Home /News /tech /ટાટા ગ્રુપ iPhone એસેમ્બલિંગ માટે એપલના તાઇવાનના સપ્લાયર સાથે કરી રહ્યું છે વાટાઘાટ

ટાટા ગ્રુપ iPhone એસેમ્બલિંગ માટે એપલના તાઇવાનના સપ્લાયર સાથે કરી રહ્યું છે વાટાઘાટ

દેશમાં મેન્યુફેક્ચરિંગ શરુ કરવાના Apple દ્વારા વર્ષો સુધી કરાયેલા પ્રયત્નો પછી વિસ્ટ્રોને ભારતમાં 2017માં iPhones બનાવવાનું શરૂ કર્યું (પ્રતિકાત્મક તસવીર)

Tata Group - જો આ કરાર સફળ થાય તો iphone બનાવનાર ટાટા પ્રથમ ભારતીય કંપની બની શકે છે, જે હાલમાં મુખ્યત્વે ચીન અને ભારતમાં વિસ્ટ્રોન અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપ જેવા તાઇવાનના ઉત્પાદકો દ્વારા એસેમ્બલ કરવામાં આવે છે

ટાટા ગ્રુપ(Tata Group) એપલના (Apple)તાઇવાનના (taiwan)સપ્લાયર સાથે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્શનનો વ્યવસાય સ્થાપવા માટે વાટાઘાટ કરી રહ્યું છે, તેઓ દક્ષિણ એશિયાના દેશમાં iPhones એસેમ્બલ કરવા માંગે છે. વિસ્ટ્રોન કોર્પ. (Wistron corp) સાથેની ચર્ચાઓનો ઉદ્દેશ્ય ટાટાને ટેક્નોલોજી ઉત્પાદનમાં પાવરફુલ બનાવવાનો છે. આ ભારતીય સોલ્ટ-ટુ-સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી ગ્રુપ પ્રોડક્શન, ડેવલપમેન્ટ, ચેઈન અને એસેમ્બલીમાં તાઇવાનની કંપનીની કુશળતાનો લાભ લેવા માંગે છે, તેમ જાણકાર લોકોએ જણાવ્યું હતું.

જો આ કરાર સફળ થાય તો iphone બનાવનાર ટાટા પ્રથમ ભારતીય કંપની બની શકે છે, જે હાલમાં મુખ્યત્વે ચીન અને ભારતમાં વિસ્ટ્રોન અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપ જેવા તાઇવાનના ઉત્પાદકો દ્વારા એસેમ્બલ કરવામાં આવે છે. iphone બનાવતી ભારતીય કંપની ચીનને પડકારવાના દેશના પ્રયાસોમાં એક મોટું પરિબળ બનશે, જેમનું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં પ્રભુત્વ કોવિડ લોકડાઉન અને યુએસ સાથેના રાજકીય તણાવને કારણે જોખમમાં મૂકાયું છે.

તે અન્ય ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ બ્રાંડ્સને પણ ભારતમાં એસેમ્બલીંગ માટે વિચારણા કરવા માટે સમજાવી શકે છે, જેથી તેઓ વધતા ભૌગોલિક રાજકીય જોખમોમાં ચીન પર તેમની નિર્ભરતા ઓછી કરી શકે.

લોકો જણાવે છે કે “ડીલના ફોર્મેટ અને શેરહોલ્ડિંગ જેવી વિગતોને હજી અંતિમ રૂપ આપવાનું બાકી છે અને વાતચીત ચાલુ છે.” એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ યોજનામાં ટાટા વિસ્ટ્રોનના ઈન્ડિયા ઓપરેશનમાં ઈક્વિટી ખરીદી શકે છે અથવા એક નવો એસેમ્બલી પ્લાન્ટ બનાવી શકે છે. તેઓ તે બંને રણનીતિને પણ અજમાવી શકે છે.

આ પણ વાંચો - WhatsApp પર ટૂંક સમયમાં મળશે 5 નવા ફિચર્સ, એડમિન ડિલીટ અને મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ પણ સામેલ

જોકે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે એપલ આ વાટાઘાટથી વાકેફ છે કે કેમ? જોકે યુએસ ટેક જાયન્ટ એપલ પણ ચીનથી દૂર અને ઉત્પાદનને વધુ વિસ્તારવા તેમજ ભારતમાં તેની સપ્લાય ચેઇનને વધુ ઊંડી કરવા માંગે છે. એપલ એ પ્રદેશોમાં સ્થાનિક કંપનીઓ સાથે કામ કરવા માટે જાણીતું છે, જ્યાં તે પ્રોડક્શન બેઝ સેટ કરે છે — પરંતુ iPhones એસેમ્બલ કરવું એ એક જટિલ કાર્ય છે. જે યુએસ કંપનીની ચુસ્ત સમયમર્યાદા અને ગુણવત્તા નિયંત્રણોને પૂર્ણ કરવા માટે જરૂરી છે. વિસ્ટ્રોનના પ્રતિનિધિએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ટાટા અને એપલે ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો.

એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, નવા સાહસનો હેતુ વિસ્ટ્રોન હાલમાં જે બનાવે છે. તેનાથી પાંચ ગણા એસેમ્બલ કરાયેલ iPhonesની સંખ્યામાં વધારો કરવાનો છે. લોકોએ જણાવ્યું હતું કે, ભાગીદારીના પરિણામરૂપે મુંબઈ સ્થિત ટાટા ગ્રુપને વિસ્ટ્રોનના મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં સ્માર્ટફોન ઉપરાંતનો હિસ્સો મેળવવામાં પણ પરિણામી શકે છે.

ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે લગભગ 128 બિલિયન ડોલરની આવક સાથે ભારતની ટોચની કંપનીનું ઇલેક્ટ્રોનિક્સ અને હાઇટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો પર મુખ્યત્વે ફોકસ છે. સૉફ્ટવેર, સ્ટીલ અને કાર જેવા ઉદ્યોગો ટાટાના વ્યવસાયમાં મોટા ભાગનો હિસ્સો ધરાવે છે, પરંતુ તેણે દક્ષિણ ભારતમાં iPhone ચેસિસ ઘટકોનું ઉત્પાદન શરૂ કરીને સ્માર્ટફોન સપ્લાય ચેઇન ક્ષેત્રે આગળ વધવા પ્રારંભિક પગલાં લીધાં છે.

ખોટ સામે સંઘર્ષ કરી રહેલા વિસ્ટ્રોનના ભારતીય કારોબાર માટે ટાટા સાથેના કરારથી એક પ્રચંડ મજબૂત સ્થાનિક પાટર્નશિપ મળશે જે આર્થિક રીતે સ્થિર છે. ટાટાની પહોંચ ઈલેક્ટ્રિક વાહનો સહિત ઓટોમોબાઈલ સુધી પણ ફેલાયેલી છે, જે ક્ષેત્રમાં વિશ્વની ઘણી ટેક જાયન્ટ્સને રસ છે

દેશમાં મેન્યુફેક્ચરિંગ શરુ કરવાના Apple દ્વારા વર્ષો સુધી કરાયેલા પ્રયત્નો પછી વિસ્ટ્રોને ભારતમાં 2017માં iPhones બનાવવાનું શરૂ કર્યું. તાઈપેઈ સ્થિત કંપની હાલમાં દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યમાં તેના પ્લાન્ટમાં iPhones એસેમ્બલ કરે છે.

ભારતનું 1.4 બિલિયનનું પ્રોમિસિંગ કસ્ટમર માર્કેટ અને ટેક ઉત્પાદન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાણાકીય પ્રોત્સાહનોએ એપલના અન્ય મુખ્ય કોન્ટ્રાક્ટ ઉત્પાદકો ફોક્સકોન અને પેગાટ્રોન કોર્પને પણ દેશમાં વિસ્તરણ કરવા પ્રેર્યા છે. તેમ છતાં ભારતના કર્મચારીઓ અને ઉત્પાદન એકમોએ એપલની સપ્લાયર્સ પાસેથી સખત નિયંત્રણોવાળી કાર્યપ્રણાલીની અપેક્ષાને સરળતાથી અપનાવી નથી: પાંચ વર્ષ પહેલાં ભારતમાં iPhone એસેમ્બલ કરવાનું શરૂ થયું, ત્યારથી કામદારોએ બે નોંધનીય ઘટનાઓમાં પગાર અને હલકી ગુણવત્તાવાળા જીવન અને કામ કરવાની પરિસ્થિતિઓને લઈને વિરોધ દર્શાવ્યો હતો.
First published:

Tags: Apple, Apple iPhone, Tata group

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन