Home /News /tech /Tata SUV Car: ટાટા મોટર્સે નવા ફીચર અને ડિઝાઈન સાથે લોન્ચ કરી 3 SUV કાર, જાણો કિંમત અને ફિચર્સ

Tata SUV Car: ટાટા મોટર્સે નવા ફીચર અને ડિઝાઈન સાથે લોન્ચ કરી 3 SUV કાર, જાણો કિંમત અને ફિચર્સ

TATA Motors: ડેશબોર્ડ, સેન્ટ્રલ કંસોલ અને ડોર પેડ્સ પર બ્રોન્ઝ ટચ આપવામાં આવ્યો છે. સીટમાં ફ્રંટ હેડરેસ્ટ પર #JET એમ્બ્રોઈડરી અને ટ્રાઈ એરો ડિઝાઈન સાથે બ્રોન્જ દોરામાં સીટ પર ડેકો સ્ટિચિંગ કરવામાં આવ્યું છે.

TATA Motors: ડેશબોર્ડ, સેન્ટ્રલ કંસોલ અને ડોર પેડ્સ પર બ્રોન્ઝ ટચ આપવામાં આવ્યો છે. સીટમાં ફ્રંટ હેડરેસ્ટ પર #JET એમ્બ્રોઈડરી અને ટ્રાઈ એરો ડિઝાઈન સાથે બ્રોન્જ દોરામાં સીટ પર ડેકો સ્ટિચિંગ કરવામાં આવ્યું છે.

ટાટા મોટર્સે (TATA Motors) નવા ફીચર અને ડિઝાઈન સાથે 3 SUV કાર લોન્ચ કરી છે. SUVનો એક નવો એક્સટીરિયર કલર જોવા મળી રહ્યો છે, જેને સ્ટારલાઈટ કહેવામાં આવે છે. કારની છત સિલ્વર કલરની છે. અલોય વ્હીય જેટ બ્લેક કલરના છે. આગળ અને પાછળ સ્કિડ પ્લેટ સિલ્વર કલરની છે. ઈન્ટિરિયર ડ્યુઅલ ટોન શેડમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ટાટા મોટર્સે ઓયસ્ટર વ્હાઈટ સાથે ગ્રેનાઈટ બ્લેક કલરનો ઉપયોગ કર્યો છે.

ડેશબોર્ડ, સેન્ટ્રલ કંસોલ અને ડોર પેડ્સ પર બ્રોન્ઝ ટચ આપવામાં આવ્યો છે. સીટમાં ફ્રંટ હેડરેસ્ટ પર #JET એમ્બ્રોઈડરી અને ટ્રાઈ એરો ડિઝાઈન સાથે બ્રોન્જ દોરામાં સીટ પર ડેકો સ્ટિચિંગ કરવામાં આવ્યું છે.

ટાટાએ SUVમાં આ અપગ્રેડ્સ સાથે અન્ય ફીચર પણ શામેલ કર્યા છે. નેક્સોન (NEXON)માં વેંટિલેટેડ ફ્રંટ સીટ, ટિલ્ટ ફંક્શન સાથે એક ઈલેક્ટ્રિક સનરૂફ, વાયરલેસ ચાર્જર અને AQI ડિસપ્લે સાથે એક એર પ્યોરિફાયર પણ જોવા મળશે.

Rolls Royce એ પોતાની નવી કાર પરથી હટાવ્યો પડદો, તસવીરમાં જુઓ Luxury Car

સફારી અને હેરિયરને ડ્રાઈવર ડોજ ઓફ એલર્ટ, પેનિક બ્રેક એલર્ટ અને આફ્ટર ઈમ્પેક્ટ બ્રેકિંગ સિસ્ટમ સાથે અપડેટ કરવામાં આવ્યું છે. જેટ વેરિએન્ટમાં મોબાઈલ ચાર્જ કરવા માટે ટાઈપ સી ચાર્જર પણ આપવામાં આવ્યું છે. સફારીમાં બેંચ અને કપ્તાન સીટ પર વિંગ્ડ કમ્ફર્ટ હેડ રેસ્ટ આપવામાં આવ્યું છે.

ટાટા હેરિયરનું જેટ એડિશન માત્ર બે વેરિએન્ટમાં બનાવવામાં આવ્યું છે. જેની એક્સ શોરૂમ કિંમત રૂ. 20.90 લાખથી રૂ. 22.20 લાખ છે. ટાટા નેક્સોનના જેટ એડિશન વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત રૂ. 12.78 લાખથી રૂ. 13.43 લાખ છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે. ટાટા સફારીના જેટ એડિશનની એક્સ શોરૂમ કિંમત રૂ. 21.45 લાખથી રૂ. 22.65 લાખ છે.

" isDesktop="true" id="1243684" >

Harrierનું નવું ફેસલિસ્ટ વર્ઝન પણ આવશે. SUVના ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું હતું કે, તે 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સથી સજ્જ છે. Harrierને ADAS અને એક નવી તથા વધુ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવશે. સફારીમાં પણ આ ફીચર આપવામાં આવશે. ટાટા મોટર્સ હેરિયર અને સફારી માટે 1.5 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનનું પણ ટેસ્ટિંગ કરી રહી છે. કંપની આ વર્ષના સુધીમાં નવા એન્જિન સાથે SUV લોન્ચ કરી શકે છે.
First published:

Tags: Launch, Tata motors

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन