TATAની આ કાર 6 સેકન્ડમાં પકડે છે 100 કિમીની સ્પીડ

kiran mehta
Updated: February 15, 2018, 3:00 PM IST
TATAની આ કાર 6 સેકન્ડમાં પકડે છે 100 કિમીની સ્પીડ
ઓટો એક્સપોમાં દુનિયાની દિગ્ગજ કંપનીઓએ પોતાની ઈલેક્ટ્રીક કાર રજૂ કરી. ટાટા મોટર્સ પણ આ રેસમાં પાછળ નથી. કંપનીએ TaTa RaceMo+ સ્પોર્ટ્સ કાર ઓટો એક્સપોમાં રજૂ કરી છે. TaTa RaceMo+ને પહેલીવાર 2017માં જેનેવા મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી. જોકે, ત્યારે તેનું પેટ્રોલ એન્જિન મોડલ રજૂ કરવામાં આવ્યું હતું. આગળની સ્લાઈડમાં જોઈએ શું છે TaTa RaceMo+ના ફિચર્સ

TaTa RaceMo+ ફૂલ ચાર્જ કર્યા બાદ 350 કિમીની સ્પીડ પકડી શકે છે...

  • Share this:
ઓટો એક્સપોમાં દુનિયાની દિગ્ગજ કંપનીઓએ પોતાની ઈલેક્ટ્રીક કાર રજૂ કરી. ટાટા મોટર્સ પણ આ રેસમાં પાછળ નથી. કંપનીએ TaTa RaceMo+ સ્પોર્ટ્સ કાર ઓટો એક્સપોમાં રજૂ કરી છે. TaTa RaceMo+ને પહેલીવાર 2017માં જેનેવા મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી. જોકે, ત્યારે તેનું પેટ્રોલ એન્જિન મોડલ રજૂ કરવામાં આવ્યું હતું. આગળની સ્લાઈડમાં જોઈએ શું છે TaTa RaceMo+ના ફિચર્સ


TaTa RaceMo+નું એન્જિન તેના પાછળના ભાગમાં છે. આ કંપની તરફથી બનાવવામાં આવેલ પહેલી એસી ટૂ-ડોર સ્પોર્ટ્સ કાર છે. આ કારને ઈટલીમાં કંપની ડિઝાઈન સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવી છે.


TaTa RaceMo+ ફૂલ ચાર્જ કર્યા બાદ 350 કિમીની સ્પીડ પકડી શકે છે. આ કારમાં 6 સ્પીડ AMT ગેયર બોક્સ છે.


કંપનીનો દાવો છે કે, આ કાર 6 સેકન્ડમાં 0-100 કિમીની સ્પીડ પકડી શકે છે. કારમાં ફાસ્ટ ચાર્જિંગનું પણ ઓપ્શન છે.


આ કારની લંબાઈ 4 મીટર કરતા પણ ઓછી છે અને મિનિમમ ગ્રાઉન્ડ ક્લીયરન્સ 165એમએમ છે.


ટાટા મોટર્સની આ કાર ટૂ-સીટર છે. આ કારમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ, એનાલિટિક્સ, મેપિંગ જેવી ટેક્નોલોજી કનેક્ટ થશે.
જોકે, ટાટા મોટર્સે TaTa RaceMo+ અને તેના ઈલેક્ટ્રીક વર્ઝનને ક્યારે લોન્ચ કરવામાં આવશે, તેની તારીખ જાહેર નથી કરી.
First published: February 15, 2018
વધુ વાંચો
अगली ख़बर