Tata Skyએ તેની 25 ચેનલ પેકની કિંમતમાં કર્યા ફેરફાર

હવે સસ્તામાં જુઓ આ TV Channels

ટાટા સ્કાયે તેની 25 ચેનલ પેકમાં ભાવ વધાર્યા છે અને કેટલાકના ભાવમાં ઘટાડો કર્યો છે. સંપૂર્ણ વિગતો જાણીએ

  • Share this:
    ટાટા સ્કાયે તેની ઑફર્સ અને ટેરિફ પ્લાનમાં કેટલાક ફેરફારો કર્યા છે. કંપનીએ તેની 25 ચેનલ પેકમાં કેટલાક ભાવમાં વધારો કર્યો છે અને કેટલાકના ભાવમાં ઘટાડો કર્યો છે. ટેલિકોમ ટૉક મુજબ, ડીટીએચ પ્રોવાઇડર્સના આ પેક્સમાં સસ્તા પેકેઝથી લઇને પ્રીમિયમ પેક્સ સુધી સામેલ છે. આમાં સૌથી મોટા ફેરફારો રિઝનલ પેક શ્રેણીમાં કરવામાં આવ્યાં છે. ચાલો સંપૂર્ણ વિગતો જાણીએ.

    આ પેક્સમાં ગુજરાતી રિઝનલ પેકનો પણ સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 7 થી વધીને રૂ. 8.49 કરવામાં આવી છે. આ પેકમાં ચાર ચેનલો સામેલ છે, પરંતુ હવે યૂઝર્સ આ પેકમાં પાંચ ચેનલ્સનો આનંદ માણી શકશે. આ ઉપરાંત, ટાટા સ્કાયે તમિલ ફેમિલી પેકમાં પણ ફેરફાર કર્યા છે. આ પેકની કિંમત 267 રૂપિયાથી ઘટીને 254.27 રૂપિયા કરવામાં આવી છે. આ પેકમાં 77 ચેનલો ઉપલબ્ધ છે, પરંતુ હવે આ પેકમાં યુઝર્સ માત્ર 76 ચેનલોનો આનંદ લઈ શકે છે.

    અન્ય પેકમાં તેલુગુ પર ફેમિલી સ્પોર્ટસ પેકનો સમાવેશ થાય છે આ પેક પહેલા રૂ. 285 હતું અને હવે પેક 282 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો કે, આ પેકમાં 75 ચેનલો આપવામાં આવી રહી છે. પણ અન્ય પેક્સમાં કન્નડા ફેમિલી સ્પોર્ટ્સ પેક, તેલુગુ ફેમિલી સ્પોર્ટ્સ એચડી, કન્નડા ફેમિલી સ્પોર્ટ્સ એચડી, મલયાલમ ફેમિલી સ્પોર્ટ્સ એચડી, તમિલ ફેમિલી કિટ્સ સ્પોર્ટ્સ, તામિલ પ્રીમિયમ સ્પોર્ટ્સ ઇંગ્લિશ વગેરે પેકનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: ભારતીયોની આ આદતને કારણે Alexaનું મગજ ચડી જાય છે ચકડોળે



    લોન્ગ ટર્મ પ્લાનના લાભ પણ આપે છે Tata Sky

    જો તમારે લાંબા સમય સુધી પસંદ કરેલી ચેનલ્સ જોવી હોય, તો તમે આ યોજનાને લઈ શકો છો. ટાટા સ્કાયે આ માટે છ નવા છ મહિનાના પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનની શરુઆતી કિંમત રૂ. 2007 છે. ટેલિકોમ ટોકના સમાચાર મુજબ, ટાટા સ્કાયની પહેલી યોજના હિન્દી બેઝિક પેક છે, જેની કિંમત 2007 રૂપિયા છે. બીજી યોજના હિન્દી બેઝિક એચડી છે, જેની કિંમત 2836 રૂપિયા છે. જોકે અન્ય ભાષાઓ માટે તેની કિંમત અલગ છે. જેમ- ગુજરાતી હિન્દી બેઝિક સેમી એન્યુઅલ યોજના 2007 રૂપિયામાં છે જ્યારે ગુજરાતી હિન્દી બેઝિક એચડી સેમી એન્યુઅલ યોજના રૂ. 2,698 માં આવે છે. જ્યારે મરાઠી હિન્દી બેઝિક એન્યુઅલ પેક રૂ. 2,029 માં છે, મરાઠી હિન્દી બેઝિક એચડી સેમી એન્યુઅલ પેક 2,840 રૂપિયામાં આવે છે.
    Published by:Bhoomi Koyani
    First published: