Home /News /tech /Ecar : ઈલકટ્રીક કારના વેચાણમાં સર્જાયો રેકોર્ડ, 'દેશી' કંપનીએ ભારતીય બજારમાં કર્યો કમાલ
Ecar : ઈલકટ્રીક કારના વેચાણમાં સર્જાયો રેકોર્ડ, 'દેશી' કંપનીએ ભારતીય બજારમાં કર્યો કમાલ
ઈલેક્ટ્રીક કાર્સ
TATA NEXON : ટાટા nexon લોન્ચ થયા બાદ ભારતની નંબર 1 SUVમાં સ્થાન પામી છે. આ કારની સફળતા અને લોકપ્રિયતાને જોતા, કંપનીએ થોડા સમય પહેલા આ કારનું લાંબી રેન્જ વેરિઅન્ટ લોન્ચ કર્યું હતું જે મોટા બેટરી પેક સાથે આવે છે.
TATA NEXON : ટાટા મોટરે ભારતીય ઓટો મોબાઈલ બજારમાં ઇલેક્ટ્રિક કાર સેગ્મેન્ટમાં પોતાનો દબદબો પાછલા મહિને પણ જાળવી રાખ્યો હતો. કંપનીએ જૂન 2022 માં 3507 ઇલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું જે કંપનીની 1 મહિનામાં સૌથી વધુ કાર વહેંચવાનો રેકોર્ડ થયો. ટાટાએ આ નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં અત્યાર સુધીમાં 9,283 યુનિટ્સ વેચ્યા છે.
Tata Nexon EV અને Tata Tigor EV એ ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પ્રભુત્વ જમાવ્યું છે. કંપની આવા ઘણા ઉત્પાદનો પર કામ કરી રહી છે જે ઇલેક્ટ્રિક પાવરટ્રેન સાથે લોન્ચ કરવામાં આવશે.
ટાટા NEXON ઈવી લોન્ચ થયા બાદ ઇન્ડિયાની નંબર વન પર જ સ્થાન ધરાવે છે. આ સફળતા પછી કંપનીએ આ કાર નું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કર્યું હતું જે વધુ બેટરી બેકઅપ સાથે આવે છે. જે રેગ્યુલર મોડલ કરતાં પણ સારી રેન્જ આપે છે. કંપનીના જણાવ્યા અનુસાર ગ્રાહકો Tata Nexon EV Max ને ખૂબ પસંદ કરે છે.
ટાટા મોટર્સ પેસેન્જર્સ વ્હીકલ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રા એ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ ચારણ માં ઇલેક્ટ્રિક કારનું વેચાણ નવી ઉંચાઈએ પહોંચ્યું છે. કંપનીએ અત્યાર સુધીમાં પ્રથમ ક્વાર્ટરમાં 9,283 યુનિટ્સનું વેચાણ કર્યું છે.
જૂનમાં કંપનીએ કુલ 3,507 ઇલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું હતું. ચંદ્રાએ કહ્યું કે ટાટા નેક્સોન ઈવી મેક્સ મે મહિનામાં લોન્ચ થયા બાદ તેની પણ બજારમાં મજબૂત માંગ છે. નેક્સોનના મેક્સ વર્ઝનના લોન્ચ પહેલા જ આ કાર તેના સેગમેન્ટમાં નંબર 1 કાર છે. હવે મેક્સ વેરિઅન્ટના આગમન સાથે ગ્રાહકોને વધારાનો વિકલ્પ મળે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર