ટાટા મોટર્સ ઓટો એક્સપોમાં રજૂ કરશે 6 ઈલેક્ટ્રીક વ્હીકલ્સ

kiran mehta | News18 Gujarati
Updated: January 31, 2018, 6:13 PM IST
ટાટા મોટર્સ ઓટો એક્સપોમાં રજૂ કરશે 6 ઈલેક્ટ્રીક વ્હીકલ્સ
EESL દ્વારા મળ્યો છે ઈલેક્ટ્રીક કાર સપ્લાય કરવાનો ઓર્ડર...

EESL દ્વારા મળ્યો છે ઈલેક્ટ્રીક કાર સપ્લાય કરવાનો ઓર્ડર...

  • Share this:
સ્થાનિક ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ અગામી મહિને યોજાનાર ઓટો એક્સપોમાં 6 ઈલેક્ટ્રીક વ્હીકલ્સ રજૂ કરસે. કંપનીએ પહેલા જ જાહેરાત કરી છે કે, તે 9-14 ફેબ્રુઆરીએ યોજાનાર ઓટો એક્સપોમાં પોતાની પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં 26 સ્માર્ટ મોબિલિટી સોલ્યુસન્સ રજૂ કરશે. આ 6 વ્હીકલ્સ આમાં જ સામેલ હશે.

પર્સનલ અને માસ મોબિલિટી સેગમેન્ટને મળશે મજબુતાઈ
ટાટા મોટર્સના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવનાર વ્હીકલ્સના સ્પેશિફિકેશન વિશે નહીં જણાવી શકીએ. પરંતુ અમે એ વાતની ખાતરી આપીએ છીએ કે, ટાટા મોટર્સ 6 વ્હીકલ્સ રજૂ કરશે, આ સિવાય, અમે 2030 સુધીમાં સરકારના ઈલેક્ટ્રીફિકેશનના વિઝનને લઈ પ્રતિબદ્ધ છીએ.

EESL દ્વારા મળ્યો છે ઈલેક્ટ્રીક કાર સપ્લાય કરવાનો ઓર્ડર
ટાટા મોટર્સને સરકારી કંપની EESL તરફથી 350 ઈલેક્ટ્રીક કાર સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. જ્યારે ટાટા મોટર્સની પ્રતિસ્પર્ધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને 150 ઈલેક્ટ્રીક કારનો ઓર્ડર મળ્યો છે. ટાટા મોટર્સે પોતાની કેમ્પેક્ટ સેડાન ટિગોરનું ઈલેક્ટ્રીક વર્જનનું પહેલી બેન્ચ રજી કરી દીધી છે. આ કારને સાણંદ પ્લાંટમાં તૈયાર કરવામાં આવી છે. આ ઈલેક્ટ્રીક કારની સપ્લાય એનર્જી ઈફીશીઅંસી લિમિટેડ EESLને કરવામાં આવશે.
First published: January 31, 2018, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading