Home /News /tech /Nexonથી લઈ Harrier સુઘી, આ મહિને 70,000 રૂપિયા સુધી સસ્તી મળી રહી છે ટાટાની કાર
Nexonથી લઈ Harrier સુઘી, આ મહિને 70,000 રૂપિયા સુધી સસ્તી મળી રહી છે ટાટાની કાર
આ મહિને ટાટાની કાર પર 70,000 રૂપિયા સુધીના લાભો ઉપલબ્ધ
જો તમે જુલાઈ 2022માં ટાટા કાર (Tata Cars) ખરીદવા માંગો છો, તો તમારા માટે બચતની આ એક મોટી તક છે. કંપની તેના Tiago, Tigor, Harrier, Safari અને Nexon જેવા મોડલ પર લાભ આપી રહી છે.
ટાટા મોટર્સ (Tata Motors) આ મહિને તેના પેસેન્જર વાહનો પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર (Discount offer on Tata) કરી રહી છે. જો તમે જુલાઈ 2022માં ટાટા કાર ખરીદવા માંગો છો, તો તમારા માટે બચતની આ એક મોટી તક છે. કંપની તેના Tiago, Tigor, Harrier, Safari અને Nexon જેવા મોડલ પર લાભ આપી રહી છે. ચાલો જાણીએ આ કાર્સ પર ઉપલબ્ધ ઑફર્સ વિશે.
ટાટા ટિયાગો (Tata Tiago) તમે આ કારના XE, XM, XT વેરિઅન્ટની ખરીદી પર 18,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. રૂ. 10,000નું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ, રૂ. 3000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને રૂ. 5000 સુધીનું વેન્ડર/કર્મચારી ડિસ્કાઉન્ટ છે.
ટાટા નેક્સન (Tata Nexon) જો તમે આ કારનું પેટ્રોલ વેરિઅન્ટ ખરીદો છો, તો તમે આ મહિને 8,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. Tata Nexonના ડીઝલ વેરિઅન્ટ (Diesel variant) પર રૂ. 5,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું વેન્ડર/કર્મચારી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે કે ડીઝલ વેરિઅન્ટ પર તમે કુલ 15,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો.
ટાટા અલ્ટ્રોઝ (Tata Altroz) તમે Altroz ના પેટ્રોલ વેરિઅન્ટની ખરીદી પર વિક્રેતા/કર્મચારી ડિસ્કાઉન્ટ તરીકે રૂ.7,500 સુધીની બચત કરી શકો છો. તે જ સમયે, ડીઝલ વેરિઅન્ટ પર આ ડિસ્કાઉન્ટ 10,000 રૂપિયા સુધી છે.
ટાટા હેરિયર (Tata Harrier) આ કાર પર 40,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે, જ્યારે તમે કોર્પોરેટ ડિસ્કાઉન્ટ તરીકે 5,000 રૂપિયા બચાવી શકો છો. આ સિવાય તમે વેન્ડર/કર્મચારી ડિસ્કાઉન્ટના રૂપમાં 25,000 રૂપિયા બચાવી શકો છો. આ રીતે હેરિયરની ખરીદી પર કુલ 70,000 રૂપિયાની બચત કરી શકાય છે.