એક ટીમ સાથે કોરોનાના શરૂઆતી લક્ષણોને સેન્સર દ્વારા ટ્રેક કરવા પર કામ કરી રહ્યા છે. Mobvoiની આ વોચનું ડાયમેન્શન 43.2x35.2x10.5mm છે. આ સ્માર્ટવોચનો ઉપયોગ યૂઝર્સ સોશ્યલ મીડિયા અપડેટ્સ, અલાર્મ, મેસેજ, મ્યૂઝિક કન્ટ્રોલ અને વર્કઆઉટ રિમાઇન્ડર તરીકે કરી શકે છે.

કેટલી છે કિંમત?
કંપનીની આ સ્માર્ટ વોચની ઓફિશિયલ વેબસાઇટ પર કિંમત રૂ. 8599 છે. યૂઝર્સ આ વોચને એમેઝોન પર માત્ર રૂ. 4799થી ઓછી કિંમતે ખરીદી શકે છે. કંપનીએ આ વોચને સિંગલ બ્લેક રેવેન કલરમાં લોન્ચ કરી છે. માત્ર 226 રૂપિયાની નો-કોસ્ટ ઇએમઆઇ સાથે ગ્રાહકો આ વોચને ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ખરીદી શકે છે.
Published by:News18 Gujarati
First published:July 21, 2021, 23:31 IST

ટૉપ ન્યૂઝ