ન્યૂઝ 18 ગુજરાતી : ભારતની સૌથી મોટી કાર કંપની Tata Motors ભારતીય બઝારમાં એક નવી કૉમ્પેક્ટ SUV ઉતારવાની છે. ટાટાએ આ SUVને બ્લેકબર્ડ નામ આપ્યું છે. ટીમ બીએચપી ફોરમના એક મેમ્બરના જણાવ્યા મુજબ ટાટાએ આ એસયુવી તૈયાર કરવા માટે ચાઇનીઝ એસયુવી Chery Tiggoનો બેંચમાર્કની જેમ ઉપયોગ કર્યો છે. Chery હજુ સુધી ટાટા મોટર્સની સબ્સિડરી જેગુઆર લેન્ડ રોવરની સાથે 50:50 વેન્ચરની જેમ છે. ટાટાની આ ગાડી હુંડાઈની ક્રેટાની ટક્કરમાં આવશે.
રૂપિયા 10-15 લાખની કિંમતનું અનુમાન ટાટા મોટર્સની Blackbirdની ડિઝાઇન Altrozની જેમ ALPHA આર્કિટેક્ચર પર બેસ્ડ છે. આ SUVની કિંમત 10-15 લાખ રૂપિયાની વચ્ચે છે. હજુ તેના એન્જિનની વિગતો સામે આવી નથી પરંતુ અપેક્ષા છે કે પેટ્રોલ અને ડિઝલ બંને વેરિયન્ટમાં ટાટા આ કારને લોન્ચ કરશે. આ કારની કિંમત રૂપિયા 10-15 લાખની વચ્ચે હોવાની શક્યતા છે.
TATA જલદી ઉતારશે અનેક મોડલ આ વર્ષે જિનીવા મોટર શોમાં ટાટા મોટર્સે અનેક વ્હીકલ્સ દર્શાવ્યા હતા. આ તમામ વ્હીકલ ભારતમાં જલ્દી રજૂ થવાના છે. સોકેસ થયેલા વ્હીકલમાં હેરિયરનું 7 સીટર વર્ઝન, Altroz હેચબેક અને H2X કૉન્સેપ્ટનો સમાવેશ થાય છે. ટાટા ભારતમાં એક નવી માઇક્રો SUV પણ લૉન્ચ કરશે. આના પછી ટાટાના પ્રત્યેક સેગમેન્ટમાં માઇક્રો, કૉમ્પેક્ટ અને મિડ સાઇઝમાં એક SUV ઉપલબ્ધ થશે. બાકીની SUV સેગમેન્ટમાં બ્લેકબર્ડનો સમાવેશ થાય છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર