Home /News /tech /Robotics: ઓહ માય ગોડ! રોબોટ આ બધું પણ કરી શકે છે, માનવ કરતાં પણ વધુ 'સમજદાર'!
Robotics: ઓહ માય ગોડ! રોબોટ આ બધું પણ કરી શકે છે, માનવ કરતાં પણ વધુ 'સમજદાર'!
એટલાસની અદ્યતન કંટ્રોલ સિસ્ટમ અને અત્યાધુનિક હાર્ડવેર રોબોટને માનવ સ્તરની ચપળતા દર્શાવવા માટે તાકાત અને સંતુલન પ્રદાન કરે છે.
Robotics: બોસ્ટન ડાયનામિક્સે તેના હ્યુમનૉઇડ રોબોટ એટલાસનો વીડિયો જાહેર કર્યો છે. રોબોટની કેટલીક આશ્ચર્યજનક કુશળતા વિકસાવી શકવામાં સફળતા મળી છે. કંપનીના જણાવ્યા અનુસાર, રોબોટ વજનદાર વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે.
Robot like human: બોસ્ટન ડાયનામિક્સે તેના હ્યુમનૉઇડ રોબોટ એટલાસનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં રોબોટે કેટલાક એવા કૌશલ્ય બતાવ્યા છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બોસ્ટન ડાયનેમિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રોબોટ તેની આસપાસની વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે અને નકલી બાંધકામ સાઈટ પર રસ્તામાં પડેલા લાકડાના પાટિયાને ઉપાડી પણ શકે છે.
કંપનીના જણાવ્યા અનુસાર આ રોબોટ, ઈન્ડસ્ટ્રી અને કન્સ્ટ્રક્શન વર્કથી પ્રેરિત છે. તે વિવિધ કદ, સામગ્રી અને વજનની વસ્તુઓને ખસેડી શકે છે. હ્યુમનૉઇડ રોબોટે ચોકસાઇ સાથે 540-ડિગ્રી મલ્ટિ-એક્સિસ ફ્લિપ પણ કર્યું. તે કોઈપણ વસ્તુને ઉઠાવી અને પકડી શકે છે તેમજ તેને સરળતાથી પકડી શકે છે. આ ક્ષમતા થકી એટલાસ પહેલા કરતા પણ વધુ મનુષ્યોની નજીક પહોંચી ગયું છે.
એટલાસ કંટ્રોલના વડા, બેન સ્ટિફેસ કહે છે કે નવો વિડિયો શરૂઆતમાં અગાઉના વિડિયો કરતા થોડો જુદો લાગે છે. જે ઓછો આકર્ષક અને વધુ કાર્યાત્મક છે. પરંતુ તે નવા સંશોધનનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.
હજુ કામ કરવાનું છે
સ્ટીફન્સે કહ્યું કે તેઓ હજુ પણ દ્વિપક્ષીય રોબોટ્સથી ઘણા લાંબા અંતરે છે જે મનુષ્યો સાથે મળીને કામ કરી શકે છે. મેનીપ્યુલેશન એ એક વ્યાપક શ્રેણી છે અને અમારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. જો કે, તે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તેની ઝલક આપે છે. આ રોબોટિક્સનું ભવિષ્ય છે.
એટલાસની અદ્યતન નિયંત્રણ સિસ્ટમ
બોસ્ટન ડાયનેમિક્સે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, "એટલાસની અદ્યતન કંટ્રોલ સિસ્ટમ અને અત્યાધુનિક હાર્ડવેર રોબોટને માનવ સ્તરની ચપળતા દર્શાવવા માટે તાકાત અને સંતુલન પ્રદાન કરે છે." ભવિષ્યમાં સંપૂર્ણ માનવ જેવુંજ હલન-ચલન, લચીલાપણું વકસાવવામાં સફળતા મળે છે તો તેનો ઉપયોગ સીમિત રહેશે નહિ.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર