Tata Sky એ રજૂ કર્યુ 6 મહિનાનું પેકેઝ, મળશે આ ફાયદો

News18 Gujarati
Updated: June 20, 2019, 3:46 PM IST
Tata Sky એ રજૂ કર્યુ 6 મહિનાનું પેકેઝ, મળશે આ ફાયદો
તાજેતરમાં, ટાટા સ્કાયે મલ્ટિ-ટીવી કનેક્શનની સેવા બંધ કરી દીધી છે.

ટાટા સ્કાયની પહેલી યોજના હિન્દી બેઝિક પેક છે, જેની કિંમત રૂ. 2007 છે.

  • Share this:
ટાટા સ્કાય હવે તેના ગ્રાહકો માટે લાંબા ગાળાનો પ્લાન લઇ આવી રહી છે. જોકે, ટ્રાઇના નિયમ પછી, લગભગ તમામ ડીટીએચ ઓપરેટરોએ લાંબા ગાળાના પ્લાન બંધ કરી દીધા હતા. પરંતુ ટાટા સ્કાય હવે આ પ્લાન સાથે આવી છે જે યૂઝર્સ માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. જો તમારે લાંબા સમય સુધી પસંદ કરેલી તે ચૅનલ્સ જોવી હોય, તો તમે આ પ્લાન લઇ શકો છો. ટાટા સ્કાયે આ માટે છ મહિનાનો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની શરુઆતની કિંમત 2007 રુપિયા છે.

2007 રુપિયાથી શરુ થાય છે પ્લાન

ટેલિકોમ ટોકના સમાચાર મુજબ, ટાટા સ્કાયની પહેલી યોજના હિન્દી બેઝિક પેક છે, જેની કિંમત રૂ. 2007 છે. બીજી યોજના હિન્દી બેઝિક એચડી છે, જેની કિંમત 2836 રૂપિયા છે. જોકે, અન્ય ભાષાઓ માટે તેની કિંમત અલગ છે. જેમ કે ગુજરાતી -હિન્જી બેઝિક એન્યુઅલ 2007 રુપિયામાં છે. જ્યારે ગુજરાતી-હિન્દી એચડી સેમી અન્યુઅલ પ્લાન 2698 રુપિયામાં આવે છે. તો મરાઠી હિન્દી બેઝિક એન્યુઅલ પેકેજની કિંમત 2029 રુપિયા છે. જ્યારે મરાઠી બેસિક એચડી સેમી એન્યુઅલ 2840 રુપિયામાં આવે છે.

ટાટા સ્કાયે 6 નવા લાંબા ગાળાના પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનની માન્યતા 6 મહિના છે. કદાચ આગામી દિવસોમાં આપણે ટાટા સ્કાય પાસેથી કેટલીક નવી લાંબા ગાળાની યોજનાઓ જોઈ શકીએ છીએ. તાજેતરમાં, ટાટા સ્કાયે મલ્ટિ-ટીવી કનેક્શનની સેવા બંધ કરી દીધી છે. ત્યારબાદ કંપનીએ ગ્રાહકો માટે રુમ ટીવી સર્વિસ શરુ કરી છે, જેની મદદખી ગ્રાહક એક જ ઘરમાં એક જ કનેક્શનથી બે ટીવીનો ઉપયોગ કરી શકે છે.
First published: June 20, 2019, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading