Home /News /tech /ટાટા મોટર્સે માઇક્રો SUV Tata Punchની કિંમતનો કર્યો ખુલાસો, Magnite અને Kigerને આપશે સીધી ટક્કર

ટાટા મોટર્સે માઇક્રો SUV Tata Punchની કિંમતનો કર્યો ખુલાસો, Magnite અને Kigerને આપશે સીધી ટક્કર

ટાટા પંચની કિંમતનો ખુલાસો

Tata Punch price revealed: ટાટા પંચનો સીધો મુકાબલો મારુતિ સુઝુકીની ઇગ્નિશ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની KUV100, નિસાનની Magnite અને રેનોની Kiger સાથે હશે.

મુંબઈ: ટાટા મોટર્સે આજે તેની માઇક્રો SUV ટાટા પંચની કિંમતનો ખુલાસો કર્યો છે. લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સબ-કમ્પેક્ટ SUV અને કોમ્પેક્ટ SUV ટાટા પંચની શરૂઆતની કિંમત (Tata Punch price revealed) 5.49 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ દિલ્હી) રાખવામાં આવી છે. ટાટા પંચ મેન્યુઅલ ટ્રાન્સમિશન (MT) અને ઓટોમેટિક ટ્રાન્સમિશન (AT) એમ બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. કારના કુલ ચાર વેરિઅન્ટ હશે, જેમાં Pure, Adventure, Accomplished અને Creativeનો સમાવેશ થાય છે.

ટાટા પંચે Pure વેરિઅન્ટની કિંમત ₹5.49 લાખ રૂપિયા રાખી છે. જ્યારે Adventure વેરિઅન્ટની કિંમત ₹6,39,000 લાખ, Accomplished મોડલની કિંમત ₹7,29,000 લાખ અને ટોપ વેરિઅન્ટ Creativeની કિંમત ₹8,49,000 લાખ રૂપિયા રાખી છે. ટાટા પંચ H2X કૉન્સેપ્ટ પર બનાવવામાં આવી છે. આ કારને ટાટા મોટર્સે 2020 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરી હતી.

ટાટા પંચ 1.2 લીટર પેટ્રોલ એન્જીન સાથે આવશે. જેમાં ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બંને ટ્રાન્સમિશન વિકલ્પ હશે. ટાટા પંચમાં ટોલ સિટિંગ, હાઇ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 370 એમએમ વોટર વેડિંગ કેપિસિટી હશે. ટાટા પંચનો સીધો મુકાબલો મારુતિ સુઝુકીની ઇગ્નિશ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની KUV100, નિસાનની Magnite અને રેનોની Kiger સાથે હશે.



Tata Punchને સુરક્ષા મામલે 5 સ્ટાર રેટિંગ

લોંચિગ પહેલા જ ટાટા પંચ દેશની સૌથી સુરક્ષિત કાર બની ગઈ હતી. હકીકતમાં Global NCAP (Global New Car Assessment Programme) તરફથી કરવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચને સુરક્ષા મામલે 5 સ્ટાર રેટિંગ (Tata Punch 5 Star Safety Rating Global Ncap) મળ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા મામલે આ સૌથી ઊંચું રેટિંગ છે. આને સરળ ભાષામાં સમજીઓ તો ટાટા પંચમાં મુસાફરી દરમિયાન અકસ્માત થાય તો તેમાં સવાર યાત્રિકો અન્ય કારની સરખામણીમાં વધારે સુરક્ષિત રહે છે.



કેટલી સુરક્ષિત છે Tata Punch?

ગ્લોબલ NCAP તરફથી વયસ્ક સુરક્ષા મામલે ટાટા પંચને 5 રેટિંગ મળ્યું છે. ટેસ્ટિંગ દરમિયાન ટાટા પંચને 17માંથી 16.45 અંક આપવામાં આવ્યા હતા. જ્યારે બાળકોની સુરક્ષા મામલે ટાટા પંચને 4 રેટિંગ મળ્યું છે. બાળકોની સુરક્ષા મામલે ટાટા પંચને 49માંથી 40.89 અંક મળ્યા છે. ક્રેશ ટેસ્ટ માટે ટાટા પંચને 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી હતી. સાથે જ જે કારને ટેસ્ટ કરવામાં આવી હતી તેમાં બે એર બેગ્સ હતી. ગ્લોબલ NCAPના ટેસ્ટિંગ દરમિયાન ટાટા પંચ ભારતની સૌથી સુરક્ષિત કાર બની ગઈ છે. ક્રેશ દરમિયાન કારની બોડી જેમની તેમ રહી હતી.

India Car crash test
ભારતની કાર્સ કેટલી સુરક્ષિત?


તમારી કાર કેટલી સુરક્ષિત?

ઓક્ટોબર 2021 સુધી ગ્લોબલ NCAP તરફથી ભારતમાં દોડતી કારોના સુરક્ષા બાબતે કરવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું હોય તેવી ચાર કારનો સમાવેશ થાય છે. જેમાં ટાટા પંચ, મહિન્દ્રા XUV300, ટાટા એલ્ટ્રોઝ અને ટાટા નેક્સનનો સમાવેશ થાય છે. જ્યારે 4 સ્ટાર રેટિંગ મળ્યું હોય તેવી સાત કાર છે. આ સાત કારમાં પણ ટાટાની બે કાર ટાટા ટિયાગો અને ટાટા ટિગોરનો સમાવેશ થાય છે. એટલે કે ભારતમાં ટાટા મોટર્સની સૌથી વધારે કારને સુરક્ષા મામલે સારું રેટિંગ મળ્યું છે.
First published:

Tags: TATA, Tata motors, TATA Punch, કાર