Tata Sky યૂઝર્સ માટે ખુશખબર! ટૂંક સમયમાં ઓછું થશે DTHનું બિલ, બનાવ્યો આ ખાસ પ્લાન

મે મહિનામાં Tata Skyના 5 લાખ સબ્સક્રાઇબરે રિચાર્જ નથી કરાવ્યું, નવું કન્ટેન્ટ નહીં હોવાના કારણે ઘટી રહ્યો છે દર્શકોનો રસ

મે મહિનામાં Tata Skyના 5 લાખ સબ્સક્રાઇબરે રિચાર્જ નથી કરાવ્યું, નવું કન્ટેન્ટ નહીં હોવાના કારણે ઘટી રહ્યો છે દર્શકોનો રસ

  • Share this:
    નવી દિલ્હીઃ Tata Sky ગ્રાહકોના માસિક બિલ ઘટાડવા માટે 15 જૂનથી એક મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. બિલ ઓછું કરવા માટે કંપની ચેનલો કે પેકની સંખ્યા ઓછી કરશે. આવું લગભગ 70 લાખ સબ્સક્રાઇબર માટે કરવામાં આવશે. કસ્ટમર્સને ડાયરેક્ટ-ટૂ-હોમ (Direct to Home-DTH) પ્લેટફોર્મથી જોડાયેલા રાખવા માટે કંપની આ પગલું ભરી રહી છે. Tata Skyએ 350 રૂપિયાના કે તેનાથી ઓછી બિલની ચૂકવણી કરનારા ગ્રાહકોને જોડાયેલા રાખવા માટે આ પગલું ભર્યું છે.

    છેલ્લા બે મહિનામાં 15 લાખ ગ્રાહકોએ Tata Skyની સેવાઓ બંધ કરાવી દીધી છે. તેઓ પોતાના સબ્સક્રિપ્શનને રિન્યૂ નથી કરાવતા. કારણ કે ગ્રાહકોનું માનવું છે કે તે ઘણું મોંઘું છે. મે મહિનામાં Tata Sky વેબસાઇટ કે એપ પર લૉગ-ઇન કરનારા 50 લાખ સબ્સક્રાઇબરમાંથી લગભગ 70 ટકા ઈચ્છે છે કે તેમના માસિક બિલને ઓછું કરવા માટે ચેનલ ઘટાડી દેવામાં આવે.

    આ પણ વાંચો, PNBના કેશિયરને ઓનલાઇન ગેમનો લાગ્યો ચસ્કો, દેવું વધી જતાં અજમાવ્યો આવો કીમિયો

    નવું કન્ટેન્ટ નહીં હોવાના કારણે ઘટી રહ્યો છે દર્શકોનો રસ

    દર્શકોનો રસ એટલા માટે પણ ઘટી રહ્યો છે કારણ કે ચેનલો પર કોઈ નવું કન્ટેન્ટ કે લાઇવ સ્પોર્સ્મ નથી. આ ઉપરાંત કોરોના મહામારીને ધ્યાને લઈ લૉકડાઉનના કારણે પણ કેટલાક ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતા પર અસર પડી છે.

    મે મહિનામાં 5 લાખ લોકોએ રિચાર્જ નથી કરાવ્યું- MD

    Tata Skyના એમડી હરિત નાગપાલે ઈડીને જણાવ્યું કે માર્ચમાં 10 લાખ ઇનએક્ટિવ સબ્સક્રાઇબર અમારા પ્લેટફોર્મ પર પરત જોડાયા હતા. જોકે, એપ્રિલમાં 10 લાખ ચાલ્યા ગયા. પછી મે મહિનામાં 5 લાખ લોકોએ રિચાર્જ નથી કરાવ્યું. તેઓએ કહ્યું કે વિશ્લેષણોથી જાણી શકાય છે કે ગ્રાહકોને ચૂકવણી કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ રીતે ગ્રાહકોને સંપૂર્ણપણે ગુમાવી દેવાને બદલે અમે થોડા પેક અને ચેનલોને ઓછી કરીશું. તેનું માસિક બિલ ઘટી જશે. Tata Skyના 1.80 કરોડ સબ્સક્રાઇબર છે. કંપનીએ માહિતી મેળવી કે 60-70 લાખ સબ્સક્રાઇબરોને તેનો ફાયદો મળશે. તેઓ માસિક બિલમાં 60-100 રૂપિયાની બચત કરી શકશે.

    આ પણ વાંચો, 1 લાખ ભારતીયોના Aadhaar, PAN અને પાસપોર્ટનું ઇન્ટરનેટ પર સેલ! જાણો સમગ્ર મામલો
    Published by:Mrunal Bhojak
    First published: