Home /News /tech /લૉન્ચ થતા જ આ Electric Carને મળ્યો જબરદસ્ત રિસ્પોન્સ, 4 મહિનાથી વધુનું વેઇટિંગ જોવા મળ્યું
લૉન્ચ થતા જ આ Electric Carને મળ્યો જબરદસ્ત રિસ્પોન્સ, 4 મહિનાથી વધુનું વેઇટિંગ જોવા મળ્યું
ટાટા મોટર્સ (Tata Motors) એ ગયા અઠવાડિયે નવી Nexon EV Max લૉન્ચ કરી છે.
Tata Nexon EV Max બે વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક કારની ડિલિવરી જૂનથી શરૂ થશે. જો કે, આ કારની માંગ એટલી વધારે છે કે તેના સ્ટાન્ડર્ડ મોડલ માટે પણ 6 મહિનાથી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
Tata Nexon EV Max: ટાટા મોટર્સ (Tata Motors) એ ગયા અઠવાડિયે નવી Nexon EV Max લૉન્ચ કરી છે. ખાસ વાત એ છે કે લૉન્ચ થતાની સાથે જ આ ઈલેક્ટ્રિક કારને એટલો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે કે તેના પર 4 મહિનાથી વધુનું વેઇટિંગ થઈ ગયું છે. કંપનીને આ લોંગ રેન્જ નેક્સન માટે માત્ર મુંબઈથી 200થી વધુ બુકિંગ મળ્યું છે.
Tata Nexon EV Max બે વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે. તેના XZ+ વેરિઅન્ટની કિંમત 17.74 લાખ રૂપિયા અને XZ+ Lux વેરિઅન્ટની કિંમત 19.24 લાખ રૂપિયા છે. આ ઇલેક્ટ્રિક કારની ડિલિવરી જૂનથી શરૂ થશે. જો કે, આ ઇલેક્ટ્રિક કારની માંગ એટલી વધારે છે કે તેના સ્ટાન્ડર્ડ મોડલ માટે પણ 6 મહિનાથી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
Nexon EV Maxની પાવરટ્રેન સિસ્ટમમાં 40.5kWh બેટરી પેક અને 143bhp ઇલેક્ટ્રિક મોટરનો સમાવેશ થાય છે. આ સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીએ લોંગ રેન્જ વેરિઅન્ટ લગભગ 14bhp વધુ પાવરફુલ અને 5Nm ટોર્કિયર છે. તે 9 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડવામાં સક્ષમ છે. SUV 437km ની ARAI દાવો કરેલ રેન્જ ઓફર કરે છે, જે Nexon EV કરતાં 125km વધુ છે. મોટું બેટરી પેક હોવા છતાં તે 350-લીટરની બૂટ સ્પેસ મેળવે છે.
56 મિનિટમાં થઈ શકે છે 80 ટકા સુધી ચાર્જ
નવી Tata Nexon EV Max બે ચાર્જિંગ વિકલ્પો સાથે આવે છે. એક 3.3kW એસી ચાર્જર, તેને ચાર્જ કરવામાં 15-16 કલાકનો સમય લાગે છે. તો બીજા 7.2kW એસી ચાર્જરથી ચાર્જ કરવામાં તેને 5-6 કલાકનો સમય લાગે છે. કંપનીનું કહેવું છે કે, ઇલેક્ટ્રિક SUVને 50kW DC ફાસ્ટ ચાર્જર વડે 56 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ મોડલ બેટરી અને મોટર માટે 8 વર્ષ/1,60,000 કિમીની વોરંટી સાથે આવે છે.
આ ઉપરાંત, કારને કેટલાક મુખ્ય ઓટો બ્રેક લેમ્પ ફંક્શન, પાર્ક મોડ સાથે એક ઇલ્યુમિનેટેડ ગિયર નોબ, સ્માર્ટવોચ ઈન્ટિગ્રેશન, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, કૂલ્ડ સીટ્સ, એર પ્યુરિફાયર, 48 ફીચર્સ સાથે અપગ્રેડેડ ZConnect 2.0 કનેક્ટેડ કાર ટેક, હિલ-હોલ્ડ અસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી જેવા ફીચર્સ પણ મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર