Home /News /tech /Tech News: 3,000 રૂપિયા સસ્તો મળી રહ્યો છે Realmeનો 5G સ્માર્ટફોન, મળશે દમદાર 8GB RAM

Tech News: 3,000 રૂપિયા સસ્તો મળી રહ્યો છે Realmeનો 5G સ્માર્ટફોન, મળશે દમદાર 8GB RAM

રિયલમીના આ ફોનના બે સ્ટોરેજ વેરિયન્ટ 8GB+128GB સ્ટોરેજ અને 12GB+256GBમાં આવે છે.

Flipkart Smartphone Carnival Sale: ફ્લિપકાર્ટ પર રિયલમીના આ 5G સ્માર્ટફોન પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ

Tech News: ફ્લિપકાર્ટ (Flipkart) પર સ્માર્ટફોન કાર્નિવલ સેલ (Smartphone Carnival Sale) ચાલી રહ્યો છે, અને આ સેલમાં ગ્રાહક પોપ્યૂલર બ્રાન્ડના ફોન પર જોરદાર ઓફર આપવામાં આવી રહી છે. સેલમાં એપલ આઇફોન (iPhone), રિયલમી (Realme), રેડમી (Redmi) જેવી કંપનીઓના ફોનને સસ્તામાં ખરીદી શકાય છે. રિયલમી X7 Max 5Gની કિંમત 26,999 રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટથી મળતી જાણકારી મુજબ, ફોન પર 3,000 રૂપિયાની પ્રીપેડ છૂટ મળી જશે, ત્યારબાદ ફોનને 23,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ સ્માર્ટફોન કાર્નિવલ સેલમાં ફોનને એક્સચેન્જ ઓફર હેઠળ 18,000 રૂપિયા ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.

સાથોસાથ ફ્લિપકાર્ટ એક્સિક બેંક ક્રેડિટ કાર્ડ પર 5 ટકા કેશબેક પણ મળશે. આ ફોનના બે સ્ટોરેજ વેરિયન્ટ 8GB+128GB સ્ટોરેજ અને 12GB+256GBમાં આવે છે.

Realme X7 Max 5Gમાં 6.43 ઇંચની ફુલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો છે. ફોનમાં 3 ગીગાબાઇટ્સ ઓક્ટો-કોર મીડિયાટેક ડાઇમેંસિટી 1200 પ્રોસેસર છે જે 6Nm પર આધારિત છે.

રિયલમીનો (Realme Smartphone) આ ફોન એન્ડ્રોઇડ 11 પર આધારિત રિયલમી યૂઆઈ 2.0 પર ચાલે છે. રિયલમીના આ સ્માર્ટફોનમાં 8 GB RAM અને 12 GB RAMની સાથે 128 GB અને 256 GB ઇનબિલ્ટ સ્ટોરેજનું ઓપ્શન મળે છે.

આ પણ વાંચો, BSNL New Plan: BSNLએ લોન્ચ કર્યો જોરદાર પ્લાન, 365 દિવસ સુધી રોજ 2 GB ડેટા, જાણો કેટલું કરાવવું પડશે રિચાર્જ

ફોનમાં 64 મેગાપિક્સલ કેમેરા

કેમેરા (Camera)ની વાત કરીએ તો Reamme X7 Max 5Gમાં અપર્ચર f/1.8ની સાથે 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અપર્ચર f/2.3ની સાથે 8 મેગાપિકસલ અલ્ટ્રા-વાઇડ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર પણ છે. ફોનમાં Selfie માટે અપર્ચર f/2.5ની સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો, Airtelનો ધમાકો! એક વર્ષ માટે ફ્રીમાં મળશે Disney+Hotstar Mobile સબ્સક્રિપ્શન, કેવી રીતે ઉઠાવશો લાભ?

પાવર માટે આ ફોનમાં 50Wના ફાસ્ટ ચાર્જિંગની સાથે 4500 mAh બેટરી આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે ફોન 16 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જશે. કનેક્ટિવિટી માટે ફોનમાં 3.5નો એમએમ ઓડિયો જેક, 5G, 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એએક્સ, બ્લૂટૂથ 5.1, યુપીએસ ટાઇપ-સી, એનએફસી અને સ્ટીરિયો સ્પીકર્સ, ડોલ્બી એટમસ જેવા ફીચર્સ છે.
First published:

Tags: Discount, Flipkart, Realme, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો