Home /News /tech /TATA મોટર્સે લોન્ચ કરી સફારી ગોલ્ડ એડિશન, જાણો કિંમત અને તેનાં આકર્ષક ફિચર્સ
TATA મોટર્સે લોન્ચ કરી સફારી ગોલ્ડ એડિશન, જાણો કિંમત અને તેનાં આકર્ષક ફિચર્સ
ટાટા સફારીની નવ કાર લોન્ચ
TATA Moters Safari Gold SUV Car: ટાટા મોટર્સે IPL ની શરૂઆત પહેલા જ તેની ફ્લેગશિપ SUV એટલે કે સફારી ગોલ્ડ એડિશન (Safari Gold Addition Launch) લોન્ચ કરી છે. જેની એક્સ શો રૂમ (Safari Gold SUV Car Price) કિમત 21.89 લાખ રૂપિયા છે. સફારી ગોલ્ડ એડિશન બે ખાસ કલર વ્હાઇટ ગોલ્ડ અને બ્લેક ગોલ્ડમાં જોવા મળશે
TATA Moters Safari Gold SUV Car: ટાટા મોટર્સે IPL ની શરૂઆત પહેલા જ તેની ફ્લેગશિપ SUV એટલે કે સફારી ગોલ્ડ એડિશન (Safari Gold Addition Launch) લોન્ચ કરી છે. જેની એક્સ શો રૂમ (Safari Gold SUV Car Price) કિમત 21.89 લાખ રૂપિયા છે. સફારી ગોલ્ડ એડિશન બે ખાસ કલર વ્હાઇટ ગોલ્ડ અને બ્લેક ગોલ્ડમાં જોવા મળશે. તેના પ્રથમ ખાસ એડિશન મોડલ્સ દુબઈમાં VIVO IPL 2021માં રજૂ કરવામાં આવશે. સફારી ગોલ્ડના બહારના અને અંદરના ભાગને ગોલ્ડ કલરનો લુક મળશે. સફારી ગોલ્ડ એડિશન R18 ચારકોલ બ્લેક એલોય વ્હીલ્સ સાથે આવશે.
વ્હાઇટ ગોલ્ડ કલર ફ્રોસ્ટ વ્હાઇટ કલર પરથી ઉતરી આવ્યો છે, જે વ્હાઇટ અને બ્લેક કોન્ટ્રાસ આપે છે. બ્લેક છત ડ્યુઅલ ટોન ઉમેરે છે. જેના કારણે કાર વધુ આકર્ષક લાગે છે. બ્લેક ગોલ્ડ એડિશનને કોફી બીન પ્રેરિત બ્લેક એક્સટિરિયર્સ સાથે બહારના ભાગ પર બ્રાઇટ સોનેરી કલર મળે છે. બ્લેક ગોલ્ડ એડિશનના અંદરના ભાગમાં ડાર્ક માર્બલ ફિનિશ મિડ પેડ અને ગોલ્ડન એલિમેન્ટ્સનું મિશ્રણ છે.
સ્પેશિયલ એડિશન મોડલ્સના અંદરના ભાગમાં ઓઇસ્ટર વ્હાઇટ ડાયમંડ ક્વિલ્ટેડ લેધર સીટ, આગળ અને પાછળ વેન્ટિલેશન, વાયરલેસ ચાર્જર, એર પ્યુરિફાયર, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે ઓવર વાઇફાઇ જેવી પ્રીમિયમ સુવિધાઓ પણ આપવામાં આવી છે.
" isDesktop="true" id="1134247" >
ટાટા મોટર્સના હેડ માર્કેટિંગ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બિઝનેસ યુનિટના વિવેક શ્રીવાસ્તવે પ્રીમિયમ ફ્લેગશિપ સફારીના લોન્ચિંગના પાંચ મહિનાથી પણ ઓછા સમયમાં 10,000 યુનિટ વેચ્યા હોવાનું કહ્યું હતું. આ કાર તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી એસયુવી હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સફારીને અમારા ગ્રાહકો તરફથી ખુબ જ પ્રેમ મળ્યો છે અને તેમના આ અભિપ્રાયને ધ્યાનમાં રાખીને ટાટા મોટર્સ તરફથી પ્રતિષ્ઠિત સફારી ગોલ્ડ એડિશન રજૂ કરવાની જાહેરાત કરતા અમને આનંદ થાય છે.
6 અને 7 સીટના વિકલ્પ આપતી આ SUV લેન્ડ રોવર D8 પ્લેટફોર્મ પરથી મેળવેલ OMEGARC આર્કિટેક્ચર પર બનાવવામાં આવી છે. તે માત્ર 2.0-લિટર ડીઝલ એન્જિન દ્વારા ચાલે છે. જેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ એવા બંને વિકલ્પો છે. આ ગાડીમાં આઉટપુટ 170 PS અને 350 Nm છે.