ખુશખબર! આ કાર પર મળી રહ્યું છે 1 લાખથી વધારે ડિસ્કાઉન્ટ

- News18 Gujarati
- Last Updated: December 5, 2017, 5:49 PM IST
મારૂતિ સુઝુકી અલ્ટો, સ્વિફ્ટ સહિત અન્ય મોડલ્સ પર શાનદાર ઓફર્સ મળી રહી છે. કંપની 2017નો સ્ટોક ખાલી કરવા માટે 40 હજારનું ડિસ્કાુન્ટ આપી રહી છે. આ ઓફર અલ્ટો અને ડિઢાયર ટૂરમાં આપવામાં આવી રહી છે.
કંપની પોતાની હોટ સેલિંગ કાર બ્રેઝા, ડિઝાયર અને બલેનો પર કોઈ ડિસ્કાઉન્ટ નથી આપી રહી. જ્યારે કંપની અર્ટીગોના ડિઝલ મોડલ પર 40 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય વેગનઆર પર 35 હજાર, સ્વિફ્ટ અને અલ્ટો-800 પર 30 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ બાજુ ટાટા મોટર્સે પણ ડિસેમ્બરમાં ગાડીઓ પર 1 લાખ રૂપિયા સુધીની છૂટ આપવાની ઓફર કરી છે. આ ઓપર વર્ષના છેલ્લા મહિનામાં સ્ટોક ખતમ કરવા માટે આપી છે. હેક્સા પર 78,000 રૂ, સફારી સ્ટોર્મ પર 1 લાખ રૂ.ની છૂટ આપવામાં આવી રહી છે. ડિગોર પર 32000 અને જેસ્ટ પર 68 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
બીજીબાજુ AUDIએ પણ એક ખાસ ઓફર લોન્ચ કરી છે. આ ઓફરમાં કંપની દ્વારા કેટલાક મોડલ પર 3થી 8.85 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય ઓડી એ3, એ4, એ6 અને ઓડી ક્યૂ3 પર ખાસ ઓપર સાથે કસ્ટમર્સને ઈએમઆઈની સુવિધા પણ આપવામાં આવી રહી છે.