Home /News /tech /

થઈ જાવ તૈયાર, આવી રહી છે Tata Punch Micro SUV: ઓછી કિંમતમાં મળશે શાનદાર ફીચર્સ

થઈ જાવ તૈયાર, આવી રહી છે Tata Punch Micro SUV: ઓછી કિંમતમાં મળશે શાનદાર ફીચર્સ

મે ઓછી કિંમત આપીને ટાટા પંચમાં શ્રેષ્ઠ ફિચર્સ મેળવી શકો છો.

ભારતીય ઓટો કંપની Tata Motorsએ પોતાના નવી Micro SUV Tata Punchને લોન્ચ કરી દીધી છે. તેનું બુકિંગ (Booking) પણ આજથી જ શરૂ થશે. ગ્રાહક રૂ.21,000 આપીને ટાટા પંચ (Tata Punch) બુક કરી શકશે.

નવી દિલ્હી: ભારતીય ઓટો કંપની Tata Motorsએ પોતાના નવી Micro SUV Tata Punchને લોન્ચ કરી દીધી છે. તેનું બુકિંગ (Booking) પણ આજથી જ શરૂ થશે. ગ્રાહક રૂ.21,000 આપીને ટાટા પંચ (Tata Punch) બુક કરી શકશે. જોકે, હજુ સુધી તેની કિંમતો અંગે કોઇ ખુલાસો કરાયો નથી. ઉલ્લેખનીયમ છે કે, ટાટા દ્વારા નવા આલ્ફા આર્કિટેક્ચર મોડ્યૂલર (Alpha architecture modular) પ્લેટફોર્મ સાથે લાવવામાં આવી હોય તેવી અલ્ટ્રોજ (Tata Altroz) પહેલા કાર હતી. બીજી તરફ તમે ઓછી કિંમત આપીને ટાટા પંચમાં શ્રેષ્ઠ ફિચર્સ મેળવી શકો છો. SUVની શરૂઆતી કિંમત 4.99 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે, જે સેગ્મેન્ટ ગાડીઓમાં સૌથી ઓછી કિંમત માનવામાં આવી રહી છે.

શું હશે ફીચર્સ?

Tata Punchને લઇને અત્યાર સુધીમાં જે જાણકારી મળી છે, તે અનુસાર આ કાર માઇક્રો SUVને પ્યોર, એડવેન્ચર, અકમ્પ્લિશ્ડ અને ક્રિએટીવ જેવા 4 ટ્રિપ ઓપ્શન સાથે રજૂ થઈ શકે છે. જેમાં ઓર્કસ વ્હાઇડ, ડેટોના ગ્રે, કેલિપ્સો રેડ, ટોરનેડો બ્લૂ, ટ્રોપિકલ મિસ્ટ, એટોમિક ઓરેન્જ અને મેટિયોર બ્રોન્ઝ કલર સામેલ છે. ટાટા પંચમાં તમને 9 કલર ઓપ્શન પસંદ કરવા મળશે. જેમાંથી 3 મોનોટોન અને 6 ડ્યુએલ ટોન કલર ઓપ્શન્સ હશે. તેમાં 16 ઇંચની ડ્યુએલ ટોન અલોય વ્હિલ્સ જોવા મળશે.

પાવરફુલ એન્જીન

2021 ટાટા પંચને સિંગલ એન્જીન વિકલ્પ સાથે ઉપલબ્ધ કરવામાં આવશે. તેમાં 1.2 લીટર નેચરલી એસ્પિટરેટેડ, 3 સિલીન્ડર, રેવોટ્રોન પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે, જે 6000rpm પર 85bhp પાવર અને 3300rpm પર 113bhpનો ટોર્ક પેદા કરે છે. આ મોટરને ફાઇવ-સ્પીડ મેન્યુઅલ યૂનિટ અથવા એએમટી યૂનિટ સાથે જોડવામાં આવશે. તેના એએમટી વેરિએન્ટમાં ટ્રેક્શન પ્રો મોડ પણ મળશે.

શાનદાર ઇન્ટીરિયર

કેબિનની વાત કરીએ તો, ટાટા પંચ ડ્યુએલ ટોન ઇન્ટીરિયર થીમથી સજ્જ હશે. જેમાં એક સાત ઇંચની હરમન એપલ કારપ્લે ને એન્ડ્રોઇડ ઓટોની સાથે ફ્રી સ્ટેન્ડિંગ ટચ સ્ક્રિન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, અલ્ટ્રોજ જેવુ સાચ ઇંચનું ઇન્સ્ટિરૂમેન્ટ ક્લસ્ટર, લેધર રેપ્ડ ફ્લેટ બોટમ સ્ટીરિંગ વ્હીલ, ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ, બે ડ્રાઇવ મોડ(સિટી અને ઇકો), એન્જી સ્ટાર્ટ-સ્ટોપ બટન, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવા ફીચર્સ મળશે.

આ પણ વાંચો: ગૂગલ એન્ડ્રોઇડ 12: નવી OS માટે થઈ જાઓ તૈયાર, જાણો નવા ફિચર્સમાં શું-શું મળશે

આઉટર લૂક અને સ્ટાઇલિંગ

નવી ટાટા પંચમાં એક સ્પ્લિટ હેડલેમ્પ ડિઝાઇન મળશે, જ્યાં ઉપરના યૂનિટમાં એલઇડી DRL સ્લોટ હશે. તો નીચેના યૂનિટમાં હલોજન પ્રોજેક્ટર હેડલેમ્પ છે. આ ઉપરાંત ડ્યુઅલ-ટોન બંપર, ફોગ લાઇટ, એક સિંગલ સ્લેટ ગ્રિલ, 16-ઇંચ ડ્યુઅલ ટોન અલોય વ્હીલ, સી-પીલર માઉન્ટે રિયર ડોર હેંડલ, 90 ડિગ્રી આપનિંગ ડોર અને એલઇડી ટેલ લાઇટ્સ પણ મળશે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Automobile, TATA, Tata motors

આગામી સમાચાર