ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરશો તો થઈ જશે લાયન્સ રદ્દ

News18 Gujarati
Updated: May 5, 2018, 5:10 PM IST
ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરશો તો થઈ જશે લાયન્સ રદ્દ

  • Share this:
ભારતમાં રોડ અકસ્માતની સંખ્યામાં દિવસો-દિવસ વધારો થઈ રહ્યો છે. અકસ્માત થવાના ઘણા બધા કારણોમાંથી એક કારણ મોબાઈલ ફોન પર વાત કરવાનો પણ છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે, રાજસ્થાન હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને નિર્દેશ આપ્યા છે કે, ગાડી ચલાવતા સમયે મોબાઈલમાં વાત કરનાર વ્યક્તિનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરી દેવામાં આવે

રાજસ્થાન હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને નિર્દેશ આપ્યા છે કે, તેઓ મોબાઈલનો ઉપયોગ કરતા ડ્રાઈવરોની તસવીર લો અને આને RTOને ફોર્ડવર્ડ કરી દો, જેથી RTO ડ્રાઈવરનો ડ્રાઈવિંગ લાઈસન્સ કેન્સલ કરી શકે.

કોર્ટે આ આદેશ એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ (ટ્રાફિક)ની ફરિયાદ પછી આપ્યા છે. પોલીસ અધિકારી તરફથી કોર્ટમાં તે જાણકારી આપવામાં આવી હતી કે લોકો મોટી સંખ્યામાં ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે.

જસ્ટિસ ગોપાલ કૃષ્ણ વ્યાસ રામચંદ સિંહ ઝાલીની બેન્ચને ટ્રાફિક પોલીસે કહ્યું કે, "તમે સુનિશ્ચિત કરો કે કોઈ પણ ડ્રાઈવિંગ કરતી સમયે ફોનનો ઉપયોગ ના કરે. આવું કરતાં કોઈપણ મળે તો તેની તસવીર લઈને બાકીની ડિટેલ્સ સાથે આરટીઓને મોકલો અને તેનું લાયસન્સ કેન્સલ કરાવો."

માનવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણય બાદ રોડ અકસ્માતમાં મોટા પ્રમાણમાં ઘટાડો લાવી શકાય છે. જોકે, આને લઈને પહેલા પણ સરકાર તરફથી દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ કડક નિયમ ના હોલાના કારણે લોકો આને ગણકારતા નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર, ડ્રાઈવિંગ સમયે ફોનનો ઉપયોગ કરવાથી દૂર્ઘટનાની સંભાવના ચાર ગણી વધી જાય છે. દુનિયાભરમાં આવી રીતના એક્સિડેન્ટની સંખ્યા ઝડપી રીતે વધી રહી છે.
First published: May 5, 2018, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading