Tata Sky, Airtel Xtreme Fibre અને બીજા બ્રૉડબેન્ડ પ્લાન, જાણો ક્યો છે શ્રેષ્ઠ

News18 Gujarati
Updated: November 15, 2019, 12:29 PM IST
Tata Sky, Airtel Xtreme Fibre અને બીજા બ્રૉડબેન્ડ પ્લાન, જાણો ક્યો છે શ્રેષ્ઠ
જુદી જુદી કંપનીઓ બ્રૉડબેન્ડ સેવા પર છૂટ આપી રહી છે, તેથી બ્રૉડબેન્ડ પ્લાન પર ડિસ્કાઉન્ટ મેળવી શકાય.

જુદી જુદી કંપનીઓ બ્રૉડબેન્ડ સેવા પર છૂટ આપી રહી છે, તેથી બ્રૉડબેન્ડ પ્લાન પર ડિસ્કાઉન્ટ મેળવી શકાય.

  • Share this:
બજારમાં રહેવા માટે અનેક બ્રૉડબેન્ડ કંપનીઓ નવા પ્લાન લઈને આવી રહી છે. તાજેતરમાં ભારતી એરટેલ તરફથી નવા પ્લાન લૉન્ચ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટાટા સ્કાયએ પણ તેના પ્લાનમાં ફેરફાર કર્યા છે. જાણો તમારા માટે ક્યો પ્લાન લેવો વધુ સારો હોઈ શકે છે.

Airtel Xstream Fibre અનલિમિટેડ ડેટા પ્લાન

એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબર નામની સેવામાં યૂઝર્સોને ચાર બ્રૉડબેન્ડ પ્લાન મળે છે. જેમાં રૂ .799 નો એરટેલ બેઝિક પ્લાન, 999 રૂપિયાનો એરટેલ એન્ટરટેઇનમેન્ટ પ્લાન, 1499 રૂપિયાનો એરટેલ પ્રીમિયમ પ્લાન અને 3999 રૂપિયાનો વીઆઇપી બ્રૉડબેન્ડ પ્લાન સામેલ છે. પરંતુ એરટેલના તમામ બ્રૉડબેન્ડ પ્લાન મહિનાના એફયુપી સાથે આવે છે. જોકે 299 રૂપિયા વધુ આપવા પર ગ્રાહકોને અનલિમિટેડ ડેટા મળે છે.

આ પણ વાંચો: જિયો, એરટેલ અને વોડાફોનનો સસ્તો રિચાર્જ પ્લાન, જાણો ક્યો છે શ્રેષ્ઠ

ટાટા સ્કાય અનલિમિટેડ ડેટા પ્લાન

ટાટા સ્કાયમાં બે પ્રકારના પ્લાન છે. પ્રથમ અનલિમિટે ડેટા પ્લાન અને બીજો ફિક્સ્ડ જીબી પ્લાન. અનલિમિટેડ ડેટા પ્લાન હેઠળ 900, 1000 રૂપિયા અને 1100 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાન હેઠળ તમને 25 એમબીપીએસ, 50 એમબીપીએસ અને 100 એમબીપીએસની સ્પીડ મળશે.
Loading...

આ પણ વાંચો: હોમ લોન લેવાની તૈયારીમાં છો તો જાણી લો આ વાત, શું છે બૅન્કના વ્યાજદર

આ ઉપરાંત અનેક સર્વિસ પ્રોવાઇડર્સ અન્ય શહેરોમાં પણ ઘણા પ્લાન આપે છે. એનબીટીના સમાચાર મુજબ હૈદરાબાદમાં મળનારા બ્રૉડબેન્ડમાં યૂઝર્સને ચાર અનલિમિટેડ પ્લાન મળે છે. જે 75Mbps, 50Mbps, 30Mbps અને 15Mbps સ્પીડ આપે છે. બેંગલુરુ સર્કલમાં યૂઝર્સને 1,999 રૂપિયા અને 1690 રૂપિયાના પ્લાનમાં અનલિમેટડ ડેટા ઑફર કરવામાં આવી રહ્યો છે. Hathway Broadband વિશે વાત કરીએ તો હાલમાં યૂઝર્સોઓને અનલિમિટેડ ડેટા સાથે કોઈ પ્લાન મળી રહ્યો નથી.
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com