Appleના સિક્રેટ લીક કરવા મોંઘા પડ્યા, પૂર્વ કર્મચારી પર મસમોટો દાવો માંડ્યો

Appleના સિક્રેટ લીક કરવા મોંઘા પડ્યા, પૂર્વ કર્મચારી પર મસમોટો દાવો માંડ્યો
એપલના પૂર્વ કર્મચારી સાઈમન પર પોતાના સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાના હેતુથી એપલના સિક્રેટને જાહેર કરી દીધા હોવાનો આક્ષેપ

એપલના પૂર્વ કર્મચારી સાઈમન પર પોતાના સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાના હેતુથી એપલના સિક્રેટને જાહેર કરી દીધા હોવાનો આક્ષેપ

  • Share this:
    મુંબઈ. ટેકનોલોજીના ક્ષેત્રે એપલ (Apple)ના આવિષ્કાર અવિસ્મરણીય રહ્યા છે. આઈફોન (iPhone), આઇપેડ (iPad) કે એપલની અન્ય પ્રોડક્ટ હોય, એપલ હંમેશા અન્ય કંપનીઓ કરતા આગળ રહી છે. આવી સ્થિતિમાં ટેકનોલોજીમાં બ્લુપ્રિન્ટ લીક (Technology Blueprint Leak) થઈ જાય તેવી પણ દહેશત રહે છે. આવા જ એક કિસ્સામાં એપલે તેના પૂર્વ કર્મચારી ઉપર મસમોટો દાવો માંડ્યો છે.

    એક કંપનીની વિગતો આર્થિક કે અન્ય કોઈ ફાયદા માટે અન્ય કંપની વેચવી કે પોતાના હિત માટે ઉપયોગમાં લેવી તે ખૂબ ગંભીર ગુનો છે. આ પ્રકારે ચોરી કરવાથી સજા થઈ શકે છે. એપલ પણ આ બાબતે ગંભીર બન્યું છે. ત્યારે એપલે પૂર્વ કર્મચારીને સબક શીખવવાનો નિર્ણય લીધો છે.



    આ પણ વાંચો, Gold Price Today: સોનું આજે ફરી થયું સસ્તું, ચાંદીનો ભાવ પણ ઘટ્યો, જાણો આજના Rates

    એપલ ઇન્ક (Apple Inc.) દ્વારા કંપનીમાં દાયકાઓ સુધી કામ કરી ચૂકેલા કર્મચારી સામે કેસ કર્યો છે. આ કર્મચારી પર પોતાના સ્ટાર્ટઅપ (Start Up)ને પ્રમોટ કરવાના હેતુથી એપલના સિક્રેટ (Apple Secret)ને જાહેર કરી દીધા હોવાનો આક્ષેપ થયો છે. આ કર્મચારીનું નામ સાઈમન લેંસેટર (Simon Lancaster) છે. જે દસકા સુધી એપલમાં કામ કરતો હતો.

    એપલના ફિચરની વિગતો લીક કરી

    આરોપ મુજબ સાઇમને હાર્ડવેર, નવા ફીચર, પ્રોડક્ટની જાહેરાતો સહિતની વિગતો ન્યુઝ રિપોર્ટરને આપી હતી. કેલિફોર્નિયાના સાન જોસ ખાતે ફેડરલ કોર્ટમાં આ કેસ દાખલ થયો છે. એપલનું કહેવું છે કે, સાઇમનની ગેરરીતિના કારણે કંપનીની ટીમોનું મનોબળ ઘટી ગયું છે. જે લોકોએ ઉત્પાદનો અને સુવિધાઓ પર કામ કર્યું હતું, તેમના મનોબળ પર તેની ખરાબ અસર થઈ છે.

    આ પણ વાંચો, Netflixનો પાસવર્ડ Share ન કરતા, એકાઉન્ટ થઈ જશે બંધ!

    એપલે કહ્યું છે કે, સાઇમનને તેના કામ દરમિયાન જે ડિવાઇસ પર કામ સોંપવામાં આવ્યું હતું, તેની તપાસ પણ થઈ રહી છે. વર્ષ 2019ના ઓક્ટોબર મહિનામાં તેણે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ તે આઈફોનના વેંડર માટે કામ કરવા પહોંચ્યો હતો અને હવે તેના પર ટ્રેડ સિક્રેટ લીક કર્યા હોવાનો આક્ષેપ છે.

    2019માં જાહેર થયેલી વિગતો મુજબ તે એપલ મૂકીને આરીસ કૉપોઝિટસમાં નોકરીએ લાગ્યો હતો. જ્યાં તેનો રોલ કન્ઝ્યુમર પ્રોડક્ટના ચીફનો હતો. એપલના પ્રોટોટાઈપ અને મટીરીયલ સાથે પણ તેનું કામ સંકળાયેલું હોવાનું જાણવા મળે છે.
    Published by:News18 Gujarati
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ