Home /News /tech /

ભયાનક અકસ્માત પછી પણ આ કારને કારણે બચ્યો 5 લોકોનો જીવ, જાણો શું છે કારણ?

ભયાનક અકસ્માત પછી પણ આ કારને કારણે બચ્યો 5 લોકોનો જીવ, જાણો શું છે કારણ?

કાર ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ ભારતમાં ઉત્પાદિત સૌથી સુરક્ષિત કાર છે

Tata Punch features - કાર સેફ્ટીનું પરીક્ષણ કરતી સંસ્થા ગ્લોબલ ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (Global New Car Assessment Program (NCAP)) એ Tata પંચને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે

નવી દિલ્હી : કારમાં બેઠેલા 5 લોકો મોટા અકસ્માતનો ભોગ બન્યા. અકસ્માત (Accident)એટલો ભયાનક હતો કે કાર રોડ પર એક કરતા વધુ વખત પલટી પણ મારી ગઈ હતી. પાછળનું એક ટાયર એક્સલથી અલગ થઈ ગયું. જોકે તેમાં બેઠેલા તમામ લોકો ખૂબ નસીબદાર હતા. આટલા મોટા અકસ્માત પછી પણ ચમત્કારીક રીતે બધા બચી ગયા. લોકોને માત્ર નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ અનેક લોકોએ કારમાં બેઠેલા લોકોને લકી ગણાવ્યા ને તેમના આબાદ બચાવનો બધો જ ક્રેડિટ લોકોના નસીબને મળ્યું. પરંતુ અહીં એક વધુ વસ્તુ છે, જેને સલામતી માટે સૌથી વધુ શ્રેય મળવો જોઈએ અને તે ટાટા પંચ (Tata Punch)છે.

તાજેતરમાં કાર સેફ્ટીનું પરીક્ષણ કરતી સંસ્થા ગ્લોબલ ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (Global New Car Assessment Program (NCAP)) એ Tata પંચને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે. આ અકસ્માતમાં કારે ગ્લોબલ એનસીએપી દ્વારા આપવામાં આવેલા રેટિંગને સાચું સાબિત કર્યું. આ અકસ્માત ગુજરાતના એક હાઈવે પર થયો હતો. અકસ્માત સમયે કાર 120ની સ્પીડે જઈ રહી હતી. અકસ્માતના સાક્ષી બનેલા એક વ્યક્તિએ તેનો વીડિયો જાહેર કર્યો છે. જેને નિખિલ રાણા નામના યુટ્યુબરે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

આ પણ વાંચો - Amazon Sale 2022: રૂ. 5,000 સુધીમાં મળી રહ્યા છે આ બેસ્ટ ઈયરબડ્સ

આ તસવીર નિખિલ રાણા નામના યુટ્યુબરે સોશિયલ મીડિયા પર શેર કરી હતી


120ની ઝડપે ચાલી રહી હતી કાર

યુટ્યુબરે અકસ્માત વિશે કહ્યું છે કે કોઈ કારણસર સ્પીડમાં આવતી કારે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર અનેક વખત પલટી પણ ખાઈ ગઈ હતી. જોકે, સોશિયલ મીડિયા પર શેર કરાયેલા અકસ્માતના ફોટો પ્રમાણે કારની ફ્રેમ પરફેક્ટ લાગે છે. એવું લાગે છે કે તેની ફ્રેમને કોઈ નુકસાન થયું નથી, જેના કારણે ગાડીના તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.

દેશની સૌથી સુરક્ષિત કારમાંથી એક છે પંચ

માઇક્રો-SUV ટાટા પંચ 18 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવી હતી. કાર ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ ભારતમાં ઉત્પાદિત સૌથી સુરક્ષિત કાર છે. ટાટા પંચ 4 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે - Pure, Adventure, Accomplished અને Creative. તેની 1.2-લિટર પાવરટ્રેન 85bhp મહત્તમ પાવર અને 113 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે.
First published:

Tags: TATA, TATA Punch

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन