આ 12 શહેરોમાં આવી રહ્યું છે ટાટા સ્કાય બ્રોડબેન્ડ, 100mbps સ્પીડનો દાવો

ફાઇલ તસવીર

રિયાલન્ય જીયો ગીગા ફાઇબર બ્રોડબેન્ડ સેવા માટે રજિસ્ટ્રેશન શરૂ થયાના થોડા દિવસ પછી તાતા સ્કાય પણ પોતાની બ્રોડબેન્ડ સેવા લઇને આવી રહી છે.

 • Share this:
  રિયાલન્ય જીયો ગીગા ફાઇબર બ્રોડબેન્ડ સેવા માટે રજિસ્ટ્રેશન શરૂ થયાના થોડા દિવસ પછી ટાટા સ્કાય પણ પોતાની બ્રોડબેન્ડ સેવા લઇને આવી રહી છે. ટાટા સ્કાય બ્રોડબ્રેન્ડ 100mbps સ્પીડનો દાવો કરી રહી છે. આ સુવિધા 12 શહેરોમાં ઉપલબ્ધ થશે. ટાટા સ્કાય બ્રોડબેન્ડ સેવા નવી દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા, ગાઝિયાબાદ, મુંબઇ, થાણે, પુણે, અમદાવાદ, મીરા ભાયંદર, ભોપાલ,ચેન્નાઇ અને બેંગલુરુમાં શરૂ થશે.

  વધુ મળતી માહિતી પ્રમાણે ટાટા સ્કાય બ્રોડબેન્ડ એક મહિનો, ત્રણ મહિના પાંચ મહિના, નવ મહિના અને 11 મહિનાની વેલિડિટી વાળા પ્લાન્સ લઇને આવશે. એક મહિનાની વેલિડિટી વાળા પ્લાનની કિંમત રૂ.999 હશે, જેમાં 5mbps સ્પીડ મળશે. પરંતુ ડેટા ખતમ થવા પર સ્પીડ 1mbps રહી જશે. આ ઉપરાંત કંપની 10mbps, 30mbps અને 50mbps સ્પીડવાળો પ્લાન પણ લઇને આવી રહી છે. આ પ્લાન્સ અનલિમિટેડ અને લિમિટેડ ડેટા પ્લાન્સ વહેચવામાં આવશે.

  એક મહિનાના પ્લાનમાં ગ્રાહકોને 5,10,30,50 અને100mbps સ્પીડવાળો પ્લાન મળશે. જેની કિંમત ક્રમશઃ રૂ.2,999, રૂ.3450, રૂ.4500, રૂ.5400 અને રૂ.7500. આ દરેક પ્લાન અનલિમિટેડ ડેટા સાથે આવશે. આ પ્લાન સાથે વાઇફાઇ રાઉટર મફત મળશે જોકે, 1200 રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જ આપવાનો રહેશે. જો લિમિટેડ ડેટાની વાત કરીએ તો 60 જીબી ડેટા પ્લાનની કિંમત રૂ.999 જ્યારે 125 જીબી ડેટા પ્લાનની કિંમત રૂ.1,250માં ઉપલબ્ધ રહેશે.

  ત્રણ મહિનાવાળા પ્લાનમાં તમને 5,10, 30, 50 અને 100mbps સ્પીડવાળા પ્લાન મળશે. જેની કિંમત ક્રમશ, રૂ. 2997, રૂ.3450, રૂ.4500, રૂ.5400 અને રૂ.7500. આ ઉપરાંત 12 મહિનાવાળા પ્લાનમાં તમને 5,10,30, 50 અને 100mbps સ્પીડવાળો પ્લાન મળશે. જેની કિંમત ક્રમશઃ રૂ.11,988, રૂ.13,800, રૂ.21,000 અને રૂ.30,000 છે.
  Tata Sky rolls out broadband service, offers 100Mbps for Rs 2,500
  Published by:Ankit Patel
  First published: